છણાવટ : કોંગ્રેસનું બંધારણ બચાવોની બબાલ સો ચૂહે માર કે બિલ્લીબાઈ હજ ચલી

    ૨૬-મે-૨૦૧૮


 

પોતાનું રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા માટે વલખા મારતી કોંગ્રેસે હવે બંધારણ બચાવોની નવી બબાલ આદરી છે ત્યારે કોંગ્રેસને બંધારણ બચાવવાની દુહાઈ દેવાનો ખરેખર અધિકાર છે ખરો....? ભૂતકાળમાં કોંગી શાસનમાં બંધારણ સામે અનેકવાર છેડછાડ થઈ છે. અંગે વિશેષ છણાવટ કરે છે જાણીતા લેખક શ્રી અમિત જ્યોતિકર

બાબાસાહેબની હયાતીમાં બંધારણ સાથે છેડછાડ

નોટબંધી સામે મમતાજીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિને મળી પક્ષોએ (કોંગ્રેસ સહિત) કાગારોળ કરી મૂકી પરંતુ જનતાએ જાકારો આપ્યો એટલે પાછા GST સામે બખાળો શરૂ કર્યો ! હકીકતે જે સર્વપક્ષીય પ્રસ્તાવ પારિત થયો હતો તેમાંય નિષ્ફળતા સાંપડી એટલે હવે હતાશ થયેલા કોંગ્રેસ પક્ષે બંધારણ બચાવોનું ગતકડું ગગડાવ્યું છે. ખરેખર તો કોંગ્રેસ પક્ષે દર્પણમાં પોતાનું મુખડું જોવું જોઈએ. ભારતીય બંધારણ ઉપર પોતાના પક્ષના હિતમાં કોંગ્રેંસે ઘણના ઘણા ઘા કર્યા છે ! હવે, સો ચૂહે મારકે બિલ્લી હજ ચલી હૈ....

સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં કોંગ્રેસ પક્ષે સુધારા ઠોકી દીધા, ત્યારે મહાપુરુષને દુ: સાથે કહેવું પડ્યું બંધારણ અન્ય કાયદા જેવો સામાન્ય કાયદો નથી. તે રાષ્ટ્ર્નો પવિત્ર ચાર્ટ ઓફ ફ્રિડમ (chart of freedom) છે. તેમાં છાશવારે સુધારા કરવા કતઈ ઉચિત નથી. પેપ્સુ રાજ્ય (અવિભાજિત પંજાબ અને હરિયાણા રાજ્ય જે બાદમાં અલગ રાજ્ય થયાં.) ઉપર બંધારણની આર્ટિકલ ૩૫૬ ચલાવી રાષ્ટ્રપતિ શાસન લાદવાનો ડૉ.આંબેડકરે આકરી ભાષામાં વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષે કલમનો દુરુપયોગ કર્યો હતો.

(Source Material of Dr. Babasaheb Ambedkar and the Movement of untouchables vol. I PP.415 Published by Government of Maharastra 1982)

ડૉ. આંબેડકરે ૧૪-૦૬-૧૯૫૩ના દિવસે રાજ્યસભામાં બંધારણ ઉપરના ઉલ્લંઘન કરવાની બે ઘટનાઓ ટાંકી કહ્યું કે વિધાન પરિષદમાં નીમાયેલા મહાનુભાવ (રાજાજીને) મદ્રાસના મુખ્ય મંત્રી પદે બેસાડ્યા તેવી રીતે ચૂંટણીમાં પરાજિત થયેલા પુરુષ (મોરારજી દેસાઈ)ને પેટાચૂંટણી કરાવી (અમદાવાદના શાહપુરમાંથી મજૂર મહાજન સંઘના સોમનાથ દવેને રાજીનામું અપાવી તે ખાલી પાડેલી જગ્યા ઉપર) મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બનાવી દીધા હતા !! ડૉ. આંબેડકરે બે ઘટનાઓ ટાંકી છે. This is most violent kind of assault on the constitution by congress Government. It is manipulating for the congress party. વળી, વિશ્ર્વમાં સર્વ પ્રથમ લોકશાહી રીતે ચુંટાઈ આવેલી કેરલની . એસ. નામ્બ્રુદ્રીપાદની સામ્યવાદી સરકારને કોંગ્રેસ પ્રમુખ ઈન્દિરા ગાંધીએ . . ૧૯૬૭માં આર્ટિકલ ૩૫૬નો દુરુપયોગ કરી સામ્યવાદી સરકાર હટાવી દીધી હતી.

કેરલના કેશવાનંદ ભારતી કેસ (૨૪ એપ્રિલ, ૧૯૭૩) જેની સુનાવણી ચીફ જસ્ટીસ સહિત ૧૩ ન્યાયમૂર્તિઓની બેંચ દ્વારા થઈ હતી, જેમાં સરકાર વિરુદ્ધ ચુકાદો આવતાં આર્ટિકલ ૨૬ અન્વયે સિદ્ધાંત પ્રસ્થાપિત થયો હતો કે બંધારણના મૂળભૂત માળખામાં કોઈ (સુપ્રીમ કોર્ટ સહિત) ફેરબદલ કરી શકે નહીં. અલબત, ચુકાદાના થોડા દિવસ પૂર્વે ગોલકનાથના કેસમાં સિદ્ધાંત પ્રતિપાદિત થયો હતો . Basic Structureમાં સંવિધાનની સર્વોપરિતા, રાષ્ટ્ર્નું સાર્વભૌમત્વ, કાયદાનું શાસન, સત્તાના વિભાજનની નીતિ, સંઘરાજ્યની સુરક્ષિતતા, રાષ્ટ્ર્ની અખંડતા, બિનસાંપ્રદાયિકતા, આર્થિક અને સામાજિક ન્યાય, સંસદીય લોકશાહી, ન્યાયતંત્રની સ્વતંત્રતા તથા મૂળભૂત અધિકારોનો સમાવેશ થાય છે. (Introduction to the constitution of India, by Durga Das Basu PP.13)

બંધારણ બચાવોના બરાડા પાડતા કોંગ્રેસ પક્ષને સર્વોચ્ચ અદાલતનો ઐતિહાસિક ચુકાદ્દો સ્વીકાર્ય નથી. ઈન્દિરા ગાંધી તેને ન્યાયતંત્રની ઊપજ કહે છે, તો સરદાર સ્વર્ણસીંગ તેને પરદેશથી આયાત કરેલી બાબત ગણે છે. સરદાર સ્વર્ણસીંગને કેવી રીતે સમજાવવું કે Secular Concept પણ પરદેશી છે. આપણો ભારત દેશ સદા સર્વદા સર્વ ધર્મ સમભાવવાળો રહ્યો છે. જેનો ઇતિહાસ સાક્ષી છે. સંક્ષેપમાં કોંગ્રેસને બંધારણ માફક આવતું નથી. એટલે તેણે તેમાં સતત સુધારાના ઘા કર્યા છે. પંડિત જવાહરલાલ નહેરુએ ૧૯૫૪ માં પોતાની અધ્યક્ષતામાં દસ સભ્યોની સમિતિની રચના કરી હતી જેનો હેતુ બંધારણમાં પરિવર્તનના પ્રશ્ર્નનો અભ્યાસ કરવાનો હતો. બીજીકોંગ્રેસ પક્ષીય સમિતિની રચના ૧૯૭૬માં ઈન્દિરા ગાંધીએ કરી, જેના અધ્યક્ષ સરદાર સ્વર્ણસીંગે બંધારણના આમુખમાં સુધારા કર્યા Secular Sovereign, Socialist શબ્દો ઉમેર્યા જેની કોઈ આવશ્યકતા હતી. વળી જનાદેશ વિના લોકસભાની મુદત વર્ષની કરવામાં આવી હતી. આપણા સંવિધાનના મહાસાગરમાં ત્રણેય બાબતો આવી જતી હતી. આવો દંભ કરવાની કોઈ આવશ્યકતા નહોતી. તા.૨૨-૧૧-૧૯૪૯ના દિવસે બંધારણ સભાના સમાપન સમયે ઉત્તરપ્રદેેશમાંથી મુસ્લિમ સીટ ઉપર ચૂંટાયેલા બેગમ એઝાઝ રસુલે (Begam Aizaz Rasul) બંધારણ સભામાં કહ્યું કે The most outstanding feature of our constitiution is fact that India is to be purely Secular State. The Sancity of the constitution lies essentially in its affirmation of secularity and we are proud of it. (BSAWS. Vo. XIII, pp. 1179) અલબત, તેમાં પ્રચ્છન્ન રીતે પ્રમુખશાહી સ્થાપવાનીબૂઆવતી હતી. કારણ કે સરદાર સ્વર્ણસીંગે ઈન્દિરા ગાંધી આજીવન વડાપ્રધાન રહે તેવો વિચાર પણ વહેતો મૂકયો હતો. વળી તેમણે પ્રશ્ર્ન પર ચર્ચા કરતાં કહ્યું કે શું વેસ્ટ મિનિસ્ટર (બ્રિટીશ) નમૂનાનું લોકશાહી માળખું ચાલુ રાખવું કે પ્રમુખશાહી લાવવી ?

કોંગ્રેસના દિગ્ગજો આર. વેંકટરામન (પૂર્વ રાષ્ટ્રપતિ) વસંત સાઠે અને મહારાષ્ટ્ર્ના મુખ્યમંત્રી (જે સિમેન્ટ પ્રકરણમાં સંડોવાયા હતા તે) બેરિસ્ટર અબ્દુલ રહેમાન અંતુલે તો પ્રમુખશાહી પદ્ધતિની હિમાયત કરતી પુસ્તિકા પણ પ્રસિદ્ધ કરી હતી. પૂર્વસ્પીકર શિવરાજ પાટીલે પણ પ્રમુખશાહીની જોરદાર હિમાયત કરી હતી. સર્વે કોંગ્રેસી નેતાઓને ન્યાયપાલિકા ઉપર વિશ્ર્વાસ નથી તેવું પ્રતીત થાય છે.

ઇન્દિરા ગાંધી તો હદ કરી નાંખી હતી

વળી ઈન્દિરા ગાંધીએ તો સઘળી સીમાઓ વટાવી દીધી હતી. જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે તેમની ચૂંટણી રદબાતલ કરી ત્યારે તેમણે ૩૯મો બંધારણીય સુધારો લોકસભામાં માત્ર કલાકમાં અને રાજ્યસભામાં ચર્ચા વગર કલાકમાં પસાર કરાવી દીધો હતો ! વળી, સુધારાને કોંગ્રેસ શાસિત રાજ્યોએ બીજા દિવસે બહાલી આપી હતી, જેમાં પશ્ર્ચાદ્વર્તી અસર આપવામાં આવી હતી. વળી, લોકપ્રતિનિધિત્વ ધારામાં પણ ઈન્દિરા ગાંધીએ બેતાલીસમો બંધારણીય સુધારો પસાર કરી નાગરિકોના મૂળભૂત અધિકારો સ્થગિત કરી દીધા હતા જેમાં જીવન જીવવાના અધિકારનો પણ સમાવેશ કરાયો હતો. તેમનું માનવુ હતું કે સંસદ પાસે એક અબાધિત બિનશરતી અને ફેરબદલી થઈ શકે તેવા ગજ્ઞક્ષ ઇશિમલયબહય અધિકાર છે તે બંધારણમાં (ગમે તેમ) સુધારા કરી શકે. આમ, તેમને ન્યાયતંત્રમાં વિશ્ર્વાસ નહોતો તે ફલિત થાય છે. ૪૨મા સુધારા દ્વારા રાષ્ટ્ર્ ઉપર કટોકટી લાદી લોકશાહીનું ખૂન કર્યું હતું. તેના વિરોધમાં રાષ્ટ્રમાં આંદોલન થયું, હજારોને કારાવાસમાં ધકેલી દીધા હતા. ભારતીય લોકશાહી ઉપર લાગેલ કલંક હતું.

બંધારણ બચાવોસર્કસમાં આજે સમાજવાદીઓ પણ જોડાયા છે, જેમણે ૧૯૪૭માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બંધારણ સભાનો બહિષ્કાર (મુસ્લિમ લીગની જેમ) કર્યો હતો અને સરકસના સંગાથમાં રહેતા સામ્યવાદીઓ તોપાન ઈસ્લામની જેમ રાષ્ટ્ર્ (રાષ્ટ્રવાદ)માં માનતા નથી એટલે તો તેમના પક્ષનું નામ Indian Communist Party એવું રાખતા Communist Party of India રાખ્યું હતું. તેઓ બંધારણમાં માનતા નથી. તેમનો સિદ્ધાંત જે તે પ્રદેશ/રાષ્ટ્ર્માં અંધાધૂંધી, અરાજકતા ફેલાવી વર્ગવિગ્રહ દ્વારા સર્વહારા વર્ગ (Have nots) માટે સત્તા હાંસલ કરવી તે રહ્યો છે, જેને તેઓક્રાંતિકહે છે. ૧૯૪૯માં સ્વતંત્રતા સમયે પક્ષના નેતા બિરાદર બી. ટી. રણદીવે તેલંગાણા તથા રાષ્ટ્રના અન્ય ભાગોમાં સશસ્ત્ર ક્રાંતિનો નારો આપી લોક બંધારણ Peoples Constitution આગળ ધપવાની હાકલ કરી હતી. (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા ઓન ન્યુ Contitution મુંબઈ પૃ--૧૦) વર્ગવિગ્રહ જાહેર કર્યો હતો. આજના નકસલવાદના ઝેરના ઝાડના બી બી. ટી. રણદીવે વાવ્યાં હતાં. પરિણામે વિનોબા ભાવેનેભૂદાનનો કાર્યક્રમ કરવો પડ્યો હતો. સામ્યવાદી પક્ષે બંધારણને એક ગુલામી ખત, ભારતીય મૂડીવાદી વર્ગ તેમ બ્રિટીશ સામ્રાજ્યવાદીઓએ (વેસ્ટ મિનિસ્ટરબ્રિજ) રચેલું પ્રપંચ, ફાંસીવાદી જુલ્મનું બંધારણ, આસુરી બંધારણ, રાષ્ટ્રીય દમનનું બંધારણ જેવા શબ્દો વાપર્યા હતા. છીહયત જ્ઞર કફૂ કાનૂન નિયંત્રિત રાજકીય માળખામાં કામ કરવાના વિચારોને ધિક્કારતા હતા. જેમનું મોઢું ગંધાય છે તેઓ બંધારણ બચાવોના સરકસમાં જોડાયા છે. તેમનો સાથ સંગાથ લેનારા કોંગ્રેસ એન.સી.પી. જેવાઓએ શરમાવું જોઈએ. ખરેખર સત્તાના મોહમાં માનવનું ક્યાં સુધી પતન થાય છે તેનું ગંદું ઉદાહરણ છે.

ઇન્દિરા ગાંધી પણ પ્રમુખશાહીના હિમાયતી હતા

સ્વંય ઈન્દિરાજી પોતે પણ પ્રખર રીતે પ્રમુખશાહીના હિમાયતી હતા. જે પોતાના પક્ષના નેતાઓ દ્વારા વ્યકત કરાવતાં હતાં. તેમના વખતમાં બત્રીસ બંધારણીય સુધારા થયા હતા. . . ૨૦૦૦ સુધીમાં બંધારણીય સુધારા નહેરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધીના સમયમાં ૫૮ જેટલા સુધારા થયા હતા, જેમાં મહત્તમ સુધારા સ્વહિત કે કોંગ્રેસ પક્ષના હિત માટે થયા હતા.

બંધારણીય સુધારાના બોલતા આંકડા

પંડિત જવારલાલ નહેરુ   ૧૬

ગુલઝારીલાલ નંદા   ૦૧

લાલ બહાદુર શાસ્ત્રી   ૦૦

ઈન્દિરા ગાંધી   ૩૨

મોરારજી દેસાઈએ ૪૨મા સુધારાને રદ કરવા. ૪૩, ૪૪ મા સુધારા કર્યા. (૨૨ મહિનાનું શાસન)

ચૌધરી ચરણસિંહ ૦૦

રાજીવ ગાંધી ૧૦

વી.પી.સીંગ   ૦૬

પી.વી.નરસિંહરાવ   ૧૦

ચંદ્રશેખર ૦૨

દેવેગોડા ૦૦

ઈન્દ્રકુમાર ગુજરાલ ૦૦

અટલ બિહારી બાજપાઈ ૦૧

કુલ ૮૩

(..૧૯૭૬માં શિ. કાસ્ટની જાતિઓની યાદીના કાયદો પાંચમિનિટમાં પસાર થયો, જેને કારણે ગુજરાતમાં મોચી જ્ઞાતિ શિ.કા. આવી, જેની વેદના દલિતો સારી રીતે જાણે છે. છેક સુપ્રીમ કોર્ટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. સમયે મા. યોગેન્દ્ર મકવાણા સાહેબ ગૃહપ્રધાન-રાજ્ય હતા !!) આર્ષદૃષ્ટા : ડૉ. આંબેડકરે તા.૨૫-૧૧-૧૯૪૯ના દિવસે સંવિધાન સભાના પોતાના ઐતિહાસિક સમાપન પ્રવચનમાં કહ્યું હતું કેWill history repeat itself ? It is this thought which fills me with anxiety. This anxiety is depended by the realization of the fact that in addition to our old enemies in the form of castes and creeds we are going to have many political parties with diverse and opposing political creeds. Will Indians place the country above their creed or will they place creed above country? I do not know. But this much is certain that if the parties place creed above country, our independence will be put in jeopardy a second time and probably be lost for ever. This eventuality we must all resolutely guard against. We must be determined to defend our independence with the last drop of our blood. (Cheers)

(શું ઈતિહાસ પોતે પુનરાવર્તન કરશે ? વિચારો છે જે મારા મનને ચિંતાથી ભરી દે છે. જ્ઞાતિઓ અને સંપ્રદાયો સ્વરૂપે આપણા જૂના દુશ્મનો ઉપરાંત વિવિધ અને એકબીજાના વિરોધી રાજકીય પંથો સાથે ઘણા રાજકીય પક્ષો આપણી પાસે હોવાના હકીકતનો અનુભવ કરીને ચિંતા ગંભીર બની છે. શું ભારતીયો દેશને પોતાના પંથની ઉપર મૂકશે અથવા રાષ્ટ્ર ઉપર પંથને મૂકશે ? હું જાણતો નથી. પરંતુ આટલું તો ચોક્કસ છે કે જો પક્ષોને રાષ્ટ્રની ઉપર મૂકશે તો આપણી સ્વતંત્રતા બીજીવાર જોખમમાં મુકાશે અને સંભવત: હમેશ માટે ગુમાવશે. આવી સંભાવ્ય ઘટના સામે આપણે બધાએ દૃઢતાથી સામનો કરી બચવું જોઈએ. લોહીના છેલ્લા ટીપા સુધી આપણી સ્વતંત્રતાના રક્ષણ માટે આપણે દૃઢ નિર્ધાર કરવો જોઈએ.) (ભારે હર્ષ ધ્વનિ) BSAWS. VOL. XIII, PP. 1214

 - અમિત જ્યોતિકર