જ્યારે ટીમના અગિયારે અગિયાર ખેલાડીઓ બન્યા “મેન ઓફ ધી મેચ”

    ૦૩-એપ્રિલ-૨૦૧૮

ક્રિકેટ જગતના અનેક રેકોર્ડ છે. કેટલાંક તો માનવામાં ન આવે તેવા પણ રેકોર્ડ છે. જેમ કે આજે અહિં આપણે જે રેકોર્ડને યાદ કરવાના છે તે….ક્યારેય સાંભળ્યું છે કે મેન ઓફ ધી મેચ આખી ટીમ બની હોય. આવું કેવી રીતે હોય? પણ મિત્રો આવું બન્યું છે…એકવાર નહિ પણ ત્રણવાર…માત્ર એકદિવસીય ક્રિકેટમાં નહિ પણ ટેસ્ટમાં પણ આ બન્યું છે…જુવો….
 
 ન્યુઝીલેંડના ૧૧ ખેલાડી બન્યા મેન ઓફ ધી મેચ....
 
# ૩ એપ્રિલ ૧૯૯૬ના રોજ ન્યુઝીલેંડ અને વેસ્ટઈંડિઝ વચ્ચે વન ડે ક્રિકેટ મેચ યોજાઈ હતી. જેમાં ન્યુઝીલેંડના બધા જ ખેલાડીઓને મેન ઓફ ધી મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ મેચમાં નિર્ણાયક બાસિલ બુચર હતા. મેચેને જોતા આ નિર્ણાયકને લાગ્યું કે ટીમની જીતમાં આખી ટીમનું પ્રદર્શન અદભૂત રહ્યું છે, માટે આ મેન ઓફ ધી મેચ માટે આખી ટીમ હકદાર છે. અને એમણે કર્યું પણ એવું જ. મેન ઓફ ધી મેચ તરેકે બુચરે આખી ટીમને મેન ઓફ ધી મેચ જાહેર કરી હતી….
# ૧ સપ્ટેમ્બર ૧૯૯૬ના રોજ ઈંગ્લેંડ અને પાકિસ્તાન વચ્ચે વન ડે મેચ ખેલાઈ હતી. આ મેચ પાકિસ્તાને ૨ વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં પહેલા બેટીંગ લઈ ઇંગ્લેંડે ૫૦ ઓવરમાં ૨૪૬ રન ફટકાર્યા હતા જે પાકિસ્તાને ૪૯.૪ ઓવરમાં જ બનાવી લીધા હતા. જેમાં પાકિસ્તાનના પહેલા પાંચ ખેલાડીઓ ૨૯ થી ૬૫ રન માર્યા હતા અને વસિમ અક્રમ, વકાર યુનુસ, સકલિન, નાઝિરે બે-બે વિકેટ લીધી હતી. મેચનાં નિર્ણાયક ટોમ ગ્રેવેની હતા. તેમને લાગ્યું કે પાકિસ્તાનના દરેક ખેલાડએ બોલિંગ-બેટીંગ-ફિલ્ડીંગ થકી પોતાનું સારું યોગદાન આપ્યુ છે. માટે આ મેચની જીત માટે બધા ખેલાડીઓ હકદાર છે…
 
પાકિસ્નાતાનના ૧૧ ખેલાડી બન્યા મેન ઓફ ધી મેચ....
 
 દક્ષિણ આફ્રિકાના ૧૧ ખેલાડી બન્યા મેન ઓફ ધી મેચ.... 
# વાત હવે ટેસ્ટ મેચની… વેસ્ટઈંડિઝ વર્ષ ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન આ બન્ને ટીમ વચ્ચે ૫ ટેસ્ટ મેચ રમાઈ. આ આખી સીરીઝમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટઈંડિઝને વાઈટ વોસ આપ્યો. આફ્રિકાએ ૫-૦ થી સિરીઝ જીતી લીધી. પણ આપણે જે મેચની વાત કરીએ છીએ તે આ સિરીઝ્ની છેલ્લી મેચ હતી. આ છેલ્લી ટેસ્ટ મેચમાં આફ્રિકાની ટીમના બધા જ ૧૧ ખેલાડીઓને મેન ઓફ ધી મેચનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. અહિં આવું એટલા માટે થયું કે મેચના નિર્ણાયક રેફરી નક્કી જ ન કરી શક્યા કે કોને આ મેન ઓફ ધી મેચ બનાવીએ, કેમ કે પહેલી ઇનિંગમાં કાલિસ અને માર્ક બાઉચરનું સારૂ પ્રદર્શન હતું તો બીજી ઈનિંગમાં ગૈરી ક્રિસ્ટને અને જોંટી રોદ્સએ સદી મારી હતી. આજ રીતે આફ્રિકાના બોલર ડોનાલ્ડ અને એડમ્સે પણ શાનદાર બોલિંગ કરી હતી.
 
આ મેચમાં રેફરી હતા શ્રીલંકાના રંજન મદુગલે. અને પ્લેયર ઓફ ધી મેચનો નિર્ણય ડેનિસ મિંડસે લીધો હતો. ડેનિસનું માનવું હતું કે આ માટે દક્ષિણ આફ્રિકાની આખી ટીમ હકદાર છે. પણ હકિકતમાં ડેનિસ નક્કી જ કરી શકતા ન હતા કે આ એવોર્ડ માટે કોણ હક દાર છે. માટ તેણે આખી ટીમને મેન ઓફ ધી મેચ જાહેર કરી દીધી….