માત્ર ચાર વર્ષના બાળકના પેઇન્ટિંગની બોલી લાખોમાં લાગી

    ૧૯-મે-૨૦૧૮


 

કેનેડામાં રહેનારા મૂળ ભારતીય ચાર વર્ષના બાળકે પોતાના કૌશલ્યથી દરેકને વિચાર કરવા મજબૂર કરી દીધા છે. અદ્વૈત કોલાર્કર નામનો બાળક કેનેડાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ચિત્રકાર છે. તાજેતરમાં કેનેડામાં સેટઆર્ટ સેન્ટરમાં તેના પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં તેના ચિત્રો લાખ રૂપિયા સુધીમાં વેચાયાં હતાં. ગત મહિને તેનાં ચિત્રો ન્યૂયોર્કના આર્ટ એકસ્પોમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. ત્યાં પણ તેનું એક ચિત્ર એક લાખ ત્રીસ હજાર રૂપિયામાં વેચાયું હતું.