કવર સ્ટોરી : ભારત બચાવો મહા રથયાત્રા

    ૧૯-મે-૨૦૧૮

 

 
 
દેશભરમાં બુલંદ બની રહ્યો છે... ‘હમ દો, હમારે દો તો સબકે દોનો નારો...

રાષ્ટ્ર બચાવવા માટે - રાષ્ટ્રનિર્માણ સંગઠનની

ભારતમાં ભયજનક હદે વધી રહેલી અસંતુલિત જનસંખ્યાને કારણે દેશની એકતા, અખંડતા, સંપ્રભુતા તેમજ ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર પર ગંભીર ખતરો ઊભો થયો છે. દેશમાં બહુમતી એવા હિન્દુ સમાજની જનસંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે અને લઘુમતી ગણાતો એવો મુસ્લિમ સમુદાય સુનિયોજિત રૂપે ખતરનાક રીતે પોતાની આબાદી દેશભરમાં વધારી રહ્યો છે. પરિણામે આજે દેશના અનેક વિસ્તારોમાં મુસ્લિમો બહુમતીમાં આવી ગયા છે અને અનેક વિસ્તારો એવા છે જ્યાં તેઓ બહુમતી થઈ જવાની તૈયારીમાં છે. વાત સૌને ખબર છે કે, ૧૯૪૭માં દેશના ભાગલા થયા તે ધર્મના આધારે થયા હતા. લાખો હિન્દુઓની લાશો પર થયેલા વિભાજન છતાં ભારતે ધર્મનિરપેક્ષતાનો રસ્તો પસંદ કર્યો. અફસોસ ભારતની ઉદારતાએ આજે પુન: એક વખત સાંપ્રદાયિકતાનો અને વિભાજનનો પડકાર ઊભો કર્યો છે. બહુમતી હિન્દુ સમાજકલ્યાણ પરિવારને અપનાવી ઓછા બાળકો પેદા કરી સરકારી નીતિઓને અનુસરી રહ્યો છે તો સામે લઘુમતી મુસ્લિમ સમાજ આડેધડ બાળકો પેદા કરી દેશની જનસંખ્યાને અસંતુલિત કરી રહ્યો છે. આથી હિન્દુસ્તાનની સુરક્ષા ત્યારે શક્ય બનશે જ્યારે દેશ હિન્દુ બહુમતીવાળો બની રહેશે.

આજ-કાલ દેશની ગલીઓમાંહમ દો, હમારે દો તો સબકે દોનો નારો ગુંજી રહ્યો છે. જનસંખ્યા અસંતુલનના ગંભીર પડકારને ડામી દેવા જનસંખ્યા નિયંત્રણનો કઠોર કાયદો બનાવવા એક બિનસરકારીરાષ્ટ્ર નિર્માણ સંગઠનેદેશમાં વસતી નિયંત્રણનો કાયદો બનાવવા રાષ્ટ્રવ્યાપી ભારત બચાવો યાત્રા યોજી છે અને તેનું નેતૃત્વ કરી રહ્યા છે જાણીતા સમાજસેવી અને વરિષ્ઠ પત્રકાર તેમજ સંપાદક શ્રી સુરેશ ચવ્હાણ કે. તેમના નેતૃત્વમાં દેશના શહેર-શહેર અને ગામ-ગામે પ્રથમ વખત ગંભીર મુદ્દે રાષ્ટ્રવ્યાપી જનજાગરણનું અભૂતપૂર્વ કાર્ય થયું હતું. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૧૮થી જમ્મુથી શરૂ થયેલ યાત્રા દેશનાં તમામ મુખ્ય રાજ્યોમાંથી પસાર થતી ૨૦ હજાર કિલોમીટરનું અંતર કાપી ૨૨ એપ્રિલ, ૨૦૧૮ના રોજ દિલ્હીમાં સંપન્ન થઈ હતી.

યાત્રાની સફળતાનો અંદાજ વાત પરથી આવી જાય છે કે, યાત્રામાં ૨૫ કરોડથી પણ વધુ લોકો સહભાગી બન્યા હતા. દેશભરમાં વિવિધ સ્થળોએ ૨૦૦૦ જેટલી જનસભાઓનું આયોજન થયું હતું. ૫૦૦૦ શહેરો અને ૫૦,૦૦૦થી વધુ ગામડાંઓમાં યાત્રાને અભૂતપૂર્વ જનસમર્થન સાંપડ્યું હતું. એટલું નહીં યાત્રા દરમિયાન દેશમાં વસ્તીનિયંત્રણ અંગે કડક કાયદો બનાવવાના હેતુસર લગભગ ૧૦ કરોડ લોકોના હસ્તાક્ષર મેળવ્યા હતા.

યાત્રાને સંપૂર્ણપણે આધુનિક બનાવવામાં આવી હતી. સમગ્ર યાત્રા ઉપગ્રહ આધારિત જીપીએસ નિયંત્રિત કેમેરાની દેખરેખમાં યોજાઈ હતી. ૧૦૦ ગાડીઓના વિશાળ કાફલા સાથે ઠેર ઠેર જનસંખ્યા નિયંત્રણ કાયદાની ‚રિયાત બતાવવા માટે ચિત્રપ્રદર્શન અને ૨૨ જેટલી ભાષાઓમાં પુસ્તિકાઓનું વિતરણ કરી જનતાને જાગૃત કરવાનું કાર્ય થયું હતું. સોશિયલ મીડિયા પર સતત યાત્રાનું જીવંત પ્રસારણ પણ થઈ રહ્યું હતું.

જનસંખ્યા વૃદ્ધિ દરનું ખતરનાક સ્વરૂપ

ભારત બચાવો યાત્રાનું નેતૃત્વ કરનાર શ્રી સુરેશ ચવ્હાણ કે. જણાવે છે કે, ભારતમાં ભયજનક હદે વધી રહેલી જનસંખ્યા આજે એક વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી છે. ૧૯૪૧ની અખંડ ભારતની કુલ આબાદી ૩૨ કરોડ હતી, જે આઝાદી બાદ ભારત વિભાજન છતાં ૩૬.૧૦ કરોડ થઈ ગઈ હતી. દરેક દાયકામાં ૨૦ ટકાની વૃદ્ધિ સાથે ગત ૫૦ વર્ષોમાં દેશની આબાદી ભયજનક હદે વધી છે. જો રીતે વસ્તી-વિસ્ફોટ થતો રહ્યો તો ૨૦૨૧માં આપણા દેશની વસ્તી ૧૩૧ કરોડ અને ૨૦૨૬માં ૧૪૦ કરોડને આંબી જશે. આમ આપણે ખૂબ જલદી આબાદી બાબતે ચીનથી પણ આગળ નીકળી જઈશું. આપણા દેશના વસતી-વિસ્ફોટ પાછળ માત્ર જન્મદરમાં વૃદ્ધિ નહીં, બાંગ્લાદેશમાંથી સતત થઈ રહેલી ઘૂસણખોરી પણ છે. છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશીઓની માફક મ્યાંમાર ઘૂસણખોરો ભારતમાં પોતાનો અડ્ડો જમાવી રહ્યા છે. એક અંદાજ મુજબ હાલ દેશમાં પાંચ કરોડથી પણ વધુ ઘૂસણખોરો રહે છે. ગેરકાયદેસરની ઘૂસણખોરીને કારણે પશ્ર્ચિમ બંગાળ, આસામ અને કેરલ જેવાં રાજ્યોમાં આબાદીનું અસંતુલનની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અનેક રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં આવી જવાના આરે છે.

વસ્તી-વધારો આપણા પછાત રહેવાનું સૌથી મોટું કારણ

આબાદીની અસમાન તેમજ અનિયંત્રિત વૃદ્ધ ભારતના વિકાસના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. સતત પ્રયાસો છતાં પણ માનવવિકાસ સૂચકાંકમાં આપણો દેશ શ્રીલંકા અને માલદીવ જેવા ટચૂકડા દેશોથી પણ નીચે ૧૩૧મા સ્થાને છે. વિકસતી અર્થવ્યવસ્થાને મામલે આપણે ૭૪ દેશોમાં છેક ૬૨મા સ્થાને છીએ. સ્વાસ્થ્ય સૂચકાંક બાબતે ૧૯૫ દેશોમાં ૧૫૪મા સ્થાને અને શિક્ષણમાં આપણે ૧૪૫ દેશોમાં છેક ૯૨મા સ્થાન પર એટલે કે નેપાલ અને યુગાંડા જેવા દેશોથી પણ પાછળ છીએ. આજે દેશમાં જે ભ્રષ્ટાચાર, બેરોજગારી, આર્થિક વિષમતા, અશિક્ષા, કુપોષણે વિકરાળ રૂપ લીધું છે તે તમામની પાછળ આપણા દેશનો વસતી-વિસ્ફોટ છે.

જનસંખ્યા નિયંત્રણનો કાયદો કેમ જરૂરી ?

જનસંખ્યાને કાબૂમાં લાવવા માટે પૂર્વ સરકારો દ્વારાહમ દો હમારે દોનો નારો લગાવી આવા અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ તેને કડક રીતે અમલી બનાવવામાં નિષ્ફળતા અને અસ્પષ્ટતાને કારણે તેનાં કોઈ પરિણામ આવ્યાં નથી. પરિણામે આજે આપણો દેશ જનસંખ્યાની દૃષ્ટિએ એવા ખતરનાક સ્તરે પહોંચી ગયો છે કે, જો તેને સમયસર અંકુશ લગાવવામાં આવ્યો તો દેશની અખંડિતતા અને સંપ્રભુતા ખતરામાં પડી જશે અને આવનાર પેઢી આપણને ક્યારેય માફ નહીં કરી શકે.

હમ દો હમારે દો તો સબકે દોના નારા સાથે વસ્તી નિયંત્રણ કાનૂનની માંગ માટે આયોજિત ભારત બચાવો રથયાત્રાનાં પ્રથમ ચરણમાં પૂર્ણાહુતિ બાદ રાષ્ટ્રનિર્માણ સંગઠનનું પ્રતિનિધિ મંડળ અધ્યક્ષ સુરેશ ચવ્હાણ કે.ના નેતૃત્વમાં ગૃહમંત્રી રાજનાથસિંહને મળ્યું હતું અને યાત્રા સંબંધિત જાણકારી આપી હતી અને ૨૦ હજાર કિ.મી.ની યાત્રામાં મળેલા જનસમર્થન અંગે તેમજ વસ્તી નિયંત્રણ કાયદા માટે ૧૦ કરોડ લોકોના હસ્તાક્ષર અભિયાન અંગેની જાણકારી પણ આપી હતી. ગૃહમંત્રીશ્રી રાજનાથસિંહે તેમને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

સુપ્રીમ કોર્ટની રાષ્ટ્રવિરોધીઓને લપડાક

ભારત બચાવો મહારથ યાત્રાની સંભવિત સફળતાથી ગભરાયેલ કેટલાક રાષ્ટ્રદ્રોહીઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં યાત્રા પર રોક લગાવવા અરજી કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની માંગણી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, કાયદો વ્યવસ્થા રાજ્યનો વિષય છે અને કોર્ટ લોકોને કોઈ આંદોલનમાં ભાગ લેતાં અટકાવી શકે.