એક દલિત કિશોરીએ મહંમદને મોબાઈલ નંબર આપવાની ના પાડી અને પછી...

    ૧૬-મે-૨૦૧૮

 
ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાં મહંમદ નામના એક શખ્સે દલિત કિશોરીને એટલા માટે જીવતી સળગાવી દીધી, કારણ કે તેણે પોતાનો મોબાઈલ નંબર તેને આપવાની ના પાડી દીધી હતી. આરોપી મહંમદ બળજબરીથી દલિત કિશોરીના ઘરમાં ઘૂસી ગયો અને તેનો મોબાઈલ નંબર માગ્યો, પરંતુ કિશોરોએ ન આપતાં તેને તેના જ ઘરમાં માર માર્યો હતો અને કેરોસીન છાંટી તેને આગ લગાવી દીધી હતી.  આગ લગાડાયેલી દલિત કિશોરી લગભગ ૮૦ ટકા જેટલી દાઝી જતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવી પડી હતી. જ્યાં તેની હાલત ગંભીર હોવાના અહેવાલ છે.