‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ'નું ટ્રેલર રિલીઝ, જોઇને પોખરણ મિશન પર ગર્વ થશે

    ૧૯-મે-૨૦૧૮

 
લાંબા સમયથી રિલીઝ થવા માટે રાહ જોઈ રહેલી જ્હોન અબ્રાહમની ફિલ્મ પરમાણું નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલરને જ્હોન અબ્રાહમે ટ્વીટર પર શેર પણ કર્યું હતું. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે ભારતે દુનિયાને આશ્ચર્યચકીત કરનારું પોખરણમાં પરમાણું પરીક્ષણ કર્યું હતું. જેને ટ્વીટર પર શૅર કરતાં ખૂદ જોને લખ્યું કે, ‘એ પ્રતિભાશાળી દિમાગોને મારા સલામ કે જેમણે આજથી ૨૦ વર્ષ પહેલાં આપણને પરમાણુ શક્તિથી સશક્ત કર્યા હતા.' ફિલ્મની કહાની એ છ લોકો પર છે, જેમણે દુનિયાથી છુપાવીને પોખરણ કિલ્લામાં ભારત માટે પરમાણુ પરીક્ષણ કર્યું હતુંફિલ્મમાં જોન એબ્રાહમ સાથે ડાયના પેન્ટી અને બોમન ઇરાની જેવા કલાકાર જોવા મળશે. ફિલ્મ આગામી ૨૫ મેંના રોજ રીલિઝ થવાની છે…
 
આ ટ્રેલર ઉપરાંત ફિલ્મના એવા કેટલાક ડાયલોગ્ઝ પણ છે જે તમને આ ફિલ્મ જોવા ચોક્કસ મજબૂર કરશે.
ટ્રેલર ડાયલોગથી ભરપૂર છે,
 
# “જો ભી યહ કામ કરેગા, ઉસે ન કોઈ ઓફિશિયલ પોસ્ટ મીલેગી, ન સેલરી, ન મેડલ, ન ફેમ.
 
ફિલ્મનો આ ડાયલોગ ઘણું બધું કહી જાય છે”.
 
જ્યારે ફિલ્મનો બીજો ડાયલોગ છે જેમાં જ્હોન અબ્રાહમ કહે છે,
# “અમેરિકા 1000 સે ભી જ્યાદા એટમબમ ટેસ્ટ કર ચૂકા હૈ, ઉસકે નક્શેકદમ પર ચાઈના, 43 ટેસ્ટ કર ચૂકા હૈ ઔર એક કે બાદ એક અપને એટમબમ પાકિસ્તાન કો સપ્લાય કર રહા હૈ…નાવ ઈટ્સ ટાઈમ ફોર ઈન્ડિયા ટુ બીકમ અ ન્યૂક્લિયર સ્ટેટ”.
આ જ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ કહે છે કે
 
# “અમેરિકા કી સેટેલાઈટ્સ હર વક્ત હમ પર નજર રખે હુએ હૈ, કુછ નહીં બચતા હૈ ઈનસે..મેરા પ્લાન હૈ ઈન્હે પૂરી તરહ સે અવોઈડ કરના”.
 
# “ઈસ શહર કી ભોલીભાલી જનતા કો પતા ભી નહીં કી ઉનકે બીચો બીચ ક્યા ગુઝર રહા હૈ. અગર યહ એક્સપ્લોડ હુઆ તો યહ પૂરા શહેર અંડરગ્રાઉન્ડ હો જાયેગા”.
 
# “હમને જો સોચા વો દેશ કે લીયે થા..હમને જો કીયા વો દેશ કે લીયે હૈ ઔર હમને જો પાયા વહ દેશ કા હોગા”.
 
જુવો ટ્રેલર........................................................