એંગ્રી હનુમાનજીનું ચિત્ર બનાવનાર કલાકારે વડાપ્રધાનને આપી અનોખી ભેટ

    ૧૮-મે-૨૦૧૮

 
 
થોડા સમયથી સોશિયલ મીડિયા પર હનુમાનજીનું એક ચિત્ર જૂદા જૂદા સુવિચારો સાથે ખૂબ વાઈરલ થયુ છે. જેમાં હનુમાનજીનો માત્ર ચહેરો જ છે પણ તેઓ ખૂબ ગુસ્સામાં હોય તેવું એ ચિત્રમાં દેખાય છે. આ ચિત્ર કર્ણાટકના કલાકાર કરણ આચાર્યએ બનાવ્યું હતુ. જેને સોશિયમ મીડિયામાં ખૂબ સારું માન મળ્યું. હવે આ કલાકારે બીજું એક ચિત્ર બનાવ્યું છે અને ટ્વીટર પર પોસ્ટ કર્યું છે. આ ચિત્ર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું. આ ચિત્રને ટ્વીટર પર નરેન્દ્ર મોદીને ટેગ કરી કરણે લખ્યું છે કે સર, મારા કામને જોવા અને આવકારવા બદલ આભાર. આ તમારા માટે એક ભેટ છે. આશા છે કે તમને પસંદ આવશે…