આજે અમેરિકાનાં ગાંધીની હત્યા થઈ હતી! એ પણ ગોળી મારીને!

    ૦૪-એપ્રિલ-૨૦૧૮

 
 
૪ એપ્રિલ ૧૯૬૮ના રોજ અમેરિકામાં નાગરિક અધિકારો માટે લડનારા માર્ટિન લૂથર કિંગ જૂનિયરની જેમ્સ અર્લ રે નામના વ્યક્તિએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. આ દિવસે કિંગ અમેરિકાના મેમ્ફિસ શહેરમાં સફાઈ કર્મચારીઓની ખરાબ પરિસ્થિતિના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા હતા એ સમયે જ તેમની હત્યા કરવામાં આવી. આ પછી હત્યા કરનારને ૯૯ વર્ષની સજા કરવામાં આવી હતી અને તેનું મૃત્યુ ૧૯૯૮માં જેલમાં થયુ હતુ…
 
મહત્વની વાત એ છે કે અમેરિકાના ગાંધી કહેવાતા અને વિયેતનામમાં અમેરિકા દ્વારા તે સમયે ચાલતા યુદ્ધનો વિરોધ કરનારા માર્ટિન લૂથર કિંગને ૩૫ વર્ષની નાની ઉંમરે જ શાંતિનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. માર્ટિન લૂથર કિંગ મહાત્માં ગાંધીના સિદ્ધાંતોથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે ૧૯૫૯માં ભારતની યાત્રા દરમિયાન આ યાત્રાને તીર્થયાત્રા ગણાવી હતી.