વિશ્વપ્રવાહ : ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટનો ગાળિયો ધીરે ધીરે કસી રહ્યા છે

    ૦૪-મે-૨૦૧૮


 

અમેરિકન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટવાળી નીતિ ભર્યા નિર્ણયોથી દુનિયા પ્રભાવિત થઈ રહી છે. એમાં પણ વિશેષ રૂપે ભારત પર તેમના નિર્ણયોની અસર વર્તાઈ રહી છે, કારણ ભારત ઘણી બધી રીતે અમેરિકા પર નિર્ભર છે. જાણીએ એક વિશેષ અહેવાલમાં...

ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી ભારતનાં હિતોને જોખમનો ખતરો હતો ને ખતરો ધીરે ધીરે સાચો પડી રહ્યો છે. સામાન્ય રીતે રાજકારણીઓ ચૂંટણીમાં જે વચનો આપે તેને પાળતા નથી પણ ટ્રમ્પ મામલે વચનના પાકા નીકળ્યા. અમેરિકા ફર્સ્ટ સ્લોગન સાથે પ્રમુખપદની ચૂંટણીમાં જોરદાર પ્રચાર કરીને જીતી ગયેલા ટ્રમ્પે પ્રમુખ બનતાં એક પછી એક એવી નીતિઓ અમલમાં મૂકવા માંડી છે કે જેના કારણે સમગ્ર દુનિયાને એક યા બીજી રીતે અસર થઈ રહી છે. ભારત તેમાં વધારે અસરગ્રસ્ત છે કેમ કે ભારત ઘણી બધી રીતે અમેરિકા પર નિર્ભર છે, ભારતનાં વ્યાપક હિતો અમેરિકા સાથે સંકળાયેલાં છે. ટ્રમ્પનો ભારતને નુકસાન કરે એવો તાજો નિર્ણય H-1B વિઝા નીતિમાં ફેરફાર છે.

H-1B વિઝા પર ફેરવિચારણા

અમેરિકા પોતાને ત્યાં ઈન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રમાં કામ કરતા વિદેશીઓને H-1B વિઝા આપે છે. H-1B વિઝા પર અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સના જીવનસાથી એટલે કે પતિ કે પત્નીને H-4 વિઝા આપવામાં આવે છે. ઓબામા પ્રમુખ હતા ત્યારે તેમણે મહત્ત્વનો નિર્ણય લઈને H-4 વિઝા ધારકો પણ અમેરિકામાં કામ કરી શકે માટે વર્ક પરમિટ આપવાનો નિયમ અમલી બનાવેલો. ઓબામા સરકારે ૨૦૧૫માં નિયમ બનાવ્યો ને તેના કારણે પતિ-પત્ની બંને કામ કરી શકે તેવી સગવડ કરી આપી. અમેરિકામાં ૭૦ હજારથી વધારે H-4 વિઝા હોલ્ડરોને નિયમનો લાભ મળ્યો છે, જેમાંથી મોટા ભાગના ભારતીય છે.

હવે ટ્રમ્પ દાદાને તુક્કો સૂઝ્યો એટલે તેમણે H-1B વિઝા ઉપર અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સના પતિ કે પત્નીને અમેરિકામાં કાયદેસર કામ કરવાની સુવિધા પાછી લઈ લેવાનું એલાન કરી દીધું છે. ટ્રમ્પ દાદાના નવા ફતવાના કારણે નવા નિયમોના કારણે ૭૦ હજારથી વધારે H-4 વિઝા હોલ્ડરો નવરા થઈ જશે ને કામધંધા વિના બેસી રહેવું પડશે. રસપ્રદ વાત છે કે, ટ્રમ્પના ફતવાનો તેમના પક્ષના કોંગ્રેસમેન એટલે કે સાંસદો વિરોધ કરી રહ્યા છે. બધા ખુલ્લેઆમ વિરોધમાં બહાર નથી આવી શકતા પણ વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ ટ્રમ્પ પ્રશાસનની H-1B વિઝાધારકોના જીવનસાથીને નોકરી કરવા દેવાની શરતનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તેમણે જે દલીલ કરી છે પણ રસપ્રદ છે અને એકદમ તાર્કિક છે.

ડેમોક્રેટિક પક્ષનો વિરોધ

ડેમોક્રેટિક સાંસદોએ દલીલ કરી છે કે H-1B વિઝાધારકો જ્યાં રહે છે સિલિકોન વેલી સહિતના વિસ્તારો બહુ પોશ છે અને મોંઘા છે. વિસ્તારોમાં એક વ્યક્તિની આવક દ્વારા પરિવારનું પાલનપોષણ કરવું મુશ્કેલ છે. એક વ્યક્તિ કમાતી હોય તો માંડ માંડ બે છેડા ભેગા થાય એવી હાલત છે. સંજોગોમાં ઘરની બીજી વ્યક્તિને નોકરી કરવાની છૂટ આપવી જોઈએ. ઘણી અમેરિકન કંપનીઓએ પણ શરતનો વિરોધ કર્યો છે. એચ- વિઝાધારકોને કામ કરવા દેવાના નિયમનો વિરોધ કરતા લોકોનું કહેવું છે કે નવા નિયમના કારણે ઘણી અનિશ્ર્ચિતતા ઊભી થશે અને અનેક સ્કીલ્ડ પ્રોફેશનલ્સ માટે આર્થિક સમસ્યાઓ સર્જાશે. લોકો છેલ્લાં કેટલાંક વરસોથી બે વ્યક્તિની આવકના આધારે પોતાની લાઇફસ્ટાઇલ નક્કી કરીને બેઠાં છે. હવે એક વ્યક્તિની આવક બંધ થશે એટલે તેમનું બજેટ ખોરવાઈ જશે ને સરવાળે બધું ખોરવાઈ જશે. જો કે ટ્રમ્પ મનમાની કરવામાં માહિર છે ને લોકોના વિરોધની પરવા કર્યા વિના પોતાનું ધાર્યું કરવામાં માને છે. મામલે પણ ટ્રમ્પ લોકોના વિરોધને ઘોળીને પી ગયા છે જોતાં નવો નિયમ અમલમાં આવશે તેમાં કોઈ શંકા નથી.

ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારથી આમ તો ભારત માટે ખતરાની ઘંટડી વાગવા માંડેલી પણ નવા ફતવાના કારણે ભારતે ચેતવાની જરૂર છે. H-4 વિઝા હોલ્ડરોની સંખ્યા માંડ ૭૦ હજારની આસપાસ છે ને ભારતીયોની સંખ્યા તેનાથી પણ ઓછી હશે તેથી આર્થિક રીતે મુદ્દો એટલો મોટો ના લાગે. આપણી વસતીના પ્રમાણમાં બહુ ઓછા પરિવારોને અસર થશે પણ સ્પષ્ટ છે પણ અહીં પ્રશ્ર્ન અમેરિકાની નીતિનો છે. ટ્રમ્પ છેલ્લા કેટલાય સમયથી અમેરિકા ફર્સ્ટની નીતિનો આક્રમકતાથી અમલ કરી રહ્યા છે ને અત્યારે જે નિર્ણય લેવાયો છે તેનો ભાગ છે. ધીરે ધીરે આક્રમકતા વધતી જશે ને તેની અસરો પણ વધતી જશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિનો અમલ કરવાના મામલે એટલા આક્રમક છે કે ચીન જેવા દેશને પણ ઘોંચપરોણા કર્યા કરે છે ત્યારે ભારત તો ચીન જેટલું આર્થિક રીતે તાકતવર પણ નથી. ભારતે અંગે વિચારવું પડે કેમ કે ભારત સાથે અમેરિકાનાં આર્થિક હિતો મોટા પ્રમાણમાં સંકળાયેલાં છે.

ભારતે બીજી પણ એક વાત સમજવાની જરૂર છે કે, અમેરિકા ફર્સ્ટનો મુદ્દો ટ્રમ્પ હજુ વધારે ગજવશે કેમ કે તેમણે ૨૦૨૧માં ફરી પ્રમુખ બનવાનું છે. અત્યારે તેમણે નાના નાના મુદ્દાથી શરૂઆત કરી છે પણ જેમ જેમ ચૂંટણી આવતી જશે તેમ તેમ ગાળિયો વધારે કસતા જશે ને વખતે આપણા માટે મુશ્કેલી વધતી જશે. ટ્રમ્પ માટે રાજકીય મજબૂરી છે કેમ કે તેમણે પોતે વિદેશીઓના અપાતા વિઝા અને આઉટસોર્સિંગના મુદ્દાને મોટો કરીને રાજકીય રંગ આપ્યો છે.

સ્થાનિક અમેરિકનો પણ ટ્રમ્પની સાથે

H-1B વિઝાને કારણે અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલ્યો આવે છે. અમેરિકાના લોકો વિઝાનો ભારે વિરોધ કરે છે. અમેરિકામાં ઘણાં લોકોનું માનવું છે કે, આઈટી કંપનીઓ વિઝાનો ખોટી રીતે ઉપયોગ કરે છે. વિઝા ખરેખર તો એવા સ્કીલ્ડ લોકોને આપવા જોઈએ જે અમેરિકામાં હોય પણ આઈટી કંપનીઓ વિઝાનો ઉપયોગ કરવામાં નિયમ પાળતી નથી. અમેરિકનો માને છે કે H-1B વિઝાનો ઉપયોગ કરીને કંપનીઓ અમેરિકનોની જગ્યાએ વિદેશીઓને ઓછા પગારે નોકરીમાં રાખી લે છે કે જેથી તેમનો નફો વધે. જો કે તેના કારણે અમેરિકનોનાં હિતો પર તરાપ મરાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી અમેરિકામાં વિઝાને લઈને કેસો પણ થયા છે.

૨૦૧૫માં ડિઝની જેવી મોટી કંપની સામે H-1B વિઝાને કારણે કેસ થયેલો. ડિઝનીના કેટલાક કર્મચારીઓનો આરોપ હતો કે, કંપનીએ ઓછો પગાર આપવો પડે એટલા માટે તેમની જગ્યાએ વિદેશથી બોલાવેલા H-1B વિઝાધારકોને નોકરીએ રાખ્યા હતા. કર્મચારીઓએ એવો આરોપ પણ મૂક્યો હતો કે ડિઝનીએ તેમને નોકરીમાંથી કાઢી મૂકતાં પહેલાં પોતાનું કામ H-1B વિઝાધારકોને શીખવવા માટે પણ કહ્યું હતું. કેસ ડિઝની હારી ગઈ હતી ને તેણે જંગી વળતર ચૂકવવું પડેલું. H-1B વિઝાને કારણે ભારતીય આઈટી કંપનીઓ ઉપર પણ આરોપો મુકાતા રહ્યા છે ને ૨૦૧૩માં તો ઇન્ફોસિસે આવા એક કેસમાં લગભગ ૨૫ કરોડ રૂપિયાનો દંડ ભરવો પડયો હતો.

અમેરિકનોની લાગણીનો ટ્રમ્પે લાભ ઉઠાવ્યો અને વિદેશીઓ અમેરિકનોની નોકરીઓ છીનવી લે છે મુદ્દાને ચગાવ્યો. ૨૦૧૬માં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝામાં આકરા નિયમોને ચૂંટણીમુદ્દો બનાવ્યો હતો અને H-1B વિઝા પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી હતી. ટ્રમ્પે અમેરિકન કંપનીઓ વિઝાનો ઓછામાં ઓછો ઉપયોગ કરે એટલા માટે સત્તામાં આવતાંવેંત ફી પણ વધારી દીધી હતી. ગયા વર્ષે જાન્યુઆરીમાં વિઝા ફી બે હજાર ડોલરથી વધારીને હજાર ડૉલર કરી દેવામાં આવી હતી. વખતે ભારત સરકારે તેનો ભારે વિરોધ પણ કર્યો હતો પણ ટ્રમ્પ તેને ઘોળીને પી ગયા હતા.

ટૂંકમાં ટ્રમ્પ ધીરે ધીરે અમેરિકા ફર્સ્ટ નીતિનો ગાળિયો કસી રહ્યા છે કેમ કે તેની સાથે તેમનું રાજકીય અસ્તિત્વ સંકળાયેલું છે. ભારતે વાત સમજીને યુરોપના દેશો સાથે આઈટી ક્ષેત્રે વધારે કામ શરૂ કરવું જોઈએ. બીજાં પણ નવાં ક્ષેત્રો શોધવાં જોઈએ. ભારતના વિદેશી હૂંડિયામણમાં આઈટી ક્ષેત્રનો ફાળો મોટો છે. સંજોગોમાં ભારતને બિઝનેસ ગુમાવવો પરવડે તેમ પણ નથી તેથી ભારત અત્યારથી સતર્ક થઈ જાય તો સારું.