આજે યોજાશે મોરબી ખાતે પ્રથમ વર્ષ સંઘશિક્ષા વર્ગ સમારોપ

    ૨૬-મે-૨૦૧૮

 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે સ્વયંસેવકોના પ્રશિક્ષણ હેતુ સંઘ શિક્ષા વર્ગોનું આયોજન થાય છે. આ અંતર્ગત આ વર્ષે પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગનું આયોજન મોરબીમાં થયું છે, જેનો સાર્વજનિક સમારોપ કાર્યક્રમ આજે એટલે કે શનિવારે સાંજે યોજાવાનો છે, આ સમારોપમાં અતિથિ વિશેષ તરીકે અધ્યાત્મ માર્ગના યાત્રી શ્રી ભાણદેવજી, મુખ્ય વક્તા તરીકે રા. સ્વ. સંઘ, ગુજરાતના પ્રાંત સહ કાર્યવાહ શ્રી શૈલેષભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આપ સૌને આ સમારોપમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
 
 
તારીખ :
૨૬ મે, ૨૦૧૮, શનિવાર
 
સમય :
સાંજે ૬.૦૦ કલાકે
 
સ્થાન :
શ્રી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ
 શૈક્ષણિક સંકુલ, કુમાર છાત્રાલય જોધપર (નદી) મોરબી
 
અતિથિ વિશેષ
શ્રી ભાણદેવજી
અધ્યાત્મ માર્ગના યાત્રી 
સરસ્વતી નિકેતન આશ્રમ - જોધપર (મોરબી)
 
મુખ્ય વક્તા
શ્રી શૈલેષભાઈ પટેલ
પ્રાંત સહ કાર્યવાહ
રા. સ્વ. સંઘ, ગુજરાત