દિન-વિશેષ : આધુનિક લદ્દાખના નિર્માતા ૧૯મા કુશક બકુલા રિમ્પોછે...

    ૧૭-મે-૨૦૧૮

 

 
 
૧૯ મેએ ૧૯મા કુશક બકુલા રિમ્પોછેજી જન્મશતાબ્દી પર વિશેષ

૧૯મી મે, લેહ-લદ્દાખ ક્ષેત્રના પ્રમુખ ધાર્મિક તથા રાજકીય મહાનુભાવ ૧૯મા કુશક બકુલા રિમ્પોછેનો જન્મદિન છે. વર્ષ તેમનું જન્મશતાબ્દી વર્ષ હતું અને સમગ્ર ભારતમાં તેની ઉજવણી થઈ, જે અંતર્ગત સમગ્ર દેશમાં ચાર યાત્રાઓ યોજાઈ હતી. ચારેય યાત્રાઓનું સમાપન ૧૫મી મેના રોજ લેહમાં થયું. યાત્રામાં કોઈ ઔપચારિક રથ વગેરે નહોતા પણ વિચારપ્રવાહ કાર્યક્રમ, ગોષ્ઠિઓ, સમૂહચર્ચા, પ્રદર્શની, પ્રેસવાર્તા વગેરે અનેક કાર્યક્રમો યોજાયા હતા. અવસરે ૧૯મા કુશક બકુલા રિમ્પોછેજીના જીવન કવન વિશેની એક વિશેષ પ્રસ્તુતિ પ્રસ્તુત છે...

૧૯મા કુશક બકુલા (લોબજંગ થુબતન છોગનોર)નો જન્મ ૧૯મી મે, ૧૯૧૭માં જમ્મુ-કાશ્મીરના લદ્દાખ ક્ષેત્રમાં લેહથી ૨૨ કિ.મી. દૂર માથો નામના એક ગામમાં એક રાજપરિવારમાં થયો હતો. સન ૧૯૨૨માં ૧૩મા દલાઈ લામાએ લોબજંગ થુબતન છોગનોરની ૧૯મા કુશક બકુલાના‚રૂપમાં વરણી કરી. વર્ષ તેમની જન્મશતાબ્દીનું વર્ષ છે, જેને આખો દેશ અને અન્ય ધાર્મિક, સામાજિક સંસ્થાઓ પણ ઘણી શ્રદ્ધા અને સન્માનની સાથે મનાવી રહી છે.

ભગવાન બુદ્ધના ૧૩ પ્રિય શિષ્યો હતા. એમનામાંથી એકનું નામ હતું બકુલા. ૧૩ શિષ્યોને અર્હત તરીકે ઓળખવામાં આવતા હતા. આથી બકુલા પણ અર્હત બકુલા કહેવાતા હતા. બૌદ્ધ માન્યતા મુજબ ભગવાન બુદ્ધના નિર્વાણ (દેહત્યાગ)ના સમયે તમામ અર્હતો (શિષ્યો) પ્રતિજ્ઞા કરી કે તેઓ પોતાની મુક્તિનો વિચાર ત્યાગી દઈ ભગવાન બુદ્ધનાં વચનોને અને તેમની શિક્ષાને દુનિયાભરમાં ફેલાવી પ્રાણિઓના સંતાપથી મુક્ત નહીં કરે ત્યાં સુધી તેઓ દેહત્યાગ નહીં કરે અને જો તેમનું શરીર નહીં રહે તો પણ તેઓ પુન: પુન: જન્મ લઈ જીવમાત્રના કલ્યાણ માટે પ્રયત્ન કરતા રહેશે. અર્હત બકુલાએ પણ આવું કર્યંુ. તે અત્યાર સુધી વીસ વાર જન્મ લઈ ચૂક્યા છે.

કુશલ બકુલાને બૌદ્ધદર્શનની શિક્ષા પ્રાપ્ત કરવા માટે સન ૧૯૨૬માં તિબ્બેટની રાજધાની લ્હાસાના-દેયુગ વિશ્ર્વ વિદ્યાલયમાં મોકલવામાં આવ્યા. ત્યા તેઓએ ૧૪ વર્ષ સુધી બૌદ્ધદર્શન અને અન્ય વિષયોનું ગહન અધ્યયન કર્યું. ૨૫ વર્ષની ઉંમરમાં તેમને અતિ પ્રતિષ્ઠિતગેશેની ઉપાધિ આપવામાં આવી. ઉપાધિ લગભગ એવી છે જેમ કે સામાન્ય વિશ્ર્વ વિદ્યાલયોમાં પી.એચડી.ની ડિગ્રી હોય છે.

લદાખના ગામેગામ ફર્યા

સન ૧૯૪૦માં ગેશે કુશક બકુલા પાછા લદ્દાખ પરત ફર્યા. તેમણે સ્વયંને લદ્દાખ અને દેશને સમર્પિત કરતાં આખા લદ્દાખનું ભ્રમણ કર્યંુ. અહીં ઉલ્લેખનીય છે કે લદ્દાખ આજે ભારતમાં છે, જેમાં એક મહત્ત્વપૂર્ણ યોગદાન કુશક બકુલાનું રહ્યું છે. પહેલાં તેઓ ગામેગામ ફરી ફરીને લદ્દાખના લોકોને એક સમાજસુધારકના રૂપમાં શિક્ષણ માટે પ્રેરિત કરતા રહ્યા હતા. સામાજિક દૂષણો અને કુપ્રથાઓની સમાપ્તિ માટે જન-જાગરણ અભિયાન ચલાવી રહ્યા હતા. મોટાભાગે બૌદ્ધભિક્ષુ, બૌદ્ધ વિહારો સુધી પોતાને સીમિત રાખતા હોય છે, પરંતુ કુશક બકુલા ત્યાં સુધીમાં એક પ્રતિભાશાળી વિદ્યાર્થી, એક સમાજસુધારક એક દેશભક્ત યૌદ્ધાનું પોતાનું રૂપ દેશ-દુનિયાને બતાવી ચૂક્યા હતા.

નહેરુએ તેમને રાજનીતિમાં આવવાની સલાહ આપી

તેમની આવી વિલક્ષણ પ્રતિભાને ધ્યાનમાં રાખતાં અને લદ્દાખમાં ભારતીય સેનાને તેમની મદદના સમ્માન ‚પે તત્કાલીન સેનાધિકારી કરિઅપ્પાએ કુશક બકુલાની તત્કાલીન પ્રધાનમંત્રી પં. જવાહરલાલ નહેરુ સાથે પણ મુલાકાત કરાવી. સન ૧૯૪૯માં કુશક બકુલાનાં નિમંત્રણ પર પં. નહેરુ લદ્દાખયાત્રા પર ગયા હતા. તેમના સ્વાગતમાં સ્વયં યુવા કુશક બકુલા ત્યાં હાજર હતા. પં. નહેરુએ તેમને રાજનીતિમાં આવીને કામ કરવાની સલાહ આપી. બીજી તરફ કાશ્મીર રાજ્યમાં શેખ મુહમ્મદ અબ્દુલ્લાએ સત્તા સંભાળતાં એકબિગ એસ્ટેટ અબોલિશન એક્ટલાગુ કર્યો, જે મુજબ કોઈ વ્યક્તિ અથવા સંસ્થા ૧૨૦થી વધારે જમીન પોતાની પાસે નહીં રાખી શકે. કાયદાનો લદ્દાખમાં ખૂબ વિરોધ થયો. લદ્દાખમાં બૌદ્ધ વિહારો, મઠો અને ગોમ્પાઓની સંપૂર્ણ અર્થવ્યવસ્થા ખેતી ઉપર આધારિત હતી. કુશક બકુલાએ લદ્દાખના તમામ મઠોના પ્રતિનિધિઓને એકત્ર કર્યા અનેઅખિલ લદ્દાખ ગોમ્પા સમિતિની રચના કરી. કુશક બકુલાને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. સમિતિના અધ્યક્ષના ‚પમાં કુશક બકુલા એક પ્રતિનિધિ મંડળની સાથે પહેલાં શેખ અબ્દુલ્લાને મળ્યા, પરંતુ કોઈ પરિણામ આવતું જોતાં તેઓ દિલ્હીમાં પં. નહેરુને મળ્યા. પં. નહેરુએ તેમને ડૉ. આંબેડકરને મળવાની સલાહ આપી. ડૉ. આંબેડકરે પ્રતિનિધિ મંડળની મદદ કરી. પરિણામ સ્વ‚ લદ્દાખના મઠો અને ગોમ્પાઓને લેન્ડ સીલિંગ એક્ટમાંથી મુક્તિ મળી જે આજ-દિન સુધી કાર્યાન્વિત છે. એનું સંપૂર્ણ શ્રેય કુશક બકુલાને જાય છે.

૧૯૫૧માં જ્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે લદ્દાખના લોકોએ સંવિધાન સભામાં જવા માટે કુશક બકુલાને આગ્રહ કર્યો. તેની પાછળ લદ્દાખીઓના મનમાં એવો અટૂટ વિશ્ર્વાસ હતો કે જો કુશક બકુલા સંવિધાન સભામાં હશે તો લદ્દાખ અને રાષ્ટ્રીય હિતોની રક્ષા થઈ શકશે. જોકે સંવિધાન સભાની ચૂંટણીમાં વિરોધ પક્ષના મોટાભાગના ઉમેદવારી પત્રો રદ કરી દેવામાં આવ્યા હતા અને કુશક બકુલા નિર્વિરોધ ચૂંટાઈ ગયા. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે લદ્દાખ સાથે જોડાયેલ અનેક મુદ્દાઓ પર પ્રમુખ રહી પોતાની વાત કહી. તેમના પ્રયત્નોના પરિણામસ્વ‚ જમ્મુ-કાશ્મીર સરકારને લદ્દાખ સંબંધી વિષયો માટે એક અલગથી મંત્રાલયની રચના કરવી પડી, જે આજદિન સુધી ચાલી રહ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ‚આતથી પાકિસ્તાન પ્રેરિત અલગાવવાદની વાતો સાંભળવા મળતી રહી છે. પરંતુ કુશક બકુલા અલગાવવાદનો દૃઢતાથી વિરોધ કરતા. ફેબ્રુઆરી ૧૯૫૪ના રોજ રાજ્યની વિધાનસભામાં બોલતાં તેમણે કહ્યું કે, ‘અમે લદ્દાખના લોકો આરંભથી બરાબર કહી રહ્યા છીએ કે અમે માતૃભૂમિ ભારતનું અંગ છીએ. અમે ભારતની રાજ્ય વ્યવસ્થાનો હિસ્સો બનેલા છીએ. ભારતનું બંધારણ માનવતાની સમાનતા ઉપર આધારિત છે. ભારતનું બંધારણ જમ્મુ-કાશ્મીરના તમામ પ્રકારના વિકાસને સંપૂર્ણ અવસર આપે છે. માત્ર લદ્દાખના લોકોનો મત નથી પરંતુ કારગિલના લોકોનો પણ આવો મત છે. તેમણે એવો મત પણ વ્યક્ત કર્યો કે જમ્મુ-કાશ્મીરને પોતાની ઇચ્છા અનુસાર ભારતથી અલગ થવાનો પણ અધિકાર મળવો જોઈએ. હું વાતથી સહમત નથી.’

પદ્મ ભૂષણથી સન્માનિત

કુશક બકુલા પહેલાં ૧૯૫૭ અને ૧૯૬૨માં પણ વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા. એટલું નહીં. તેઓ ૧૯૬૭ અને ૧૯૭૧માં લેહથી લોકસભા માટે સાંસદ તરીકે ચૂંટાયા અને ૧૦ વર્ષ (૧૯૭૭ સુધી) લોકસભામાં લેહનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા. ઑગસ્ટ ૧૯૭૮થી ડિસેમ્બર ૧૯૮૯ સુધી તેઓ અલ્પસંખ્યક આયોગના પણ સભ્ય રહ્યા. તેમની સેવાઓનું સમ્માન કરતાં વર્ષ ૧૯૮૮માં તેમને રાષ્ટ્રપતિએ પદ્મભૂષણથી સમ્માનિત કર્યા.

કુશક બકુલાજીનું એક બીજું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન છે મંગોલિયામાં સાંસ્કૃતિક પુન: જાગરણ. ૧૯૨૪માં મંગોલિયામાં સામ્યવાદી શાસન સ્થાપિત થઈ ગયું. કોમ્યુનિસ્ટોએ બૌદ્ધ ભિક્ષુઓને હેરાન-પરેશાન કરી તેમના ઉપર અનેક પ્રકારના અત્યાચારો કર્યા. હજારો ભિક્ષુઓની હત્યા કરી દેવામાં આવી. સામ્યવાદી શાસને ભિક્ષુ સંઘ ઉપર પ્રતિબંધ લગાવી દીધો.

આવી પરિસ્થિતિઓની વચ્ચે ૧૯૮૯ના અંતમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ કુશક બકુલાને મંગોલિયામાં ભારતના રાજદૂત બનાવ્યા. કુશક બકુલાની નિમણૂક બે વર્ષ માટે થઈ હતી, પરંતુ તેઓ દસ વર્ષો સુધી મંગોલિયામાં ભારતના રાજદૂત બનીને રહ્યા. સમય દરમિયાન બંધ થઈ ચૂકેલા વિહારો અને બૌદ્ધ મઠોને ખોલાવ્યા. અનેક બૌદ્ધ શાંતિ સંમેલનોનું આયોજન થયું.

જબ અંત સમય આયા તો..

જીવનના અંત સમયે તેમણે પોતાના જીવનની કથા લખવાનું શરૂ કર્યું. બકુલાનો ઓગણીસમો સંસારમાં અવતાર હતો. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ લેહમાં એક ભવ્ય આયોજનમાં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન રાજ્યપાલ ગિરીશચંદ્ર સક્સેનાની ઉપસ્થિતિમાં તેમની આત્મકથાનું વિમોચન કર્યું.

૨૦૦૨ના અંતિમ દિવસોમાં તે લંડન પ્રવાસ પર ગયા. ૨૦૦૩માં ઑગસ્ટ મહિનામાં થોડાક દિવસો માટે મંગોલિયા ગયા. જ્યાં તેઓ ન્યુમોનિયાનો શિકાર થઈ ગયા અને તેમને દિલ્હી લાવવામાં આવ્યા. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી તે સમયે વિદેશયાત્રા પર હતા. પરંતુ બકુલા રિમ્પોછેની સ્થિતિના વિષયમાં જાણી શ્રી વાજપેયીએ તરત બધી વ્યવસ્થા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી કરવાની વ્યવસ્થા કરી. મૃત્યુલોકમાં જુદા જુદા ‚પોમાં આવતાં તેમને પણ ૨૫૪૭ વર્ષ થઈ ગયાં હતાં. લાગતું હતું કે કુશક બકુલાની જન્મની યાત્રા અને કર્તવ્ય પૂરાં થઈ ચૂક્યાં હતાં. ૪થી નવેમ્બર, ૨૦૦૩ના મંગળવારના દિવસે તેમણે દિલ્હીમાં ૮૬ વર્ષની ઉંમરે પોતાનો દેહ ત્યાગી દીધો.

તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજયેપી શ્રદ્ધાંજલિ આપવા માટે સ્વયં જમ્મુ-કાશ્મીર ભવનમાં આવ્યા અને તેમના પાર્થિવ શરીર પર પુષ્પ અર્પિત કરતાં કહ્યું કે, ‘કુશક બકુલા વગર લદ્દાખની કલ્પના કરી શકાય.’ ૧૬ નવેમ્બર રવિવારના દિવસે સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે પેઠુપ ગોન્પાના મહાકાળ મંદિરની પાસે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ૨૦૦૫માં તેમને શ્રદ્ધાંજલિ આપતાં ભારત સરકારના લેહના વિમાનમથકનું નામ કુશક બકુલાના નામ પર રાખવામાં આવ્યું. તેઓ સંપ્રદાય સંત, અધ્યાપક, દેશભક્ત, લોકપ્રિય જનનેતા, સાચા બૌદ્ધ અને સૌથી વધારે એક મહાન ભારતીય હતા. તેમના બહુઆયામી, બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વનું સ્મરણ કરી આપણે તેમણે બતાવેલા માર્ગ પર આગળ વધી શકીએ. તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.

 
મિહિર શિકારી