ચોરની આવી અંતિમ યાત્રા ક્યાંય નહીં જોઈ હોય

    ૧૯-મે-૨૦૧૮ 

અત્યાર સુધી આપણે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ભવ્ય અંતિમયાત્રા વિશે સાંભળ્યું છે, જોઈ છે. પરંતુ હમણાં લંડનમાં એક ચોરની અંતિમયાત્રાને જોઈ લોકો વિચારમાં પડી ગયા હતા. હેનરી વિન્સેટ નામના ચોરનું નિધન થતાં મેના દિવસે તેની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. તેની ગાડીને ફૂલોથી શણગારી હેનરી હીરો જેવા શબ્દો લખવામાં આવ્યા હતા. હાઈ પ્રોફાઈલ અંતિમયાત્રામાં સુરક્ષા માટે ૫૦ પોલીસકર્મીઓને લગાવવામાં આવ્યા હતા. સિવાય બે હેલિકોપ્ટર પણ કાફલા પર નજર રાખી રહ્યા હતા. અંતિમ યાત્રામાં લાંબી મર્સિડિઝ લિમોઝિન ગાડીઓ હતી. અંતિમ યાત્રામાં લગભગ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.