કાલની મેચમાં ૩૩ સિક્સર વાગી, જુવો ૩૩ સિક્સર ૩૩ સેકન્ડમાં….

    ૨૬-એપ્રિલ-૨૦૧૮

 
 
૨૫ એપ્રિલે બેંગ્લોરને પાંચ વિકેટે માત આપી ચેન્નાઇની ટીમે 206નો ટાર્ગેટ પૂરો કરીને શાનદાર જીત મેળવી છે. ટોસ જીતીને ચેન્નઈને બેંગલુરૂને પહેલા બેટિંગ માટે ઉતાર્યું હતું. આરસીબીએ 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતાં. જવાબમાં 206 રનના લક્ષ્યાંકને ચેન્નઈએ 19.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું. સીએસકે તરફથી અંબાતી રાયડુએ 53 બોલમાં 3 ચોગ્ગા અને 8 સિક્સર ફટકારી હતી. જ્યારે મહેન્દ્ર ધોનીએ માત્ર 34 બોલમાં ગગનચુંબી 7 સિક્સર અને 1 ફોર મારી અણમન 70 રન બનાવ્યા હતાં. ચેન્નઈએ માત્ર 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. આ મેચમાં કુલ ૩૩ સિક્સર વાગી.
 
 
 
જુવો ૩૩ સેકેન્ડમાં ૩૩ સિક્સર…..