કેન્દ્ર સરકારે કહ્યું સેલ્ફી માટે પ્રખ્યાત પણ અસુરક્ષિત સ્થાનો શોધી પાડો…

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 
 
આજે ભારત સહીત દુનિયામાં સેલ્ફીનો ક્રેજ છે. પણ સેલ્ફી લેવા યુવાનો જોખમ લેતા થઈ ગયા છે. આ ચક્કરમાં અનેક યુવાનોનો જીવ પણ જાય છે. જેની નોંધ સરકારે લીધી લાગે છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્ય સરકારને જણાવ્યું છે કે તમારા રાજ્યમાં આવેલ સેલ્ફીના અસુરક્ષિત સ્થળોની ઓળખ કરો એટલે કે જ્યા સેલ્ફી લેવી જોખમકારક હોય તે સ્થળોની ઓળખ કરો. ગૃહ રાજ્યમંત્રી હંસરાજે જણાવ્યું હતું કે સુપ્રસિધ્ધ પ્રવાસન સ્થળો પર જ્યા અસુરક્ષિત સેલ્ફી જોન હોય તેને તરત “નો સેલ્ફી જોન” જાહેર કરવાની જરૂર છે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી છે….