૧૭ વર્ષોથી પોતાના હાથથી જ સમાચાર પત્ર લખે છે આ ભાઈ

    ૧૯-મે-૨૦૧૮


 

આજે માધ્યમો ડિઝિટલ યુગમાં પ્રવેશી ચૂક્યાં છે, ત્યારે મુજફ્ફર નગરનો એક વ્યક્તિ એવો છે જે પોતાના હાથથી આખેઆખું સમાચાર પત્ર લખે છે. ૫૩ વર્ષના દિનેશ નામના વ્યક્તિએ આમ કરી પત્રકારિત્વ ક્ષેત્રે અલગ ઓળખ બનાવી છે. છેલ્લાં ૧૭ વર્ષથી વિજયદર્શન નામથી એક સમાચાર પત્ર ચલાવે છે. સમાચાર પત્રની ખાસિયત છે કે, આખેઆખું સમાચાર પત્ર તે પોતાના હાથે લખે છે અને લખાયા બાદ તેની ઝેરોક્ષો કરી તેનું વિતરિત કરી દે છે. તે સાયકલ પર જાતે જઈને ઘરે ઘરે પોતાનું છાપું પહોંચતું કરે છે. છાપામાં તો કોઈ જાહેરાત હોય છે કે, તો કોઈ તસવીર, પરંતુ છેલ્લાં ૧૭ વર્ષથી તેમના છાપામાં કોઈ મહત્ત્વનો મુદ્દો છૂટી ગયો નથી.