“કાલા” ફિલ્મમાં રંજનીકાંત અને મહેન્દ્રસિંહ ધોની ટીમનો અંદાજ જોવા જેવો છે

    ૩૦-મે-૨૦૧૮

 
સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મનું નવું ટ્રેલર આજે યુ-ટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કજી રહ્યું છે. આ નવું ટ્રેલર બે દિવસમાં ૫ લાખ લોકો જોઇ ચુક્યા છે. આ બધાની વચ્ચે રજનીકાંતના જમાઈ અને કાલા દિલ્મના પ્રોડ્યુસર ધનુષે પણ પોતાના ટ્વીટર પર આ ફિલ્મની રીલિઝ કરવાની તારીખ જહેર કરી છે. આગામી ૭ જૂને અલગ અલગ ભાષામાં દુનિયાભરમાં અનેક સિનેમાધરોમાં એક સાથે આ ફિલ્મ રીલિઝ થશે.
 
 
 
અંદાજે રજનીકાંત..
 
ટ્રેલર પ્રમાણે ફિલ્મમાં રજનીકાંત એક ગેંગસ્ટારના પાત્રમાં છે. તેની સાથે બોલિવૂડની હિરોઈન હુમા હુરૈશી અને નાના પાટેકર પણ દર્શકોને જોવા મળશે. મીડિયા રીપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં એક ઝુપડપટ્ટીનો માહોલ બતાવવામાં આવ્યો છે. આ માટે મુંબઇની ધારાવીની ઝુપડપટ્ટી જેવો સેટ બનાવવામાં આવ્યો હતો જમાં ૫ કરોડ કરતા વધારે રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો…
 
 
 
કાલા અને મહેન્દ્રસિંહ ધોની.......................................
 
આ બધાની વચ્ચે ચેન્નઈ સુપરકિંગની ટીમનો એક વિડીઓ પણ સામે આવ્યો છે. જેમાં રજનીકાંટની સ્ટાઈલમાં આ ટીમની એક્શન જોવા મળી રહી છે.