અંતરિક્ષમાં બીજા ગ્રહની પ્રદક્ષિણા કરનારો ઉપગ્રહ આજે લોન્ચ થયો હતો

    ૩૦-મે-૨૦૧૮

આજે અંતરિક્ષ જગત માટે એક ઐતિહાસિક દિવસ છે. કેમ કે નાસા દ્વારા આજ ના દિવસે એટલે કે ૩૦ મે ૧૯૭૧ના રોજ મંગળ ગ્રહ માટે મૈરીનર – ૯ ઉપગ્રહ લોન્ચ કર્યો હતો. આ ઉપગ્રહ પૃથ્વી પછી અંતરિક્ષના બીજા ગ્રહની પ્રદક્ષિણા કરનારો પહેલો ઉપગ્રહ હતો. ૧૪ નવેમ્બર ૧૯૭૧ના રોજ મંગળની કક્ષામાં પહોચનાર આ ઉપગ્રહે પોતાના મિશનમાં મંગળ ગ્રહનો ૮૫ ટકા હિસ્સો માપી લીધો હતો. તેણે આ મિશનમાં મંગળના ૭૦૦૦ જેટલા જૂદા જૂદા ફોટાઓ મોકલ્યા હતા.