ઉત્તરપ્રદેશના મેન્ગોમેન : એક વૃક્ષ પર ૩૦૦ પ્રકારની કેરીઓ ઉગાડી છે

    ૧૧-મે-૨૦૧૮


 

આંધ્રપર્દેશમાં કુપ્પાલા કૃષ્ણાનો કિસ્સો તો કંઈ નથી. ઉત્તરપ્રદેશમાં હાજી કલીમઉલ્લા ખાન નામના એક જિનિયસ ખેડૂત છે. જેમના ખેતરમાં એક વૃક્ષ પર ૩૦૦ અલગ-અલગ પ્રકારની કેરીઓ ઉગે છે. ૧૯૫૭ની સાલથી તે આંબાની ખેતી કરે છે. તેમનું ખેતર પાંચ એકરમાં ફેલાયેલું છે જ્યાં તેમણે જાતજાતની કેરીઓની પ્રજાતિઓ વિકસાવી છે. કલમ પદ્ધતિ દ્વારા તેમણે એક વૃક્ષ પર ૩૦૦ પ્રજાતિઓ ઉગાડી છે. કેરીઓ સ્વાદ, દેખાવ, સ્મેલ આકારની દૃષ્ટિએ વૈવિધ્ય ધરાવે છે. તેમની આંબા અને બાગાયત વિશેની ઊંડી સમજને કારણે ૨૦૦૮માં કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી ખિતાબથી સન્માનિત કર્યા હતા. ત્રણ વર્ષ પહેલાં કલીમઉલ્લાએ નવી પ્રજાતિની કેરી ઉગાડી હતી. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામનમો આમઆપ્યું હતું. તેમણે ગયા વર્ષે રાજ્યના મુખ્યપ્રધાનના નામે યોગી આમ પણ ઉગાડી છે.