@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ અંતરિક્ષમાં બીજા ગ્રહની પ્રદક્ષિણા કરનારો ઉપગ્રહ આજે લોન્ચ થયો હતો

અંતરિક્ષમાં બીજા ગ્રહની પ્રદક્ષિણા કરનારો ઉપગ્રહ આજે લોન્ચ થયો હતો


આજે અંતરિક્ષ જગત માટે એક ઐતિહાસિક દિવસ છે. કેમ કે નાસા દ્વારા આજ ના દિવસે એટલે કે ૩૦ મે ૧૯૭૧ના રોજ મંગળ ગ્રહ માટે મૈરીનર – ૯ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ પૃથ્વી પછી અંતરિક્ષના બીજા ગ્રહની પ્રદક્ષિણા કરનારો પહેલો ઉપગ્રહ હતો. ૧૪ નવેમ્બર ૧૯૭૧ના રોજ મંગળની કક્ષામાં પહોચનાર આ ઉપગ્રહે પોતાના મિશનમાં મંગળ ગ્રહનો ૮૫ ટકા હિસ્સો માપી લીધો હતો. તેણે આ મિશનમાં મંગળના ૭૦૦૦ જેટલા જૂદા જૂદા ફોટાઓ મોકલ્યા હતા.