ચાર્લી ચેપ્લીનની લાશ કબરમાંથી ચોરાઈ ગઈ હતી જે આજે મળી હતી

    ૧૭-મે-૨૦૧૮

 
 
ફિલ્મસ્ટાર, કોમેડીયન, એક્ટર ચાર્લી ચેપ્લીનને કોણ ના ઓળખે? ફિલ્મ જગતમાં આ એક અમર નામ છે. ચાર્લીનો જન્મ ૧૮૮૯માં લંડનમાં અને અવસાન ૧૯૭૭માં થયું. આ તો માત્ર માહિતી છે પણ તમને ખબર છે ચેપ્લીનના મૃત્યુના ત્રણ મહિના પછી તેના શબની તેના કબરમાંથી ચોરી થઈ હતી. આ શબ ચોરનારાઓએ આવું ચાર્લીના પરિવાર પાસેથી પૈસા મેળવા આવું કર્યું હતુ. આ ચોરોએ ચાર્લીનું શબ પાછું આપવા ચાર લાખ પાઉન્ડની માગ કરી હતી. આ ચોરોને આ પૈસા તો ન મળ્યા કેમ કે પોલિસે આ ચોરોને પકડી પાડ્યા પણ ચાર્લીનું શબ આજે એટલે કે ૧૭ મે (૧૯૭૮)ના રોજ મળ્યું હતુ.