શું છે મક્કા મદિનાના શિવલિંગનું સત્ય…

    ૨૪-મે-૨૦૧૮

 
મક્કા મદિનામાં વચ્ચો વચ્ચ જે એક કાળો પથ્થર છે. તેની અંદર એક મોટું ચમત્કારીક શિવલિંગ છે. આ એક રહસ્ય છે. જે વારંવાર સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી રહ્યું છે. અનેક લોકો માનવા પણ લાગ્યા કે હકીકતમાં અંદર શિવલિંગ છે. કેમ કે ફોટા જ એવી રીતે તૈયાર કરી વાઈરલ કરવામાં આવે કે સામાન્ય માણસ આવું જ માની લેશે.
 
હવે આ વાઇરલ વાતનો ફાયદો આજકાલ બીજી એક પોસ્ટ ઉઠાવી રહી છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. વાત જાણે એમ છે કે , એક ગુફાની અંદરનો એક ફોટો વાઈરલ થયો છે. જેમાં ભગવાન શિવની અનેક આકૃતિ વાળું મોટુ શિવલિંગ છે. બે વ્યક્તિ બાજુમાં પગે લાગી ઊભા છે. એક વ્યક્તિ શિવલિંગને દંડવંત કરી રહ્યો છે અને આ ફોટા નીચે લખવામાં આવી રહ્યું છે કે ઇતિહાસમાં પહેલીવાર મક્કા મદીનાના શિવલિંગના દર્શન… હિન્દુભાઈ ચુકે નહીં શેર જરૂર કરે. અને લોકો જોયા વિચાર્યા વિના તેને આવું માની શેર પણ કરી રહ્યા છે.
 

 
 
જે સત્ય નથી. આ એક અસત્ય સંદેશ છે. હા ફોટો સાચો છે પણ તે મક્કમ મદિનાની અંદરનો નથી. પણ વિરાટનગરની એક ગુફાનો ફોટો છે.
 
રાજસ્થાન રાજધાની જયપુરથી 52 કિલોમીટર દૂર વિરાટનગર આવ્યું છે. એવું કહેવાય છે કે મહાભારતમાં પાંડવોએ ૧૨ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો અને ૧ વર્ષનો અજ્ઞાતવાસ કાપ્યો હતો. આ ૧ વર્ષનો અજ્ઞાતવાસ પાંડવોએ આ વિરાટનગરમાં જ કાપ્યો હતો. આ પહેલા મતસ્ય દેશની રાજધાની હતી. ત્યારે અહીં રાજા વિરાટનું શાસન હતું અને એટલે જ તેનું નામ વિરાટનગર પડ્યું છે.
 

 
 
અહીં એક પહાડ પણ છે. નામ છે ભીમની ડુંગરી. લોકો તેને પાંડુ પહાડી પણ કહે છે. અહીં એક પાંડુ ગુફા પણ છે. જેની અંદર આ શિવલિંગ છે. આ શિવલિંગ પર ભગવાન શિવની 12 આકૃતિ છે. આથી તેને બારમુખી શિવલિંગ પણ કહેવાય છે આ જ શિવલિંગનો ફોટો મક્કા મદિનાની અંદરનો ફોટો તરીકે વાઈરલ કરવામાં આવી રહ્યો છે. જે અસત્ય છે.
 
તો ટૂંકમાં આ ફોટો સત્ય છે પણ તે મક્કા મદિનાનીનો નથી. ત્યાં કોઈ શિવલિંગ નથી. આ ફોટો રાજસ્થાનના વિરાટનગરના બારમુખી શિવલિંગનો છે. બારમુખી શિવલિંગનો જે ફોટો વાઈરલ થયો છે તે એક આભા નામની પ્રવાસીએ ઇન્ડિયા પોસ્ટ પર એક આર્ટિકલ લખી મુક્યો છે. જેમાં બીજા અનેક ફોટા છે. અહિંથી આ ફોટો ઉઠાવી તેને વાઈરલ કરવામાં આવ્યો છે.