પર્દાફાશ : પૂર્વ જનરલ કરિઅપ્પાની હત્યાના ષડયંત્રમાં સંઘને ઢસડવાનું સેક્યુલારિસ્ટ ષડયંત્ર

    ૧૯-મે-૨૦૧૮


 

સોશિયલ મીડિયા અને મીડિયામાં કેટલાક કથિત સેક્યુલરિસ્ટો ભારતીય સેનાના પૂર્વ જનરલ કરિઅપ્પાની હત્યાના ષડયંત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો હાથ હોવાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે ત્યારે એક ડી-ક્લાસિફાઈડ અહેવાલને આધાર બનાવી સંઘ વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવતા સેક્યુલરિસ્ટોને જનરલ કરિઅપ્પા અને સંઘ વચ્ચે કેવા સુમેળભર્યા સંબંધો હતા તેની પણ જાણ હોવી જોઈએ.

ભારતના કથિત સેક્યુલરો ભારતીય સેનાની છબીને દાગદાર કરવાનો નાનામાં નાનો અવસર મળતાં ગજબના ઉત્સાહમાં આવી જાય છે. એમાં પણ કોઈ એક સમાચારમાં સેના અને સંઘને બદનામ કરવાનો અવસર મળે તો તેઓ પોતાના બન્ને હાથ માથે મૂકી નાચવા લાગે છે અને એમાં પણ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચેના કાલ્પનિક ભેદને હવા આપવાનો અવસર મળે તો તેમના માટે અવસર સોના કરતાં પણ મોંઘો બની જાય છે. હમણાંથી સોશિયલ મીડિયામાં જનરલ કરિઅપ્પાની હત્યાના ષડયંત્રના સમાચાર આનો તાજો દાખલો છે, પરંતુ સમાચારને મારીમચડી ચલાવવા માટે તેમણે જે આધાર પસંદ કર્યો છે તે એકદમ પાયાવિહોણો છે.

શું છે ષડયંત્રનો આરોપ ?

સીઆઈએના એક ડી ક્લાસીફાઈડ અહેવાલના સંદર્ભના આધાર દ્વારા એક જૂઠાણું ચલાવાઈ રહ્યું છે કે, ૧૯૫૦માં જ્યારે જનરલ કરિઅપ્પા પૂર્વ પંજાબના પ્રવાસે ગયા હતા ત્યારે તેમની હત્યાનું ષડયંત્ર રચાયું હતું, જે નિષ્ફળ રહ્યું હતું અને ષડયંત્રનો પર્દાફાશ થતાં આરોપી લોકોને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. ભારતીય સેનામાં શીખ ઑફિસરોમાં દક્ષિણ ભારતના કરિઅપ્પા જનરલ હોવાને લઈને ભારે અસંતોષ હતો. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેનાના ઉત્તર-દક્ષિણ વચ્ચેના ક્લેશનો લાભ ઉઠાવી રહ્યું હતું. તેણે શીખ જવાનોમાં અસંતોષ ભડકાવવાનું કામ કર્યું હતું.

પાયાવિહોણા આરોપો...

સીઆઈએ દ્વારા અમેરિકાના માહિતી અધિકાર કાયદા હેઠળ કરોડથી પણ વધુ પૃષ્ઠ સાર્વજનિક કર્યા છે તેનાથી અનેક અહેવાલ વાંચીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે, ૧૯૫૦-૬૦ના દાયકામાં સીઆઈએનું જાસૂસી તંત્ર કેટલું કમજોર હતું. તેનું સર્વોત્તમ ઉદાહરણ વિયેતનામ છે. વિયેતનામને લઈ ખુદ સીઆઈએ સ્વીકારે છે કે, વિયેતનામની વાસ્તવિકતા જાણવામાં અમે નિષ્ફળ રહ્યા હતા. વિશેષ કરીને વિયેતનામની વાસ્તવિકતાઓ જે રાજનૈતિક સંદર્ભમાં ખૂબ મહત્ત્વપૂર્ણ હતી. અમે એક સંપ્રદાયને રાજનૈતિક પક્ષ સમજી બેઠા. અમે સમજી શક્યા કે, ભૂલો અમને કેટલી મોંઘી પડવાની છે.

સીઆઈએ જનરલ કરિઅપ્પાને લઈને બીજા એક અહેવાલમાં શું લખે છે તે વાંચો. ડિસેમ્બર ૧૫, ૧૯૪૮ના સીઆઈએના અહેવાલમાં ભારતના નવા સૈન્યપ્રમુખ શીર્ષક અંતર્ગત લખવામાં આવ્યું છે, ભારતના નવા સેનાપ્રમુખ જનરલ કરિઅપ્પા પ્રથમ દૃષ્ટિએ કમજોર અને સ્વભાવથી અસ્થિર મનના અને સેના બાબતે નિર્ણયો લેવામાં અસમર્થ જણાય છે. તેઓ ભારત સરકારને સાચી સલાહ આપવાને બદલે પોતાની પ્રતિષ્ઠા વધારવા કાશ્મીરને લઈને અયોગ્ય નિર્ણય કરશે એવી સંભાવના છે.

માધ્યમના એક વર્ગ દ્વારા જનરલ કરિઅપ્પાની હત્યાના ષડયંત્રને લઈ જે સમાચાર ચલાવાઈ રહ્યા છે તે વર્ગ જનરલ કરિઅપ્પાની બાબતે જે આકલન કર્યંુ છે તેનાથી સહમત છે ? જ્યારે કે કાશ્મીર સંદર્ભે જનરલ કરિઅપ્પાએ જે પણ નિર્ણય લીધા હતા તે તમામમાં દેશહિત પ્રથમ રહ્યું હતું. તેમને કારણે કાશ્મીરનો મોટો ભૂભાગ ભારતમાં ટકી રહ્યો છે. કારણે જનરલ કરિઅપ્પાના સુપુત્ર એર માર્શલ નંદાએ અહેવાલને નકારી દીધો છે.

ઉત્તર અને દક્ષિણ ભારતનો કાલ્પનિક વિભેદ

નિવૃત્ત સેનાધિકારી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના ડાયરેક્ટર આલોક બંસલ મુજબ સેનામાં પોતાની રેજિમેન્ટનો વિશેષ પ્રભાવ હોય છે. જાતિ અને વિસ્તારને તો સેનામાં કોઈ પૂછતું પણ નથી અને બધા જાણે છે કે, જનરલ કરિઅપ્પા ૧૯૨૩થી રાજપૂત રેજિમેન્ટમાં હતા અને તેનું તેઓ ગૌરવ પણ લેતા હતા. ૧૯૫૩માં પોતાની સેવાનિવૃત્તિ અગાઉ તેઓ સહપરિવાર રાજપૂત રેજિમેન્ટને મળવા માટે ગયા હતા અને વાત પણ બધા જાણે છે કે, ઉત્તર ભારતના સેના અધિકારી નાથુસિંહે પંડિત નહેરુને જનરલ કરિઅપ્પાને સેનાપ્રમુખ બનાવવા મનાવ્યા હતા. જ્યારે કે નહેરુ દેશમાં થોડો વધુ સમય બ્રિટિશ સેનાપ્રમુખ રાખવા માંગતા હતા અને ઇતિહાસમાં આજદિન સુધી સેનામાં કોઈને કોઈ ષડયંત્ર અંતર્ગત ફાંસી આપવામાં આવી નથી.

સત્ય શું છે જાણો

વાસ્તવિકતા તો છે કે, રા. સ્વ. સંઘ અને સેનાપ્રમુખ જનરલ કરિઅપ્પા બન્ને એકમેકના શુભચિંતકો રહ્યા છે. ૧૯૫૯માં જનરલ કરિઅપ્પા મેંગલોરની સંઘ શાખાના એક સમારોહમાં પણ આવ્યા હતા. ત્યાં તેઓએ કહ્યું હતું. સંઘકાર્ય મને હૃદયથી પ્રિય એવાં કેટલાંક કાર્યોમાંનું એક છે. જો કોઈ મુસ્લિમ ઇસ્લામની પ્રશંસા કરે છે તો પછી સંઘ હિન્દુત્વનું અભિમાન રાખે એમાં ખોટું શું ? પ્રિય યુવામિત્રો, તમે કોઈ પણ ભ્રામક પ્રચારથી ગભારાય વિના નિરંતર કાર્ય કરતા રહો. ડૉ. હેડગેવારજીએ તમારી સમક્ષ એક સ્વાર્થરહિત કાર્યનો પવિત્ર આદર્શ મૂક્યો છે. તેના પર આગળ વધતા રહો. ભારતને તમારા જેવા સેવાભાવી કાર્યકર્તાઓની જરૂર છે. (Malkani KR, How others look at the RSS, Deendayal Research Institute, New Delhi)

એક અન્ય પ્રસંગે જ્યારે તેઓ સંઘના ઘોષ વાદનના કાર્યક્રમને જોવા ગયા ત્યારે તેઓને કહેવામાં આવ્યું હતું કે, એક ચોક્કસ સમયે નિશ્ર્ચિત સ્થાન પર ઘોષ સંચલન આવી પહોંચશે. પરંતુ તે ઘોષ સમયસર સ્થાન પર પહોંચી શકશે તેને લઈને આશ્ર્વસ્ત હતા. પરંતુ ઘોષ સંચલન તેના નિશ્ર્ચિત સમયે તે સ્થળ પર પહોંચ્યું ત્યારે તેઓ આશ્ર્ચર્યમાં પડી ગયા અને તેમના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે, ‘ઘવ ! વયયિ વિંયુ ભજ્ઞળય.‘

રા. સ્વ. સંઘના દ્વિતીય સર સંઘચાલક શ્રી ગુરુજીના જનરલ કરિઅપ્પા સાથે સ્નેહપૂર્ણ સંબંધો હતા. ૨૧ નવેમ્બર, ૧૯૫૬માં મૈસુરમાં તેમની ગુરુજી સાથે મુલાકાત પણ થઈ હતી. તે સમયે ભાષાના પ્રશ્ર્નને લઈ ગુરુજીના વિચાર સાંભળી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ૧૩ વર્ષ બાદ ૧૯૬૯માં શ્રી ગુરુજીના આમંત્રણને સ્વીકારી કરિઅપ્પા ઉડુપીના વિશ્ર્વ હિન્દુ પરિષદના સમ્મેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સમ્મેલન હતું જ્યાં તમામ સંતો અને મહાનુભાવોએ સમાજમાંથી અસ્પૃશ્યતા દૂર કરવાનો સંકલ્પ લીધો હતો.

ત્યારે સવાલ થાય છે કે, જો સીઆઈએના એક ડી-ક્લાસ અહેવાલ મુજબ જનરલ કરિઅપ્પાની હત્યાના ષડયંત્રમાં સંઘનો હાથ હોય અને જનરલ કરિઅપ્પાને એની જાણ હોય તો તેઓ સંઘ અને સંઘ પ્રેરિત સંસ્થાઓ પ્રત્યે આટલો આદરભાવ રાખત ?

(વીએસકે ભારત)