બે રાજ્યોમાં વહેંચાયેલું છે દેશનું આ રેલવે સ્ટેશન

    ૧૯-મે-૨૦૧૮


 

એક એવું રેલવે સ્ટેશન જેનો એક ભાગ ગુજરાતમાં અને બીજો ભાગ મહારાષ્ટ્રમાં છે. ગુજરાત-મહારાષ્ટ્ર સરહદને સ્પર્શતું નવાપુરાના રેલવે સ્ટેશનની એક બેઠક (બેચ) એવી પણ છે જેનો અડધો ભાગ ગુજરાતમાં અને અડધો ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે. અહીં ટિકિટ બારી મહારાષ્ટ્રમાં અને સ્ટેશન માસ્તર ગુજરાતમાં બેસે છે. એટલું નહીં, સ્ટેશન પર ચાર અલગ અલગ ભાષાઓમાં રેલવે એનાઉન્સમેન્ટ થાય છે. અહીં રેલવે પોલીસ સ્ટેશન, કેટરિંગ, ટિકિટ બારી, મહારાષ્ટ્ર રાજ્યના નંદુબાર જિલ્લાના નવાપરમાં આવેલ છે અને સ્ટેશન માસ્તર વેટિંગરૂમ, પાણીની ટાંકી અને શૌચાલય ગુજરાતના તાપી જિલ્લાના અચ્છલમાં આવેલ છે. રેલવે સ્ટેશન પર આવનાર રેલગાડીનો એક ભાગ ગુજરાતમાં તો એક ભાગ મહારાષ્ટ્રમાં હોય છે.