બુલંદ શહેરમાં મહિલાને સાપ કરડતાં સારવાર કરાવવાને બદલે ભેંસના છાણમાં દબાવી દીધી

    ૧૧-મે-૨૦૧૮


 

બુલંદ શહેરની ૩૫ વર્ષીય દેવીન્દ્રી ચુલ્હા પર જમવાનું બનાવવા માટે ઘરથી થોડે દૂર લાકડાં લેવા ગઈ હતી અને અચાનક લાકડાની પાછળ છુપાયેલા સાપે દેવીન્દ્રીને ડંશ માર્યો. દેવીન્દ્રીએ તેના પતિ મુકેશને જણાવ્યું અને બાદમાં ઘર પર લોકો એકઠા થવા લાગ્યા. અહીં એક એવા શખ્સને બોલાવવામાં આવ્યો જે ખુદને મદારી બતાવે છે અને દાવો કરે છે કે તે કોઈપણ પ્રકારના ઝેરીલા સાપનું ઝેર કાઢી શકે છે. પરિવાર અને પાડોશીઓએ ઇલાજ કરાવવાને બદલે દેવીન્દ્રી પર છાણ લીપી દીધું. કલાકો સુધી દેવીન્દ્રી ગોબરમાં દબાયેલી રહી અને આખરે તડપી-તડપીને તેનું મોત થયું હતું.