તો રાકેશ શર્મા નહિ રવીશ મલ્હોત્રા પહેલા ભારતીય અવકાશ યાત્રી હોત…!

    ૦૩-એપ્રિલ-૨૦૧૮

 
આજનો દિવસ દરેક ભારતીય માટે યાદગાર કહી શકાય. કેમ કે આજે જ એટલે કે ૩ એપ્રિલના રોજ ભારતીય અવકાશયાત્રી રાકેશ શર્મા અંતરીક્ષમાં જનારા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી બન્યા હતા. ૩ અપ્રિલ ૧૯૮૪ના રોજ વાયુસેનાનાં તત્કાલિન અક્વાડન લીડર રાકેશ શર્મા અંતરીક્ષમાં જનારા પ્રથમ ભારતીય અવકાશ યાત્રી બન્યા હતા. તેમણે સોવિયેત સંઘ સાથે “સેલ્યુટ ૭” નામનાં અંતરિક્ષ કેન્દ્રમાં ૮ દિવસ પસાર કર્યા હતા. આ અભિયાન દરમિયાન તેઓ અંતરિક્ષમાં હતા તે સમયે તેમણે તત્કાલીન વડાપ્રઘાન ઈન્દિરા ગાંધીને ફોન કર્યો હતો. તે સમયે ઈન્દિરા ગાંધીએ અવકાશમાંથી ભારત કેવું દેખાય છે તેવો પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે,‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા.’
રાકેશ શર્માએ સેલ્યુત-૭ અંતરિક્ષ કેંદ્ર્માં ૭ દિવસ અને ૨૧ કલાક વિતવ્યા હત. ૩ એપ્રિલ ૧૯૮૪ના દિવસે બે અન્ય સોવિયેત અંતરિક્ષયાત્રીઓ સાથે સોયુજ ટી-૧૧માં રાકેશ શર્માને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. અંતરિક્ષયાત્રીઓને લઈને જનાર ૬,૮૫૦ કિલો વજન ધરાવતું સ્પેસ ક્રાફટ કઝાખસ્તાનથી રવાના થયું હતું. ઈસરો અને રશિયાના સોવિયેત ઇન્ટરકોસમોસ સ્પેસ કાર્યક્ર્મના સંયુક્ત ઉપક્ર્મ અંતર્ગત તેમને ભારત તરફ્થી પ્રથમ અંતરિક્ષયાત્રીના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા. રશિયાએ તેમને ‘હીરો ઓફ સોવિયત યૂનિયન’, ભારતે ‘અશોક ચક્ર’થી સન્માનિત કર્યા હતા
 

 
 
તો રાકેશ શર્મા નહિ રવીશ મલ્હોત્રા પહેલા અવકાશ યાત્રી હોત…
 
રાકેશ શર્માનું નામ અવકાશયાત્રી તરીકે અમર થઈ ગયુ છે. અમર એટલા માટે કે તેઓ ભારતના પહેલા અવકાશયાત્રી બન્યા હતા. પણ રવીશ મલ્હોત્રાનું નામ આપણે નહિ જાણતા હોઇએ. નસીબમાં માનતા હો તો આ નસીબનો જ ખેલ છે. આ પહેલા થોડી વાત જાણી લો…
 
૧૯૮૨માં સોવિયત યૂનિયને ભારતીય પણ અવકાશમાં જઈ શકે છે અને એટલે તેમણે ભારત સામે એક ઓફર મૂકી. વર્ષ ૧૯૮૪માં સોવિયત યુનિયન SOYUZ-T-11 નમનું સ્પેશક્રાફ્ટ અવકાશમાં લોંચ કરવાનું હતું. જેમાં નક્કી કરવામાં આવ્યું કે એક ભારતીયને પણ આ મિશનમાં અવકાશમાં મોકલવામાં આવશે.
 

 
 
સોવિયત યૂનિયને ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે એક ભારતીયોને મિશનમાં સામેલ કરવાની ઓફર આપી હતી. એરફોર્સ અધિકારી સિવાય તેમની પાસે અન્ય વિકલ્પો પણ નહોતા. આ સમયે ઈસરો પાસે સંશાધનો પણ ઓછા હતા. આ વાત જ્યારે ભારતીય વાયુસેનાના જવાનો સામે મૂકવામાં આવી તો ૧૫૦ જેટલા જવાનોએ આ મિશનમાં જોડાવવા આગળ આવ્યા. આ પછી આ ૧૫૦ યુવાનોની અનેક પરીક્ષા, ટેસ્ટ લેવામાં આવી જેમાંથી ૯૦ યુવાનો નાપાસ થયા અને ૪૦ યુવાનો આગળ વધ્યા. આવા સમયે ૪૦ને આ મિશનમાં મોકલવા શક્ય ન હતા અહિં તો માત્ર એકની જ જરૂર હતી એટલે બીજી કેટલીક પરીક્ષાઓ થઈ અને અંતે બે વ્યક્તિ વધ્યા. રાકેશ શર્મા અને રવીશ મલ્હોત્રા. પછી રશિયા દ્વારા તેમની મોસ્કોમાં ટ્રેનિંગ આપવામાં આવી. તેમને 18 મહિનાની આકરી ટ્રેનિંગ આપવામાં આવી. આ ટ્રેનિંગમાં આ બન્ન લોકો પાસ થયા. પણ મહત્વની વાત એ હતે કે આ મિશનમાં માત્ર એક ભારતીયને મોકલવાનો હતો. અહિ તો બે લોકો હતા. અંતે નાની ઉમરના હોવાથી રાકેશ શર્માની પસંદગી કરવામાં આવી. આજના જ દિવશે ૧૯૮૪માં રાકેશ શર્મા અવકાશમાં જનારા પહેલા ભારતીય અવકાશ યાત્રી બન્યા અને રવીશ મલ્હોત્રા પાછા પોતાની એરફોર્સની નોકરીમાં લાગી ગયા. રવીશ મલ્હોત્રા એરફોર્સમાં બ્રિગેડીયર જનરલ તરીકે રીટાયર્ડ થયા. તેમના આ કાર્ય બદલ તેમને બદલ કિર્તી ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
 
તો જ્યારે જ્યારે પણ આપણે રાકેશ શર્માને યાદ કરીયે ત્યારે ત્યારે રવીશ મલ્હોત્રાને પણ યાદ કરવા જેવા છે. આ તો માત્ર નસીબનો ખેલ હતો. બાકી આ કામ માટે આ બન્ને ભારતીય સરખા સક્ષમ હતા. પણ એક અવકાશ શુધી પહોંચી ગયા અને બીજા પૃથ્વી પર રહી આ સફળાતાનો આનંદ લીધો…
 

 
 
રાકેશ શર્મા
 
રાકેશ શર્માનો જન્મ ૧૩ જાન્યુઆરી, ૧૯૪૯ના રોજ પંજાબમાં પટિયાલા ગામે થયો હતો. વિન્ગ કમાન્ડર રાકેશ શર્મા ઈન્ડિયન એર ફોર્સમાં ટેસ્ટ પાઈલટ હતા. બાળપણથી જ હવામાં વિમાન ઉડાડવાના સપનાં જોતા હતા. દેવેન્દ્રનાથ શર્માના પુત્રએ હૈદરાબાદ ખાતે શાળાકીય અભ્યાસ કર્યો. તેમણે નિઝામ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. શર્મા ૧૯૬૬માં એરફોર્સ કેડેટની તાલીમ લેવાની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેઓ ભારતીય વાયુ દળમાં જોડાયા.
 
રવીશ મલ્હોત્રા
 
રવીશ મલ્હોત્રાનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૪૩ના રોજ લાહોરમાં (હાલ પાકિસ્તાન) થયો હતો. તેઓ ભારતીય વાયુદળમાં ટેસ્ટ પાઈલોટ હતા. તેમના અનુભવને ધ્યાનમાં રાખી તેમની ૧૯૮૨માં રશિયાના આ અવકાશી મિશન માટે તેમની પસંદગી થઇ હતી. તેમને તેમના આ કામ બદલ કિર્તી ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા હતા…