નરેન્દ્ર મોદીએ વિરાટ કોહલીનો પડકાર સ્વીકાર્યો

    ૨૪-મે-૨૦૧૮

 
 
કેન્દ્રીય રમતગમત મંત્રી રાજવર્ધનસિંહ રાઠોડે દેશમાં ફિટનેશ પ્રત્યે જાગૃતિ વધારવા “હમ ફિટ તો ઇન્ડિયા ફિટ”નો નારો આપ્યો અને એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ના નારા સાથે વિરાટ કહોલી સહિત કેટલાક સેલિબ્રિટીઓને આ ચેલેન્જનો સ્વીકાર કરવા પડકાર આપવામાં આવ્યો હતો.
 
 
 
જેમાં વિરાટ કોહલીએ પહેલા આ પડકાર્નો સ્વીકાર કર્યો હતો અને એક ફિટનેસનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને આ ચેલેન્જને આગળ વધારવા આ માટે વિરાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોમિનેટ કર્યા હતા. વિરાટે કહ્યું કે આ ચેલેન્જ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપું છું.
 
 
 
મહત્ત્વની વાત એ છે કે વિરાટ કોહલીના આ ચેલેન્જનો નરેન્દ્ર મોદીએ સ્વીકાર કર્યો છે. વડાપ્રધાને વિરાટનો આ ચેલેન્જ સ્વીકારતા કહ્યું કે, વિરાટ, આ ચેલેન્જ મંજૂર છે, હું મારી ફિટનેસ ચેલેન્જનો વીડિયો ઝડપથી પોસ્ટ કરીશ.