ચેન્નઇની ટીમ ધોનીને ગિફ્ટ આપવા તૈયાર છે

    ૨૬-મે-૨૦૧૮

 
 
આઇપીલેની બધી મેચો હવે પૂરી થઈ. રવિવારે સાંજે સાત વાગે આઇપીએલ ૨૦૧૮ની ફાઈનલ મેચ રમાવાની છે. ચેન્નઈ સુપર કિંગ અને સનસાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ જંગ ખેલાશે. આ આઇપીએલમાં બનેને ટીમ મજબૂત છે માટે કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે પણ આ વચ્ચે ચેન્નઈ સુપરકિંગના ઓલ રાઉન્ડર સુરેસ રૈનાની મન કી બાત બહાર આવી છે.
 
તેણે કહ્યું છે કે આપારી ટીમ આ વખતે મહેન્દ્રસિંહ ધોની માટે આઈપીએલની આ ટ્રોફી જીતવા માંગે છે. રૈનાએ કહ્યું કે ધોનીને અનેકવાર આલોચનાઓનો સામનો કરવો પડ્યો છે પણ દર વખતે ધોનીએ તેનો જવાબ પોતાના પ્રદર્શનથી આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રમાયેલી ૧૧ આઈપીએલમાં ચેન્નઈ સુપરકિંગ ૭મી વાર ફાઈનલમઆં પહોંચી છે. અને માત્ર બે જ વાર ફાઈનલ જીતી છે….