તીખી વાત : સલમાન ખુર્શીદજી, કોંગ્રેસના દામન પર માત્ર મુસ્લિમોના જ નહીં, પણ હિન્દુઓ, શીખોના લોહીના ધબ્બા પણ લાગેલા છે

    ૦૪-મે-૨૦૧૮


 

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આયોજિત વાર્ષિક સમારોહ દરમિયાન કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદના વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં આમિર નામના એક વિદ્યાર્થીએ પ્રશ્ર્ન કર્યો હતો કે, કોંગ્રેસના શાસનમાં એએમયુ કાનૂન બદલવામાં આવ્યો. હાશિમપુરા, મુઝફ્ફરનગરનાં રમખાણો થયાં. બાબરી મસ્જિદના દરવાજા ખૂલ્યા. કોંગ્રેસના દામન પર મુસ્લિમોના લોહીના ધબ્બા લાગેલા છે. તેને કોંગ્રેસ કેવી રીતે ધોશે ? તેના જવાબમાં સલમાન ખુર્શિદે સ્વીકાર્યું હતું કે કોંગ્રેસના દામન પર મુસ્લિમોના લોહીના ધબ્બા લાગેલા અને એક કોંગ્રેસી નેતા હોવાને કારણે દાગ મારા દામન પર પણ છે. કોઈ કોંગ્રેસી નેતાએ પોતાનો પક્ષ મુસ્લિમોનો ગુનેગાર છે અને તેમના રાજમાં મુસ્લિમો પર અત્યાચાર થયા હોવાની વાત સ્વીકારવી પડી હોય કદાચ પહેલો પ્રસંગ છે, પરંતુ વાસ્તવમાં સલમાન ખુર્શીદજી અધુરું સત્ય બોલ્યા છે. કોંગ્રેસના દામન પર માત્ર મુસ્લિમોના નહીં, હિન્દુ અને શીખોના લોહીના પણ ધબ્બા લાગેલા છે. ત્યારે એક નજર કોંગ્રેસના રાજમાં થયેલાં સાંપ્રદાયિક અને નરસંહાર પર.

કોંગ્રેસ સત્તા માટે કાંઈ પણ કરી શકે છે, કોઈપણ હદે જઈ શકે છે, વાત સલમાન ખુર્શિદનાકોંગ્રેસના દામન પર મુસલમાનોના લોહીના ડાઘ છેવાળા નિવેદન પરથી સાબિત થયું છે. જાણે-અજાણ્યે કે પછી મજબૂરીમાં કોંગ્રેસી નેતા સલમાન ખુર્શિદે સાચી વાત કહી દીધી છે. હા, હવે તેઓ પોતાના નિવેદન પર ક્યાં સુધી કાયમ રહે છે તે જોવાનું રહ્યું, પરંતુ હકીકત છે કે, કોંગ્રેસના દામન પર માત્ર મુસ્લિમોના નહીં, હિન્દુ અને શીખોના લોહીના દાગ પણ લાગેલા છે. કોંગ્રેસે સત્તા માટે અને સત્તા ટકાવવાની લાલચે ભારતના લગભગ તમામ જાતિ અને ધર્મના લોકોનું લોહી વહેવડાવ્યું છે. કોંગ્રેસના રાજમાં દેશમાં સૌથી વધુ સાંપ્રદાયિક રમખાણો થયાં છે. દેશની આઝાદી પહેલાં અને બાદમાં કોંગ્રેસની નજર હેઠળ સેંકડો નરસંહાર થયા છે.

આવા કેટલાક નરસંહારોની વાત કરીએ તો.

૧૯૧૯માં ભારતનાં મુસ્લિમો દ્વારા અંગ્રેજો સામે ચલાવાયેલ ખિલાફત આંદોલનને ગાંધીજીએ સમર્થન આપ્યું અને હિન્દુઓને આપવા આહ્વાન કર્યું. પરંતુ મુસ્લિમોનું ખિલાફત આંદોલન નિષ્ફળ જતાં કાફિરોના સમર્થનને કારણે ખિલાફત આંદોલન નિષ્ફળ ગયું છે નો ભાવ મુસ્લિમોમાં જાગ્યો. પરિણામે કેરલના મોપલામાં ૨૦ હજાર હિન્દુઓની હત્યા કરવલામાં આવી અને ૨૦ હજારથી વધુને મુસલમાન બનાવી દેવાયા અને ૧૦ હજારથી વધુ હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર થયો. આમ મહાત્મા ગાંધીની ભૂલને કારણે હજારો હિન્દુઓને પોતાનો જીવ ખોવો પડ્યો. હજારોને પોતાનો ધર્મ ત્યજવો પડ્યો અને હજારો હિન્દુ મહિલાઓને પોતાનું શીયળ ખોવું પડ્યું.

૧૯૪૬માં પશ્ર્ચિમ બંગાળનો નોઆખલીનો નરસંહાર હિન્દુઓના લોહીથી લખાયેલો છે. ૮૨ ટકા મુસ્લિમ અને ૧૮ ટકા હિન્દુ વસતી ધરાવતાં વિસ્તારનાં મુસ્લિમલીગીઓ અને મુસ્લિમો હિન્દુઓ પર કહેર બની તૂટી પડ્યા હતા અને ૧૦,૦૦૦થી વધુ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી અને હજારો હિન્દુ મહિલાના શીયળ લૂટી લેવામાં આવ્યા હતા. આઘાતજનક રીતે મહાત્મા ગાંધીએ વખતે હિન્દુઓને કાયર કહ્યાં હતા. બાદમાં બિહારમાં આના પડઘા પડતાં મુસ્લિમો પર હુમલા શરૂ થતા ગાંધીજીએ શાંતિ માટે ઉપવાસ શરૂ કરી દીધા હતા.

૧૯૪૮માં હૈદરાબાદ રાજ્યમાં નિઝામની સેના (રઝાકારોએ) સ્થાનિક હિન્દુઓ પર કહેર વર્તાવ્યો. હિન્દુઓના કત્લેઆમ અને હિન્દુ મહિલાઓ સાથે બળાત્કાર છતાં તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ મૂકદર્શક બની હિન્દુઓનાં નરસંહારને જોઈ રહ્યાં હતા.

૧૯૭૧માં પૂર્વી પાકિસ્તાનમાં લાખો હિન્દુઓની કત્લેઆમ અને બળાત્કારને તાત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા એટલા માટે નજર અંદાજ કરવામાં આવ્યા. કારણ કે તેઓને ડર હતો કે જો ભારતના હિન્દુઓને હત્યાકાંડની ખબર પડશે તો તે જનસંઘના પક્ષે હિન્દુઓ સંગઠિત બનશે. હિન્દુઓનાં નરસંહારનાં સમાચાર લાંબા સમય બાદ વિદેશી માધ્યમોમાં આવ્યા બાદ ના છૂટકે તેઓને સૈનિક કાર્યવાહી કરવી પડી હતી.

૧૯૮૪માં કોંગ્રેસના સમયનો શીખ નરસંહારની ગણના ભારતનાં બર્બર રમખાણ અને નરસંહારમાં થાય છે. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ થયેલા શીખ વિરોધી રમખાણોમાં ૨૭૩૩ જેટલા શીખોને બર્બરતા પૂર્વક રહેશી નાખવામાં આવ્યા હતા. તે વખતે પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હતા અને શીખોના નરસંહારની આગેવાની અનેક કોંગ્રેસી દિગ્ગજ નેતાઓએ લીધી હતી. ખુદ રાજીવ ગાંધીએ પણ હત્યાકાંડ અંગે પ્રતિક્રિયા આપી હતી કે જ્યારે કોઈ મોટું વૃક્ષ જમીન દોસ્ત થાય છે. ત્યારે તેના આજુબાજુની જમીનમાં થોડો ધ્રુજારો તો આવે છે. તે વખતની અને ત્યારબાદની કોંગ્રેસ સરકાર હત્યાકાંડના આરોપી કોંગ્રેસીઓને બચાવવા માટે આખેઆખા તંત્રને ઘૂંટણીએ પાડી દીધું હતું. આજ કારણે આજ-દિન સુધી કોંગ્રેસી નેતાઓને સજા થઈ શકી નથી.

૧૯૯૦માં કાશ્મીરમાં હથિયાર બંધ આંદોલન શરૂ થયું અને ઇસ્લામ કાશ્મીરી પંડિતો પર કહેર બનીને તૂટ્યો હતો. જમાતે ઇસ્લામી દ્વારા કાશ્મીરમાં ઇસ્લામિક ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો તે વખતે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું. કાશ્મીરી મસ્જિદોમાંથી શરેઆમ કાફિરો તમારી મહિલાઓને છોડી ચાલ્યા જાઓનાં ફરમાન થતાં હતા, તે વખતે પણ રાજ્ય અને કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું. છતાં કોંગ્રેસ પોતાના રાજકીય સ્વાર્થ ખાતર મૂકદર્શક બની રહી. પરિમામે સેકડો હિન્દુપંડિતોની હત્યા થઈ. હજારો પંડિત મહિલાઓનાં શીયળ લૂંટાયા અને લગભગ આઠ લાખ હિન્દુ પંડિતોને પોતાની માલ-મિલકત છોડી વિસ્થાપિત થવું પડ્યું.

પબ્લિક પોલિસી રિસર્ચ સેન્ટરનું સંશોધન આંખ ઉઘાડે છે

પબ્લિક પોલિસી રિસર્ચ સેન્ટર દ્વારા સાંપ્રદાયિક રમખાણો પર કરાયેલ સંશોધનોમાં જે બાબત સામે આવી છે તેના પર વિશ્ર્વાસ કરીએ તો પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના શાસનકાળમાં ૧૯૫૦થી માંડી ૧૯૬૪ દરમિયાન ૧૬ રાજ્યોમાં ૨૪૩ સાંપ્રદાયિક રમખાણોની ઘટનાઓ બની હતી. પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના શાસનકાળ ૧૯૬૬-૭૭ સુધી અને ૧૯૮૦-૮૪ દરમિયાન ૧૫ રાજ્યોમાં ૩૩૭ જેટલી સાંપ્રદાયિક ઘટનાઓ બની હતી. કોંગ્રેસના તમામ પ્રધાનમંત્રીઓમાં પ્રકારની સૌથી વધુ ઘટનાઓ બની હોય તો તે ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં બની છે. પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના શાસનકાળ ૧૯૮૪-૮૯ દરમિયાન ૧૬ રાજ્યોમાં ૨૯૧ સાંપ્રદાયિક રમખાણોની ઘટનાઓ બની હતી, જેમાં સૌથી ભયાનક નરસંહાર ૧૯૮૪નો શીખ નરસંહાર હતો.

૧૯૫૦થી ૧૯૯૫ દરમિયાન થયેલાં રમખાણોને ધ્યાનથી તપાસીએ તો વર્ષો દરમિયાન ૧૧૯૪ જેટલાં રમખાણો થયાં હતાં. જેમાંથી ૮૭૧ રમખાણો એટલે કે ૭૨.૯૫ ટકા રમખાણો નહેરુ, ઇન્દિરા અને રાજીવ ગાંધીના શાસનકાળમાં થયાં હતાં. આમાં સૌથી વધુ કોમી રમખાણોનું કોઈ ભોગ બન્યું હોય તો તે રાજ્ય ગુજરાત છે. દરમિયાન અમદાવાદને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં ૨૪૪ રમખાણો થયાં હતાં, જેમાં ૧૬૦૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે માત્ર અમદાવાદમાં ૭૧ રમખાણો થયાં હતાં, જેમાં ૧૭૦૧ લોકોને પોતાનો જીવ ખોવો પડ્યો હતો. તમામ રમખાણો વખતે ગુજરાતમાં કોંગ્રેસનું રાજ હતું. અમદાવાદમાં સૌથી ભયાનક રમખાણ ૧૯૬૯માં ફાટી નીકળ્યાં હતાં. લગભગ મહિના સુધી ચાલેલા રમખાણોમાં ૫૧૨ લોકો માર્યા ગયા હતા.

અન્ય રાજ્યોની વાત કરીએ તો ૧૯૬૪ના રાઉરકેલા અને જમશેદપુરનાં રમખાણોમાં ૨૦૦૦ જેટલા લોકોના જીવ ગયા હતા. તે સમયે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. ૧૯૬૭માં ઝારખંડના રાંચીમાં થયેલા રમખાણોમાં ૨૦૦ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ ત્યાં કોંગ્રેસની સરકાર હતી. ૧૯૮૪ દિલ્હીમાં સરકારી આંકડા મુજબ ૨૭૩૩ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ૧૯૮૫માં અમદાવાદમાં સાંપ્રદાયિક રમખાણોમાં ૩૦૦ લોકોના જીવ હોમાઈ ગયા હતા. ત્યારે પણ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. ૧૯૮૯માં ભાગલપુરનાં રમખાણોમાં ૧૦૦૦થી વધુ લોકોની હત્યા થઈ હતી. કોંગ્રેસ સરકારના નાક નીચે નરસંહાર થયો હતો.

આમ છતાં બેશરમીની હદ જુઓ, કોંગ્રેસ સરકાર સાંપ્રદાયિક રમખાણોને લઈને વારંવાર ભાજપ અને રા.સ્વ.સંઘ પર આંગળી ચીંધે છે. રમખાણોનો ભય બતાવી અને બિનસાંપ્રદાયિકની દુહાઈ આપી મુસ્લિમોના અને ઉદારવાદી હિન્દુઓના થોકબંધ મતો મેળવી પણ જાય છે. પરંતુ હકીકતમાં કોંગ્રેસના શાસનકાળમાં એવા અનેક ભયાનક સાંપ્રદાયિક નરસંહાર થયા છે જેમાં હજારો લોકોએ જીવ ખોયા છે. જીવ ખોનારા લોકોમાં મુસ્લિમોની સાથે સાથે હિન્દુ અને શીખો પણ હતા. ત્યારે સલમાન ખુર્શીદે અધુરાં સત્યનો સ્વીકાર કર્યો છે.