આધાર નંબરની જગ્યાએ હવે વર્ચુઅલ આઈડી આપશો તો ચાલશે. શું છે આ આઈડી? આ રીતે બનાવો.

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 
 
મોબાઈલનું સીમ કાર્ડ લેવું હોય, બેંકમાં ખાતું ખોલાવવું હોય અથવા કોઇ સરકારી કે બિન સરકારી સુવિધાઓ લેવી હોય તો હાલ તમારી પાસેથી પહેલા તમારુ આધાર કાર્ડ માંગવામાં આવે છે. જેનાથી પ્રાઈવસીનો પ્રાશ્ન થતો હતો. માહિતી લીક થવાનો ડર રહેતો હતો પણ સરકારે આનો ઉપાર શોધી નાખ્યો છે. જો તમે ટેક્નોસેવી હશો તો ખબર હશે કે જેમ વર્ચુઅલ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઓનલાઈન બનાવી શકાય છે, જેનો ઉપયોગ તમે એક નિશ્ચિત સમય માટે કરી શકો છો તેમ હવે તમે આધાર કાર્ડનું પણ વર્ચુઅલ કાર્ડ(આઇડી) બનાવી શકો છો અને આધાર કાર્ડની જગ્યાએ આ આઈડી આપશો તો તે માન્ય પણ ગણાશે…આ જાહેતાત યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) દ્વારા કરવામાં આવી છે.
વર્ચુઅલ આઈડી આ રીતે બાનાવો…
 
યુઆઈડીએઆઈ મુજબ જે તે વ્યક્તિ પોતાની જાતે જ આ આઈડી બનાવી શકશે. પણ તે માત્ર એક દિવસ પૂરતી જ ચાલશે. એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે આ આડી બની જશે. એક પ્રકારે આ એક નિશ્ચિત સમય માટેનો તમારો નંબર હશે જે આધાર કાર્ડની જેમ એક દિવસ પૂરતો તમે ઉપયોગ કરી શકશો. તમે આ આઈડી ગમે તેટલી વાર બનાવી શકો છો… 
 
આઈડી બનાવવા તમારે શું કરવાનું છે? તો પહેલાતો તમારે યુઆઈડીએઆઈની વેબ પર જવાનું છે. અહિં તમારઓ આધાર નંબર અને સિક્યુરીટી સંદર્ભની માહિતી આપશો એટલે તમને તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવાર્ડ આવશે. એ પાસવર્ડ આપશો એટલે તમારી સામે વર્ચુઅલ આઈડી જનરેટ કરવાનું ઓપ્શન તમારી સામે આવશે. તેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર આ આઈડી આવી જશે. જે એક દિવસ માટે ચાલશે. બીજા દિવસે તમે ફરીવાર આ રીતે આઈડી બનાવી શકો છો…