અફગાનિસ્તાન ક્રિકેટ ટીમ પહેલીવાર ટેસ્ટ મેચ રમવા જઇ રહી છે…આ રહી ટીમ

    ૩૦-મે-૨૦૧૮

 
 
અફગાનિસ્તાન ક્રિકેટ ટીમ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે અને એ પણ ભારત સામે. આ ટેસ્ટ મેચ ૧૪ થી ૧૮ જુન સુધી બેંગ્લોર, કર્ણાટકમાં રમાશે. આ મેચ ની સાથે અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટ માં પોતાનું દેબ્યું કરશે. આ ટેસ્ટ મેચ માટે અફગાનિસ્તાન દ્વરા પોતાની ૧૫ સદસ્યીય ટીમની મંગળવારે ઘોષણા કરવામાં આવી હતી. અફગાનિસ્તાને પોતાની ટીમમાં ચાર સ્પીનરોને જગ્યા આપી છે. આ ચાર સ્પિનર એટલે મુજીબ ઉર રહમાન, અમીર હજમા, રાશીદ ખાન અને જહીર ખાન. આમાથી રાશીદ ખાન અને મુજીબ ઉર રહમાને હમણા જ પૂર્ણ થયેલી આઈપીએલમાં સુંદર પ્રદર્શન કર્યું હતું.
 
 
 
ભારતીય ટીમની વાત કરીએ તો વિરાટ કોહલી ઇજાને કારણે આ મેચ રમવાનો નથી. આ મેચ માટે કેપ્ટનશીપ અજિંક્યા રહાણેને આપવામાં આવી છે. ભારતીય ટીમમાં અજિંક્યા રહાણે ,શિખર ધવન , મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, કરુણ નાયર, વ્રીદ્ધિમાન સહ, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મો. શમી, હાદિક પંડ્યા, ઇશાંત શર્મા, શાર્દુલ ઠાકુરનો સમાવેશ થયો છે.