પૃથ્વીરાજ ચૌહાણના વંશજોની વીરતા

    ૦૧-મે-૨૦૧૮

 
 
પૃથ્વીરાજ ચૌહાણની વીરતા અને ઔદાર્યતાથી આપણે થોડાક પરિચિત છીએ, પણ પરંતુ તેમની પેઢીના ધર્માંતરણ માટેના થયેલા પ્રયત્નો અને એ માટે થયેલ જુલ્મોથી આપણે મહદ્અંશે અપરિચિત છીએ.
પોતાનો ધર્મ પ્રાણ આપીને જાળવનાર પૃથ્વીરાજ ચૌહાણના બલિદાનથી વધુ ક્રૂર થયેલ વિધર્મી મોગલકાલીન શાસને, સ્વાતંત્ર્ય સેનાનીના વંશજો પર અત્યાચારની અનેક રસમો અજમાવી. એમણે લગભગ ૭૦૦ વર્ષ પહેલાં ઇસ્લામ પંથ પૂર્ણત: ન કબૂલતાં અમુક રસમો અનુસરવાનું મજબૂરીવશ સ્વીકાર્યું, જેવી કે લગ્નના સાત ફેરાના બદલે મૌલવી પાસે નિકાહ કબૂલ કરવા, મૃત્યુ બાદ અગ્નિદાહને બદલે દફનવિધિ કરવી. મુગલશાહી ગઈ - બ્રિટિશરો ગયા આઝાદીના સાત દાયકામાં આ સમાજ ભારતીય સમાજનો હિસ્સો બનીને જીવ્યો, પરંતુ નિકાહમાં ગણેશ સ્થાપન, ગણેશની સ્તુતિ, કુળદેવી આશાપુરામાં શ્રદ્ધા આ બાબતો તેમણે જાળવી રાખેલી જે કટ્ટરવાદીઓને કઠવા માંડી અને તેમણે છેલ્લા દોઢ બે દાયકામાં મુસ્લિમ દેશોમાંથી આવતાં નાણાંમાંથી મોટાપાયે મસ્જિદોનું નિર્માણ, નમાજ પઢવા માટે વેતન અને ગલ્ફ ક્ધટ્રીમાં યુવાનોને રોજગારીનાં પ્રલોભનો જેવી રીતો અજમાવવા માંડી, જેનો મુખ્ય હેતુ ચૌહાણ વંશ જ ચીતા અને મહેરાત સમાજના યુવાનોને આતંકવાદી ગતિવિધિમાં સંમલિત કરવાનો હતો.
હવે, રાજસ્થાનના અજયસરની બાજુમાં મસનિયા ગામે રહેતા ચૌહાણ વંશજ જગદીશસિંહનો આત્મા ઊકળી ઊઠ્યો. ભાવી પેઢી ધર્મના નામે આતંકવાદના રસ્તે જતી અટકે એ માટે તેમણે પોતાની માતાના અગ્નિસંસ્કાર કર્યા ! પૂર્વજોએ મજબૂરીથી સ્વીકારેલ રસમને ફેંકી દીધી.
ધર્મએ અંદર કોળાતું સત્ય છે. ઉપરથી લદાયેલી રીતે અસત્ય છે એટલે અધર્મ છે.
જગદીશસિંહે પૃથ્વીરાજ ચૌહાણે પિતૃઋણમાંથી મુક્ત થવાનું ઉમદા કાર્ય કર્યું છે. તેમને અંતરથી નમન.
- નરેન્દ્ર ત્રિવેદી