કર્ણાટકમાં એક દિવસમાં જ યેદિયુરપ્પાનું રાજીનામું

    ૧૯-મે-૨૦૧૮

 
મુખ્યમંત્રી પદના શપથ લેનારા બી એસ યેદિયુરપ્પાએ આજે ગૃહમાં મુખ્યમંત્રી પદ તરીકેના પહેલાં ભાષણમાં જ રાજીનામાની જાહેરાત કરી દીધી છે. આજે ચાર વાગે વિધનસભામાં યેદિયુરપ્પાએ બહુમત સાબીત કરવાની હતી. પરંતુ તે પહેલાં જ યેદિયુરપ્પાએ સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. યેદિયુરપ્પા ગૃહથી સીધા રાજ્યપાલની ઓફિસ જઈને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યું હતું.
 
ગૃહમાં પોતાના પહેલા ભાષણમાં યેદિયુરપ્પાએ અનેક બબતો મૂકી, તેમણે જણાવ્યું કે જો ફરી ચૂંટણી થશે તો 150 સીટો મળશે. અમે થોડા માટે રહી ગયા. આજે અમને ૧૧૩ બેઠકો મળી હોત તો ચિત્ર અલગ હોત. પણ અમે જીતીશું, અમે લોકસભામાં બધી 28 બેઠકો જીતીશું એવો અમને વિશ્વાસ છે. આજે મારી અગ્નિ પરીક્ષા છે, પણ રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણી આવી શકે છે. હું રાજ્યમાં ફરી જવા તૈયાર છું અને લોકોના દિલ જીતીને આવીશું અને ૧૫૦ કરતા વધારે બેઠકો જીતીશું. હું ખેડૂતોને બચાવવા માગુ છું. રાજ્યના લોકોની સેવા કરવા માગુ છું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી ખેડૂતો માટે કામ કરીશ.