આ ૧૦ નિયમો પાળશો તો તંદુરસ્ત - સુંદર દેખાવા તમારે કોઇ ક્રીમની કે કોઇ ડોકટરની જરૂર નહિ પડે…

    ૧૯-મે-૨૦૧૮

 
 
આજની ફાસ્ટ લાઈફમાં આ અનુસરી શકાય તેવો આદર્શ ડાયટ પ્લાન છે…
હંમેશાં સ્વસ્થ રહેવું હોય તો ખાવા-પીવામાં આટલું તો ધ્યાન રાખવા જેવું છે…
 
#1 દિવસ દરમિયાન અચૂક બે લિટર જેટલું પ્રવાહી પીવો.
 
#2 દિવસમાં થોડું થોડું (૨૦૦ ગ્રામ જેટલું) અને પાંચવાર ખૂબ ચાવીને ખાવ.
 
#3 યાદ રાખો દિવસ દરમિયાન ૨૦૦૦ થી ૨૫૦૦ જેટલી કેલેરી શરીરને મળાવી જોઇએ.
 
#4 મીઠાઈ ખાવ પણ અઠવાડીયામાં ચાર- પાંચ વખતથી વધારે નહિ.
 
#5 શક્ય હોય તો અનાજ, બીજ, કઠોળ, લીલા શાકભાજી ખાવાનો વધુ પ્રયત્ન કરો.
 
#6 સોડા અને દારૂ પીવાથી હંમેશાં દૂર રહેવું જોઇએ
 
#7 નાસ્તો કરો પણ ભૂખ લાગે ત્યારે જ અને પ્રમાણમાં…
 
#8 દારૂ અને તંબાકું કેવા વ્યસનથી તદ્દન દૂર રહો
 
#9 ખાંડ અને મીઠું શક્ય હોય એટલું ઓછું ખાવ
 
#10 ધૂમ્રપાન અથવા ફેટી ખોરાક, અથાણાં, પેસ્ટ્રી, કેક અને માંસથી દૂર રહો.