ચીનના ૮૫ વર્ષના વૃદ્ધ કોઈ તેમને દત્તક લે તેવું ઇચ્છે છે

    ૧૧-મે-૨૦૧૮


 

ચીનમાં ૮૫ વર્ષના વૃદ્ધ હેન જીચેંગ ઇચ્છે છે કે તેમને કોઈ દત્તક લે. તેમને દત્તક લેવા તૈયાર હોય તેવું કોઈ મળી જાય તે માટે તેઓ રોજ સાઇકલ પર ફરે છે. જાણીને આશ્ર્ચર્ય થાય તેવી વાત છે, પણ સત્ય છે. હેન કહે છે, ‘હું ૮૫ વર્ષનો એકલો માણસ છું. શરીર સશક્ત છે, શોપિંગ કરી શકું છું, રસોઈ બનાવતાં આવડે છે. જાતે મારું ધ્યાન રાખી શકું છું. તિયાનજિનની એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી નિવૃત્ત થયો છું. મને દર મહિને ૯૫૦ ડૉલર પેન્શન મળે છે. હું નર્સિંગ હોમ જવા નથી ઇચ્છતો. આશા છે કે કોઈ દયાળુ માણસ મને દત્તક લઈ લેશે, મારી સંભાળ લેશે. મારા નિધન પર કોઈ અંતિમ સંસ્કાર કરશે.’