વોટ્સ એપમાં don’t touch here પર ટચ કરવાથી મોબાઇલ હેંગ કેમ થઈ જાય છે?

    ૧૬-મે-૨૦૧૮ 

વોટ્સ એપ પર હાલ એક મેસેજ વાઇરલ થઇ રહ્યો છે. જેને ટચ કરવાથી જ તમારો મોબાઇલ હેંગ થઇ જાય છે. don’t touch here નો મેસેજ આવે અને નીચે લખ્યું હોય કે don’t touch here ને ટચ કરવાથી તમારો મોબાઈલ હેંગ થઇ જશે. આપણે પણ જાણવા માટે તેના પર ટચ કરીએ છીએ અને હકિકતમાં આપણો મોબાઈલ થોડીવાર માટે હેંગ થઈ જાય છે.

હેંગ થયા પછી આપણે પહેલા તો મેસેજ મોકલનારાને ગાળો આપીએ છીએ અને પછી વિચારીએ છીએ કે આવું કેવી રીતે થાય? આ કોઇ વાઇરસ હશે? મારા મોબાઈલનો ડેટા ચોરાઈ તો નહિ જાય ને? આ મેસેજને ટચ કર્યા પછી મારો મોબાઇલ સેફ તો છે ને?


 

આવા પશ્નો પછી આપણે કદાચ તરત જ મોબાઈલને રીસ્ટાટ કરીએ છીએ. અને શાંતિ અનુભવીએ છીએ. પણ પેલા મેસેજ નો જવાબ મળતો નથી કે સાલુ આવું થાય કઈ રીતે? તો એમા કંઇ મોટી ધાડ નથી મારવાની. તમે પણ આ રીતે મેસેજ બનાવી કોઇને મોકલી તેનો મોબાઈલ આ રીતે હેંગ કરી શકો છો. તે કોઇ વાઇરસ નથી એક માત્ર ટ્રીક છે. ટેક્નિકલ ટ્રીક. કોમ્યુટરની ભાષા જાણતા હો તો કોડની ટ્રીક છે….તો આવો જાણીએ એ ટ્રીક કઈ છે….

 

 
 

 

બોલો તમારે આવો મેસેજ કોઇને મોકલવો છે? આ રહી રીત

અઘરું નથી. અને મફતમાં આ બધું થાય છે. પહેલા તો નીચે આપેલી લિંક પર જાવ…

https://pastebin.com/G4TqNSmz

અહિં RAW Paste Data ના બોક્સમાં don’t touch here લખ્યું હશે તેને કોપી કરો જેને મોકલવો હોય તેને વોટ્સ એપ કરો. એના પર જે પણ ટચ કરશે તેનો મોબાઇલ તરત હેંગ થઇ જશે. છે ને એક દમ સરળ. અને હા ફ્રીમાં છે….

 

 

 

પણ ટચ કરવાથી આવું થાય છે કેમ?

આગળ કહ્યું તેમ આ ટેક્નિકલ બાબત છે. એનકોડિંગનો આખો ખેલ છે. don’t touch here કોડને આસ્કી ASCII કોડમાં કન્વર્ટ કરો તો તમને ખબર પડશે કે આ don’t touch here ૬૦૦૦ જેટલા અક્ષરો છુપાયેલા છે. તમે કહેશો કે આ ASCII એ શું છે. તો ટૂંકમાં માહિતીની આપલે કરવા અમેરિકાએ આ કોડ બનાવ્યો છે. જેનાથી મોટો સંદેશ નાનો કરી કોઇને મોકલી શકાય. જેનું પૂરું નામ American Standard Code For Information Interchange છે. હવે don’t touch here ની સાઈઝ માત્ર 2kbની જ છે પણ તેમાં ૬૦૦૦ કરતા વધારે શબ્દો છે. હવે તેના પર તમે ટચ કરો એટલે આટલા બધા શબ્દો વોટ્સ એપ પર લોડ થાય. સ્વાભાવીક છે તેને વાર તો લાગે ને. વોટ્સએપની આટલા શબ્દો લોડ કરવાની ક્ષમતા જ નથી. એટલે તે હેંગ થઇ જાય છે. ૬-૭ સેકન્ડ પછી એક મેસેજ આવે છે કે whatsapp isn't responding, માટે તેને બંધ કરી દો. બસ આ જ વાત છે. તેને બંધ કરો એટલે પાછો તમારો મોબાઇલ જેવો હતો તેવો થઇ જાય છે….