અહો આશ્ચર્યમ…મિઝોરમના આ જિલ્લામાં ભાજપ અને કોગ્રેંસનું ગઠબંધ સત્તા પર છે…

    ૨૭-એપ્રિલ-૨૦૧૮

 
 
એવું કહેવાય છે કે રાજનીતિમાં કઈ પણ અસંભવ નથી. કંઈક આવું જ થયું છે પૂર્વોત્તરનાં મિઝોરમ રાજ્યમાં. ત્યાંના આદિવાસી બહુમતી ધરાવતા ચકમા નામના વિસ્તારની સ્વાયત જિલ્લા પરિષદમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને બહુમતી ન મળી માટે આવા સમયે આ બન્ને પક્ષોએ ભેગા થઈ પોતાની સંયુક્ત સરકાર બનાવી લીધી છે.
થયું એવું કે ૨૦ એપ્રિલના રોજ અહિંની ૨૦ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના પરિણામમાં કોઇ પક્ષને બહુમતી ન મળી. ચૂંટણીમાં ભાજપને ૫, કોગ્રેસને ૬ અને મુખ્ય સ્થાનિક દળ મિઝો નેશનલ ફ્રંટ્ને ૮ બેઠક મળી. અને એક બેઠક પર હાઈકોર્ટે સ્ટે લગાવ્યો હોવાથી ત્યાં ચૂંટણી યોજાઈ ન હતી. આથી સ્થાનિક દળ મિઝો નેશનલ ફ્રંટ્ને સત્તાથી દૂર રાખવા અહિં ભાજપ કોંગ્રેસ એક થઈ ગઈ છે. છે ને મજાની વાત? રાજ્ય કે રાષ્ટ્રના સ્તરે એક બીજાની વિરોધી પાર્ટી અહિં ભેગી થઈ ગઈ છે. જોકે બન્ને પક્ષોના સ્થાનિક નેતાઓએ સત્તા મેળવા આ ગઠબંધન કરી સંયુક્ત પાર્ટી બનાવી છે તેવું પણ કહેવાઇ રહ્યું છે…
 
સ્થિતિ જોઇ એક વિચાર એવો આવે કે શું વર્ષ ૨૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં આવું થઈ શકે? શું દેશને આજે આ નેશનમ ગઠબંધનની જરૂર છે.
  
ચકમા જિલ્લા પરિષદ?
 
ચકમા સ્વાયત્ત જિલ્લા પરિષદ છે જેની રચના ૨૯ એપ્રિલ ૧૯૭૨ના રોજ બંધારણની છઠ્ઠી અનૂસૂચિ અંતર્ગત થઈ. આ સ્વાયત્ત પરિષદ પાસે પોતાની વહીવટી, કાર્યકારી અને ન્યાયિક સત્તા છે. આ પરિષદ લગભગ ૬૫૦ વર્ગ કિમીમાં ફેલાયેલી છે. અહિં લગભગ ૪૫૦૦૦ કરતા વધારે લોકો રહે છે. પરિષદની આ નવી સરકાર માટે ભાજપ-કૉંગ્રેસના નેતાઓની વચ્ચે થયેલ ડીલ પ્રમાણે કાઉન્સિલનું અધ્યક્ષ પદ ભાજપને આપ્યું છે. ભાજપના શાંતિ જીવન ચકમા કાઉન્સિલના સીઇઓ હશે. મિઝોરમમાં થયેલ આ રાજકીય ઉથલપાથલથી ભાજપ પક્ષમાં બેચેની છે. સૂત્રોના મતે ભાજપ આ મામલે કાર્યવાહી કરી શકે છે.