બોલો... દિલ્હીમાં એક મિયાંએ ગાય પર કેસ કર્યો

    ૧૧-મે-૨૦૧૮


 

દિલ્હીના સદર બજારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ૪૫ વર્ષનો મહમ્મદ શકીલ નામનો શખ્સ કોઈ કામ અર્થે દિલ્હીના સદર બજારમાં પોતાની સ્કૂટી પર જઈ રહ્યો હતો ત્યારે તેને એક ગાયની ટક્કર વાગતાં જમીન પર પટકાયો હતો અને તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. બાદમાં તેણે ગાય વિરુદ્ધ એફઆઈઆર નોંધાવતાં પહેલાં તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. બિચારી પોલીસ હવે ગાયને શોધવા અહીંના સીસીટીવી કેમેરા ફંફોળી રહી છે.