લોકોએ હાથીના બચ્ચાનો જીવ બચાવ્યો, માતાએ સૂંઢં ઊંચી કરી લોકોનો આભાર માન્યો…

    ૦૫-એપ્રિલ-૨૦૧૮

 
 
હરણનો શિકાર કરવા બદલ સલમાન ખાનને સજા થવાના સમાચાર આવ્યા છે ત્યારે બીજી બાજું માનવે પ્રાણીનો જીવ બચાવ્યો છે તેવા એક સમાચાર પણ આવ્યા છે. વાત જાણે એમ છે કે કેરલમાં થટ્ટેકડ વિસ્તારમાં ઉરૂલંથનામની નદી વહે છે.
 
આ નદીના કિનારે એક ખાડો પણ છે. હવે હાથીનું એક ટોળું અહિંથી પસાર થયું અને એક બચ્ચું તે ખાડમાં ફસાઈ ગયું. ઘણો સમય થયો એટલે ટોળું તો નદી પાર કરી પેલે પાર બચ્ચાની રાહ જોતું રહ્યું. બચ્ચું અને હાથીઓના અવાજથી થોડીવાર આ વિસ્તાર ગૂંજી ઉઠ્યો. આવામાં આ વાતની ખબર ત્યાં હાજર ફોરેસ્ટ અધિકારીને થઈ. તેમણે ગામના લોકોનો સાથ લઈ બચ્ચાને ખાડામાંથી બહાર કાઢવાનું અભિયાન શરૂ કર્યુ. આ બધું હાથીનું ટોળું થોડે દૂરથી જોઈ રહ્યું હતું. આખરે પાંચ કલાકની મહેનત પછી હાથીનું બચ્ચું ખાડામાંથી બહાર નીકળ્યું. અને લોકોની ખુશી વચ્ચે દોડીને તેની માતા પાસે પહોચી ગયું.
 
અહિં સુધી તો બરાબર હતું. માનવે એક સારું કામ કર્યું. પણ મહત્વની વાત એ છે કે માનવે જે કામ કર્યુ તેને હાથીઓનું ટોળું સમજી ગયું. ત્યાં હાજર સૌ લોકોનું અભિવાદન હાથીના ટોળાએ સૂંઢં ઊંચી કરી કર્યું. આ જોઇ લોકોનો ઉત્સાહ ખૂબ વધી ગયો….
 
જુવો તમે પણ આ વીડિયો…