રોહિત શર્માનું આ આઈપીએલમાં સૌથી ખરાબ પ્રદર્શન

    ૨૨-મે-૨૦૧૮

 
 
રોહિત શર્મા. ભારતીય અને ક્રિકેટ જગતનો હિટમેન. જેની લાંબી ઇનિગ્સ સામેની ટીમને જેતવા માટેનો કોઇ મોકો નથી આપતી. જેણે એકવાર નહિ પણ ત્રણવાર વન-ડે મેચમાં બેવડી સદી ફટકારી છે. જે ભારતીય ક્રિકેટ ટીમનો ખતનાક ઓપનર છે તે રોહિત શર્માની આ આઈપીએલ સીઝન ખૂબ ખરાબ રહી છે. આઈપીએલમાં તે મુંબઈ ઈન્ડીયન્સ ટીમનો કેપ્ટન છે. આ સિઝનની ૧૪ મેચમાં તેણે માત્ર ૨૮૬ રન જ બનાવ્યા. આ પહેલી એવી સીઝન છે જેમાં તેણે ૩૦૦ કરતા ઓછા રન બનાવ્યા છે. આ સીઝનમાં રોહિતે ૨૩.૮૩ની એવરેજથી માત્ર ૨૮૬ રન જ બનાવ્યા છે અને એમાં પણ બે જ અર્ધસદી સામેલ છે.