અફઘાનિસ્તાનમાં આઈએસને અમેરિકા મદદ કરે છે કે ચીન ?

    ૧૭-મે-૨૦૧૮


 

દુનિયાના મોટા મોટા દેશોમાં બની રહેલી ઘટનાઓ અને ખાસ તો અમેરિકા-ચીન સંઘર્ષ તથા ઉત્તર કોરિયા ઢીલું પડ્યું સમાચારના કારણે દુનિયામાં બની રહેલી બીજી એક મોટી ઘટના તરફ લોકોનું ધ્યાન નથી ગયું. અફઘાનિસ્તાન લાંબા સમયથી હિંસાની આગમાં હોમાયેલું છે પણ હવે અચાનક ત્યાં પ્રકારની ઘટનાઓ વધવા માંડી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગયા અઠવાડિયે બોમ્બ વિસ્ફોટ થયા જેમાં નવ પત્રકારો સહિત ૪૦ જણા માર્યાં ગયાં. હુમલા પહેલાં અફઘાનિસ્તાનના અન્ય શહેર કંદહારમાં થયેલા આત્મઘાતી હુમલામાં ૧૧ બાળકો મોતને ભેટેલાં. હજુ ગયા અઠવાડિયે કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૬૦ જણાનાં મૃત્યુ થયાં હતાં અને ૧૨૯ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. તો માત્ર ત્રણ મોટા હુમલાની વાત કરી પણ છેલ્લા એક પખવાડિયામાં અફઘાનિસ્તાનમાં મોટા આતંકવાદી હુમલા થયા છે અને તેમાં સત્તાવાર રીતે ત્રણસો કરતાં વધારે લોકો મર્યાં છે. છેલ્લા કેટલાય સમયથી અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટો અને આત્મઘાતી હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને આવા હુમલાઓમાં સેંકડો નિર્દોષ અફઘાનો મરી રહ્યા છે.

ભારત માટે અફઘાનિસ્તાનમાં સ્થિરતા જરૂરી

યુનાઈટેડ નેશન્સે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિતના સ્થળે થયેલા હુમલાઓને વખોડી કાઢતાં તેને અભિવ્યક્તિની આઝાદી પરનો સીધો હુમલો ગણાવ્યો કેમ કે હુમલો મીડિયામા ડર પેદા કરવા કરાયેલો અને હુમલો કોણે કરાવેલો ? ઈસ્લામિક સ્ટેટ. વાત માન્યામાં નહીં આવે પણ સાચી છે. હુમલાઓની જવાબદારી કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે સ્વીકારી છે. અફઘાનિસ્તાનમાં જે નવી હોળી સળગી છે તેમાં ઈસ્લામિક સ્ટેટ સામેલ છે ખરેખર ચોંકાવનારી વાત કહેવાય. વધારે મહત્ત્વની વાત છે કે, અફઘાનિસ્તાન જેના કારણે તબાહ થઈ ગયું તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ સામસામે આવી ગયાં છે.

અફઘાનિસ્તાનમાં જે નવો સંઘર્ષ શરૂ થયો છે સત્તા કબજે કરવા માટેનો છે કહેવાની જરૂર નથી. અફઘાનિસ્તાનમાં જુલાઈમાં સંસદની ચૂંટણી થવાની હતી પણ તાલિબાને એલાન કર્યું કે ચૂંટણી નહીં થવા દે. તેમણે ઉપરાછાપરી હુમલા શરૂ કર્યા ને હાલત કરી નાંખી કે ચૂંટણી મોકૂફ રાખવી પડી. હવે ચૂંટણી ઓક્ટોબરમાં થવાની છે. જો કે જે પ્રકારનો અત્યારે માહોલ છે જોતાં ઓક્ટોબરમાં પણ ચૂંટણી થશે કે કેમ તે અંગે શંકા છે. સંજોગોમાં અફઘાનિસ્તાનમાં સ્થિરતા આવશે નહીં ને આપણા માટે ચિંતાનો વિષય કહેવાય. ભારત માટે મુદ્દો બે રીતે ચિંતાનો છે. પહેલું કે અફઘાનિસ્તાન સતત હિંસાની આગમાં હોમાયેલું રહે તો આપણાં આર્થિક હિતો જોખમાય. ભારતનાં આર્થિક હિતો મોટા પ્રમાણમાં અફઘાનિસ્તાન સાથે સંકળાયેલાં છે. અફઘાનિસ્તાનની નવી સસંદનું નિર્માણ આપણે કર્યું છે ને આવા તો સંખ્યાબંધ પ્રોજેક્ટ આપણે ત્યાં કરી રહ્યા છીએ. સિવાય અફઘાનિસ્તાન સાથે વેપાર માટે એર કોરીડોર બનાવીને આપણે મોટા પ્રમાણમાં નિકાસ ચાલુ કરી છે ને તેનો પણ મોટો ફાયદો ભવિષ્યમાં આપણને મળી શકે તેમ છે. અફઘાનિસ્તાનમાં હિંસા ચાલુ રહે તો બધું ઠપ્પ થાય. બીજું કે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટ કે તાલિબાન મજબૂત થાય તેનો અર્થ કે ભવિષ્યમાં લોકો કાશ્મીરમાં હિંસા ફેલાવતાં સંગઠનોને પણ હાથમાં લે ને તેના કારણે આપણે ત્યાં આતંકવાદ વધે.

ઇસ્લામિક સ્ટેટની ઘૂસણખોરી ચિંતાજનક

અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટની ઘૂસણખોરી ચિંતાજનક છે. અફઘાનિસ્તાનમાં આતંકવાદી સંગઠન આઇએસ પગ જમાવવા મથી રહ્યું છે ને તેનું કારણ શું તે સમજવા જેવું છે. ઇરાક અને સીરિયામાં કારમો પરાજય વેઠ્યા પછી ઇસ્લામિક સ્ટેટને પગ જમાવવા કોઈ દેશ જોઈએ ને કટ્ટરવાદના પ્રભાવના કારણે અફઘાનિસ્તાન દેશ બની શકે તેમ છે. ઈસ્લામિક સ્ટેટને આતંકવાદ માટે જે નાણાં જોઈએ તે પણ અફઘાનિસ્તાનમાંથી મળી શકે તેમ છે. દર વર્ષે અફઘાનિસ્તાનમાં આશરે નવ હજાર ટન અફીણનું ઉત્પાદન થાય છે. અફીણ વેચીને પૈસા કમાવવા અને રકમ દ્વારા આધુનિક હથિયારો વસાવવાનું આતંકવાદી સંગઠનોને ફાવી ગયું છે. તાલિબાન પણ ધંધો કરતું અને હવે ઇસ્લામિક સ્ટેટ પણ રસ્તે છે. તાલિબાન બાદ ઇસ્લામિક સ્ટેટ પણ અફઘાનિસ્તાનમાં અફીણના ધંધા પર કબજો કરવા મથી રહ્યું છે તેના કારણે બંને સામસામે આવી ગયાં છે.

ઇસ્લામિક સ્ટેટનો અફઘાનિસ્તાનમાં કેટલો પ્રભાવ વધ્યો છે તેની ખબર દુનિયાના મોટા દેશો જે અહેવાલ આપે છે તેના પરથી આવી જાય. થોડા સમય પહેલાં રશિયાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના દસ હજાર કરતાં વધારે આતંકવાદીઓ મોજૂદ છે અને સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. થોડા વખત પહેલાં પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે પણ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનના નવ પ્રાંતોમાંથી આઠ પ્રાંતોમાં ઇસ્લામિક સ્ટેટ સક્રિય છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે અફઘાન સરકારનું ત્યાંની પરિસ્થિતિ પર નિયંત્રણ રહ્યું નથી. અમેરિકાએ પણ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટની હાજરીને ગંભીરતાથી લીધી છે.

ગયા વર્ષે એપ્રિલમાં અમેરિકાએ અફઘાનિસ્તાનના પૂર્વીય પ્રાંતમાંમધર ઓફ ઓલ બોમ્બગણાતો પ્રચંડ શક્તિશાળી બોમ્બ ઝીંક્યો હતો. અમેરિકી લશ્કરના અધિકારીઓનો દાવો હતો કે બોમ્બથી ઇસ્લામિક સ્ટેટની કમર તૂટી જશે પણ એવું બન્યું નથી. ખતમ થઈ જવાના બદલે ઇસ્લામિક સ્ટેટ અફઘાનિસ્તાનમાં વધારે ને વધારે મજબૂત બની રહ્યું છે. અમેરિકાના અધિકારીઓ દાવો કરે છે કે નાટો સેનાના હુમલાઓમાં અત્યાર સુધી સેંકડો આઇએસના આતંકવાદીઓ માર્યા ગયા છે પણ સાથે નાટોના અધિકારીઓ પણ વાત કબૂલ કરે છે કે તેમના ભારે હુમલા છતાં અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનું જોર વધી રહ્યું છે.

આઈએસ તાલિબાન કરતાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે

ઇસ્લામિક સ્ટેટ તાલિબાન કરતાં ખતરનાક છે કહેવાની જરૂર નથી. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ ઇરાક અને સીરિયામાં લડવાનો ખાસો અનુભવ ધરાવે છે તેના કારણે લોકો ઝડપથી આગળ વધી રહ્યા છે. બીજું કે ઇસ્લામિક સ્ટેટ અત્યંત ક્રૂર આતંકવાદી સંગઠન છે અને તે અફઘાનિસ્તાનમાં બર્બર હુમલા કરે છે. હુમલાઓના કારણે અનેક અફઘાન લોકો પોતાના સ્થાન છોડીને નાસી રહ્યાં છે. ઇસ્લામિક સ્ટેટની ક્રૂરતાથી તાલિબાન પોતે પણ ફફડી રહ્યું છે. એક સમય તો એવો પણ આવ્યો કે ઇસ્લામિક સ્ટેટના ખોફથી તાલિબાન પણ અફઘાનિસ્તાન સરકાર સાથે બેસી જવા વિચારવા માંડેલું. વર્ષે ફેબુ્રઆરીમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાન સમક્ષ શાંતિ માટે મંત્રણાની ઓફર મોકલી હતી. તાલિબાને તેને સત્તાવાર રીતે ફગાવી દીધી પણ અંદરખાને તે વાટાઘાટો કરી રહ્યા હોવાના અહેવાલ છે.

ઘટનાક્રમ વચ્ચે એક બીજી વાતને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. અફઘાનિસ્તાનમાં એક મોટો વર્ગ એવો આક્ષેપ કરે છે કે તાલિબાનને ખતમ કરવા અમેરિકા ઇસ્લામિક સ્ટેટને મદદ કરે છે. લોઢું લોઢાને કાપે હિસાબે આતંકવાદીઓનો ઉપયોગ કરીને અમેરિકા આતંકવાદીઓને નાથવા મથે છે. અમેરિકા વાતનું ખંડન કરે છે પણ અમેરિકા ગમે તે કરી શકે. એવો આક્ષેપ પણ થાય છે કે ઇસ્લામિક સ્ટેટને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા મદદ કરી રહી છે. અને તેની પાછળ ચીન છે. ચીનને અમેરિકાની મેથી મારવામાં રસ છે તેથી તે ઇસ્લામિક સ્ટેટને આગળ કરી રહ્યું છે. વાત સાચી છે કે નહીં ખબર નથી પણ દુનિયામાં ગમે તે બની શકે. જો કે જે હોય તે પણ તેના કારણે એશિયા પર ખતરો વધ્યો છે તેમાં શંકા નથી.

જય પંડિત