કોમનવેલ્થ ગેમ્સ અંગ્રેજોએ ગુલામ દેશો પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા શરૂ કરી હતી…

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 
 
ઓસ્ટ્રેલિયામાં આજથી કોમનવેલ્થ ગેમ્સ શરૂ થઈ છે. ભારત ૩૨ ખેલાડીઓએ આમાં ભાગ લીધો છે તેમને શુભકામના પણ આ પહેલા કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસ તેનો ઉદ્દેશ જાણવા જેવો છે. ગુલામ દેશને ગુલામીનો અહેસાસ કરાવા આ આયોજન બ્રિટન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને આજદિન સુધી થતું આવ્યું છે ત્યારે પ્રશ્નએ થાય છે કે ૨૧મી સદીમાં આ ગેમ્સ કેટલી પ્રાંસગિક ગણી શકાય? આવો જાણીએ…
 
બ્રિટને સ્થાપેલા રાષ્ટ્રસમૂહ (કોમનવેલ્થ)ના દેશો વચ્ચે દર ચાર વર્ષે કોમનવેલ્થ ગેમ્સ અથવા રાષ્ટ્રકૂળ રમતોત્સવ યોજાય છે. આ વખતે ૨૧મી કોમનવેલ્થ ગેમ્સ ચોથી એપ્રિલથી ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ રાજ્યના ગોલ્ડ કોસ્ટ શહેરમાં શરૂ થઈ છે અને ૧૫ એપ્રિલે તે સમાપ્ત થશે. આ વખતની ગેમ્સમાં 71 દેશોનાં એથ્લીટ્સ ભાગ લઈ રહ્યાં છે. ભારતે 218 ખેલાડીઓને ગોલ્ડ કોસ્ટ મોકલ્યાં છે. આમાં આઠ પેરા-એથ્લીટ્સ (દિવ્યાંગ) પણ છે. આ વખતની ગેમ્સમાં 19 રમતોમાં કુલ 275 હરીફાઈઓ યોજાશે. એથ્લેટિક્સમાં ભારત 32 ખેલાડીઓને ઉતારશે. તો શૂટિંગમાં ભારત વતી પડકાર ફેંકશે 27 શૂટર્સ. વેઈટલિફ્ટિંગમાં 16, બોક્સિંગમાં 12, બેડમિન્ટનમાં 10, ટેબલટેનિસમાં 10 ખેલાડીઓ જંગમાં ઉતરશે.
કોમનવેલ્થ ગેમ્સન દર ચાર વર્ષે રમાય છે જેની શરૂઆત 1930માં થઈ હતી. ત્યારે તે ધ એમ્પાયર ગેમ્સ તરીકે જાણીતી હતી અને તેમાં 11 દેશોના 400 એથ્લેટ્સે ભાગ લીધો હતો. 1952માં પાંચમી ગેમ્સ વખતે તેનું નામ બ્રિટિશ એમ્પાયર એન્ડ કોમનવેલ્થ ગેમ્સ કરવામાં આવ્યું હતું. જ્યારે 1978માં કેનેડાના એડમન્ટનમાં રમાયેલી ગેમ્સ કોમનવેલ્થ ગેમ્સના નામથી જાણીતી બની હતી. એશિયામાં પ્રથમ વખત 1998માં મલેશિયામાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું. જ્યારે ભારતે 2010માં પ્રથમ વખત આ ગેમ્સની યજમાની કરી હતી..
 

 
ગુલામ દેશો પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા બ્રિટને કામનવેલ્થની શરૂઆત કરી
 
21મી સદીમાં કોમનવેલ્થ કેટલી પ્રાસંગિક છે? જે ઉદ્દેશ સાથે કામનવેલ્થની શરૂઆત થઈ હતી તે ઉદ્દેશો પર આજે કામનવેલ્થ યોજાય છે? કામનવેલ્થનો ઇતિહાસ કહે છે કે ગુલામ દેશો પર પોતાનું વર્ચસ્વ કાયમ રાખવા બ્રિટને કામનવેલ્થની શરૂઆત કરી હતી. વિકિપેડિયાનું માનીએ તો કામનવેલ્થ ‘રાષ્ટ્રકુળ દેશોનું’ એક સંગઠન છે (The Commonwealth of Nations). તે પહેલાં ‘બ્રિટિશ કામનવેલ્થ’ તરીકે ઓળખાતું હતું. કામનવેલ્થ 53 સ્વતંત્ર દેશોનું સંગઠન છે. આ 53 દેશો પર હંમેશાં બ્રિટનનો પ્રભાવ રહ્યો છે. આ દેશો બ્રિટનના ગુલામ રહી ચૂક્યા છે. ભારત પણ તેમાંનું એક છે! બ્રિટન દ્વારા કામનવેલ્થના નિયમો, ઉદ્દેશો ઘડવામાં આવ્યા, જેની ઘોષણા સિંગાપુરમાંથી કરવામાં આવી. કામનવેલ્થ ગેમ્સના મુખ્ય ઉદ્દેશો લોકશાહી, સાક્ષરતા, માનવાધિકાર, સારું પ્રશાસન (સુશાસન), મુક્ત વેપાર, કાયદાનું શાસન, વ્યક્તિ સ્વાતંત્ર્ય, વિશ્ર્વશાંતિ, સમાનાધિકારને પ્રોત્સાહન આપવાના હતા. આ તો થઈ કામનવેલ્થની વાત પણ તેનો ઇતિહાસ સારી રીતે જોઈએ તો ખબર પડે કે વાસ્તવમાં કામનવેલ્થ ગેમ્સની રચના આ બ્રિટિશરોએ ગુલામ દેશો પર પોતાનું પ્રભુત્વ કાયમ રાખવા કરી હતી.
કામનવેલ્થ (Common + Wealth = સહિયારી મિલકત) નામના સાઉન્ડિંગ શબ્દ દ્વારા બ્રિટિશરોનું આ બૌદ્ધિક, રાજકીય છેતરપિંડીવાળું પગલું હતું.
 

 
કામનવેલ્થ પાછળ બ્રિટિશરોની ખરાબ મંશા
 
કામનવેલ્થ એટલે સહિયારું, ન તારું કે ન મારું, આપણા સૌનું, કામનવેલ્થ પાછળ બ્રિટિશરોની ખરાબ મંશા હતી. કામનવેલ્થ દ્વારા એમણે એવો સંદેશો આપવા માગ્યો કે બધા દેશોની મિલકત સહિયારી છે, એટલે કે એક દેશ દ્વારા બીજા દેશની સંપત્તિનો ઉપયોગ થઈ શકે. કામનવેલ્થ દ્વારા બ્રિટિશરોએ આડકતરી રીતે એ સાબિત કર્યું કે અમે બીજા દેશની સંપત્તિ વાપરી શકીએ છીએ. આ નિયમ દ્વારા એ સાબિત થયું કે બ્રિટન તેના ગુલામ દેશોમાંથી જે સંપત્તિ લૂંટી લાવ્યું છે તેને પાછી આપવા તે બાધ્ય નથી. એક અંદાજ મુજબ બ્રિટિશરો માત્ર ભારતમાંથી 10 ટ્રિલિયન ડાલરની સંપત્તિ લૂંટી ગયા છે. અહીં વિચાર કરવા જેવો પ્રશ્ર્ન એ છે કે જો આ બ્રિટિશરોએ માત્ર ભારતને આટલું લૂંટ્યું હોય તો બાકીના 53 દેશોમાંથી (જે ગુલામ હતા) તેમણે કેટલું લૂંટ્યું હશે. અને હવે બ્રિટન તે સંપત્તિ પાછી આપવા બાધ્ય પણ નથી!
 
 

 
 
બ્રિટન ગંભીર હોય તો આવું કરી બતાવે?
 
કામનવેલ્થ અને તેના ઉદ્દેશોને તેના નિયમોને લઈને જો ખરેખર બ્રિટન ગંભીર હોય તો આ 53 દેશોમાંથી લૂંટીને બ્રિટને જે સંપત્તિ ઘરભેગી કરી છે તે પાછી કેમ આપી દેતું નથી? આ 53 દેશોમાં બ્રિટને છેલ્લાં 350 વર્ષથી લૂંટ મચાવી છે. આ દેશોની કલાત્મક, મોંઘેરી, મિલકતોને લૂંટીને ઇંગ્લન્ડે તેનાં મ્યુઝિયમોમાં સંગ્રહી રાખી છે. કેટલીક વસ્તુઓ સિક્રેટ વેરહાઉસમાં મૂકી રાખી છે, તો કેટલીક કલાત્મક વસ્તુઓ ઇંગ્લન્ડના રઈસ લોકો પાસે તેમના અંગત કલેક્શનમાં છે. ૨૦૧૦માં જ્યારે બ્રિટનના વડાપ્રધાન ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે ભારતે ‘કોહિનૂર’ પાછો આપવાની વાત કરી હતી, પણ બ્રિટિશ વડાપ્રધાને તેની ઘસીને ના પાડી દીધી. શા માટે? અહીં કામનવેલ્થના ઉદ્દેશો ક્યાં ગયા? Common + Wealth, સહિયારી મિલકતનો એ નિયમ ક્યાં ગયો? શું આ Commonwealth ના સ્પિરિટ વિરુદ્ધ નથી? 21મી સદીના સમયમાં પણ આપણા ગુલામીના ભૂતકાળને વાગોળતાં આવાં આયોજનો આપણે સ્વીકારવાં જોઈએ? બ્રિટન જેવા દેશો આ કામનવેલ્થ દ્વારા આજે પણ આપણને અહેસાસ કરાવે છે કે ભારત તેમનું ગુલામ હતું અને આજે પણ ભારત તેનાં પ્રભાવ હેઠળ છે. વર્ષ ૨૦૧૦માં કામનવેલ્થ ગેમ્સનું ભારતમાં આયોજન બીજું શું સૂચવે છે? એ સંગઠનની જ વાત કરીએ જેમાં ભારત સભ્ય છે તો તેણે આજ દિન સુધી ભારતની કઈ મદદ કરી. ચીન તથા પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન આ સંગઠને ભારતની કઈ મદદ કરી? દુષ્કાળ, પૂર જેવી કુદરતી આપત્તિ વખતે પણ આ સંગઠન ભારતથી દૂર રહ્યું છે? તો હવે આ બધું શા માટે? 

કામનવેલ્થનો વિચાર રજૂ કરતું પુસ્તક
 
1970માં રામ નારાયણે ""Freedom of India - A big Hoax'' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે કામનવેલ્થનો ઇતિહાસ અને તેનો વાસ્તવિક વિચાર રજૂ કર્યો છે. આ સમયે એટલે કે આઝાદી વખતે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ તેનો શિકાર બન્યા હતા.