દુલ્હને દહેજમાં મોંઘી ગાડી માગી એટલે સગપણમાં ભંગાણ

    ૨૬-એપ્રિલ-૨૦૧૮


 

દહેજ તો વરપક્ષના લોકો માગે એવું આપણે માનીએ છીએ, પણ સાઉદી અરેબિયામાં એક દુલ્હને મોંઘી ગાડીની ડિમાન્ડ કરતાં દુલ્હાએ શાદી તોડી નાખી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. ખલીજ ટાઇમ્સના રિપોર્ટ મુજબ છોકરીના પિતાનું કહેવું છે કે તેમણે પોતાની દીકરીને દહેજમાં જે માગવું હોય માગવાની છૂટ આપી છે. બીજી તરફ છોકરાનું કહેવું હતું કે જ્યારે મેં છોકરીનો હાથ માગ્યો ત્યારે તેની તમામ શરતો માની લીધેલી, પછી તે શાદી માટે તૈયાર થઈ હતી. લગ્નની બધી તૈયારીઓ થઈ ચૂકી હતી. ત્યારે છોકરીએ દહેજમાં લેકસસ કાર માગી હતી, જેની કિંમત ૮૦ લાખ રૂપિયા છે. છોકરાનું કહેવું છે કે લગ્ન પહેલાં જે છોકરી આટલી ડિમાન્ડ કરીને પજવે છે તેની સાથે લગ્ન કર્યા પછી શું થશે વિચારીને સગપણ તોડવામાં શાણપણ.