દિન-વિશેષ : અજેય હિન્દુ યોદ્ધા મહારાણા પ્રતાપ

    ૦૯-મે-૨૦૧૮


 

વામપંથી ઇતિહાસકારોએ અનેક ભ્રમણા ફેલાવી છે. વિશેષ કરીને હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અકબરના હાથે થયેલ હારનો તદ્દન જુઠ્ઠાણાનો પ્રચાર કરવામાં આવ્યો છે, પરંતુ ખરેખર હલ્દીઘાટીના યુદ્ધમાં શું થયું હતું ? કોણ યુદ્ધ જીત્યું હતું અને કોણે યુદ્ધમાં મોઢાની ખાવી પડી હતી. જાણીએ વિશેષ પ્રસ્તુતિમાં....

૧૮ જૂન, ૧૫૭૬માં હલ્દીઘાટી યુદ્ધનો પ્રારંભ થયો. યુદ્ધ બે સમાન શક્તિઓ વચ્ચેનું મહાયુદ્ધ હતું. એક તરફ સમગ્ર હિન્દુસ્તાનને પોતાને આધીન કરવા મથતાં બાદશાહ અકબર હતો. મોટું સૈન્ય, અતુલ ધનસંપદાનો સ્વામી હતો, તો બીજી તરફ મહારાણા પ્રતાપ અને મેવાડના નાનાં-નાનાં રાજ્યોની નાની-નાની સેના અને સામાન્ય ધનસંપદા હતી. પ્રતાપના સૈન્યમાં ભીમાશાહ ઝાલા માન, (બીદા) ભીલુ રાણા પૂંજા, હકીમખાં સૂરી, રામશાહ જેવા વીરો હતા. તો સામે માનસિંહના સૈન્યમાં આસફખાં, મિરત્તરખાં, જગન્નાથ કચ્છવાહા, સૈયદ હાસિમ બારહા, ગાઝીખાં વગેરે હતા.

અને મુઘલ સૈન્યને ભાગવું પડ્યું !

૧૮ જૂનની સવારે માનસિંહ પોતાના સૈન્ય સાથે બાદશાહ બાગ સુધી આવી ગયો હતો. તેણે ત્યાં તેના સૈન્યની વ્યૂહરચના ગોઠવી. રાણા પ્રતાપે પણ પોતાની સેનાને બે ભાગોમાં વિભાજિત કરી હલ્દીઘાટીની સાંકડી પહાડીઓમાંથી અચાનક માનસિંહ પર આક્રમણ કરી દીધું. લગભગ સવારે ૧૦ વાગે થયેલા હુમલામાં મુગલોની હરાવલ ટુકડીમાં હાહાકાર મચી ગયો. પરિણામે તે બનાસ નદીના કિનારે કોસ સુધી ભાગ્યા. તે વખતે ચંદાવલ ટુકડીના મિહત્તર ખાંએ ઢોલ વગાડી ભાગતા સૈન્યને રોકી કહ્યું. બાદશાહ અકબર ખુદ મોટા સૈન્ય સાથે આપણી મદદે આવી રહ્યા છે. આશ્ર્વાસન બાદ મુગલ સેના ખમનૌરગામ સ્થિત મેદાનમાં ફરી એકત્રિત થવા લાગી. અહીં પણ બન્ને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જેમાં અનેક વીરો શહીદ થયા. ગ્વાલિયરના તંવર રાજા રામસિંહ અને તેમના ત્રણેય પુત્ર, પ્રતાપસિંહ, ભવાનીસિંહ અને શાલીવાહન વીરગતી પામ્યા. હકીમખાં સૂરી પણ મુગલ સેનામાં હાહાકાર મચાવી અંતે શહીદ થયો.

યુદ્ધભૂમિમાં જેવો માનસિંહનો હાથી પ્રતાપની સામે આવ્યો કે પ્રતાપના એક સંકેતથી તેમના ઘોડા ચેતકે પોતાના બન્ને પગ હાથીના મસ્તક પર ટેકવી દીધા. મહારાણા પ્રતાપે માનસિંહ પર ભાલાનો પ્રહાર કર્યો. માનસિંહ પ્રહારથી બચી ગયો. ભાલો મહાવતને વાગ્યો અને તે મૃત્યુ પામ્યો. પ્રતાપે પોતાની કટારથી માનસિંહ પર પ્રહાર કર્યો. કટાર વાગવાથી માનસિંહ મૃત્યુ પામ્યો છે એમ સમજી પ્રતાપે ચેતકને પાછો હટાવી લીધો, પરંતુ પાછા હટતા સમયે હાથીની સૂંઢ પર લટકેલી તલવારથી ચેતકનો પગ ઘાયલ થયો હતો. છતાં પણ ચેતકે યુદ્ધભૂમિમાં રાણા પ્રતાપને પૂરતો સાથ આપ્યો. મિહત્તરખાંના જૂઠા પ્રચાર અને વધુ તોપો આવવાથી મુગલ સૈન્યમાં ઉત્સાહનો સંચાર થયો. બન્ને તરફથી માર-કાપથી તે મેદાનમાં લોહીનું તળાવ બની ગયું. આજે પણ તળાવરક્ત તલાઈનામે લખાય છે.

પરિસ્થિતિમાં ઝાલા માન (બીદા) મહારાણા પ્રતાપને કહ્યું, હું દુશ્મનોને રોકી રાખું છું. તમે સૈન્યને લઈ પહાડીઓમાં ચાલ્યા જાઓ. પ્રતાપે પોતાના સાથીને રાજચિહ્ન આપી સેનાને પહાડીઓમાં પાછા ફરવાનો સંકેત આપ્યો. યુદ્ધભૂમિમાં દુશ્મનોને રોકતા ઝાલામાને પોતાના વડવાઓની પરંપરા નિભાવતા શહીદ થયા. મુઘલો તેમને પ્રતાપ સમજી બેઠા હતા. બધા સમયમાં પ્રતાપના સૈન્યને પહાડીઓમાં મોર્ચો સંભાળવાનો સમય મળી ગયો હતો. મુગલોના મનમાં પ્રતાપના સૈન્યનો એટલો તો ભય હતો કે મેવાડી સૈન્ય પહાડીઓમાં ચાલ્યું ગયું છતાં પણ તેઓ પ્રતાપનો પીછો કરવાને બદલે પોતાના ડેરામાં પરત ફર્યાં.

ચેતકની સ્વામીભક્તિ

ખુદ ઘાયલ છતાં પણ રક્ત તલાઈથી પ્રતાપને હેમ-ખેમ કાઢી પરત ફરતાં રસ્તામાં પાણીનું એક મોટું નાળું આવ્યું. ચેતકે એક છલાંગે તેને પાર કરી લીધું. વધુ પડતું લોહી વહી જવાને કારણે આંબલીના ઝાડ નીચે ચેતકે પોતાના પ્રાણ ત્યજી દીધા. સ્થાન આજેખોડી ઈમલીતરીકે ઓળખાય છે. ‘ખોડી ઈમલીની પાસે સ્થિત મહાદેવજીના મંદિરના પ્રાંગણમાં ચેતકનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. ત્યાં આજે પણ ચેતકની સમાધિ અને સ્મારક ઊભું છે.

પરત ફરી પ્રતાપના સૈનિકોએ કાસોડા ગ્રામમાં ઘાયલોની સારવાર કરતાં સમયે સૈનિક વેશમાં એક મહિલાને જોઈ. તેને ભાનમાં લાવી મહારાણા સમક્ષ લાવવામાં આવી. જ્યારે તેનો પરિચય પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, હું કોશિથલની રાણી છું. તમે દરેક પરિવારમાં લડવા યોગ્ય વ્યક્તિઓને યુદ્ધમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. અમારા પરિવારના ઠાકુરશાનું નિધન થઈ ગયું છે. બાળકો હજી નાના છે માટે હું સ્વયં સૈનિકવેશે યુદ્ધમાં લડવા આવી છું. મહારાણા પ્રતાપના અન્ય સામંત મહાન નારીની કર્તવ્યનિષ્ઠા સામે નત મસ્તક બની ગયા. આમ રાણીએ પોતાનું નામ ઈતિહાસમાં અમર કરી દીધું. બે દિવસ બાદ જ્યારે મહારાણા પ્રતાપ ગોગુન્દા ખાલી કરી કોલ્યારીના જંગલોમાં કમલનાથ પાસે આવરગઢમાં ચાલ્યા ગયા, મુઘલ સેના પણ તેમનો પીછો કરતાં ત્યાં પહોંચી.

હલદીઘાટી યુદ્ધમાં વિજય

હલદીઘાટીના યુદ્ધના પરિણામ સંબંધે ડૉ. ગૌરીશંકર હીરાચંદ ઓઝા પોતાના પુસ્તકઉદયપુર રાજ્યનો ઈતિહાસના પાના નં. ૪૪૨ પર લખે છે કે, "હિન્દુઓ સાથે મુસ્લિમોની લડાઈનો મુસ્લિમો દ્વારા લખાયેલો ઈતિહાસ એકપક્ષીય રહ્યો છે. આમ છતાં પણ મુસ્લિમોના કથનમાં સ્પષ્ટ થઈ જાય છે કે, નિશ્ર્ચિત રીતે શાહી સૈન્યને ખૂબ મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

અને રાણા પ્રતાપના પહાડીઓમાં પાછા ફર્યા બાદ શાહી સૈન્યમાં એટલી હિંમત નહોતી કે તે તેમનો પીછો કરી શકે. મહારાણા પ્રતાપનો ભય એટલી હદે વ્યાપી ગયો હતો કે, તેઓએ માની લીધું હતું કે રાણા આપણને મારવા માટે પહાડીઓમાં ઘાત લગાવી બેઠા છે. બે દિવસ બાદ મુઘલ સેનાના ગૌગુદા પહોંચવા છતાં પણ શાહીસૈનિકોમાં ડર હતો કે રાણા કપટથી આવી આપણી પર ટૂટી પડશે. માટે ગામની ચારેય તરફ ઊંડી ખીણો ખોદાવી દેવામાં આવી હતી અને સુરક્ષા માટે ઘોડાઓ કૂદી ના શકે એટલી ઊંચી દીવાલો બંધાવી દેવામાં આવી હતી. અને ગામના તમામ મહોલ્લામાં વાડ બનાવી દેવામાં આવી હતી. આમ ગાંગુદામાં શાહી સેના કેદીની માફક ખુદ કેદ થઈ ગઈ હતી. તે દાણા-દાણા માટે મોહતાજ બની ગઈ હતી. બધી વાતો પરથી માન્યતાને બળ મળે છે કે યુદ્ધમાં રાણાપ્રતાપનો હાથ ઉપર રહ્યો હતો.

ડૉ. દેવીલા પાલીવાલ પોતાના પુસ્તકમહારાણા પ્રતાપ મહાનના પાના નં. ૪૩ પર લખે છે કે, પોતાના અનેક યૌદ્ધાઓને ખોઈ દેવા છતાં પ્રતાપ અને તેમની સેના અપરાજિત રહી સુરક્ષિત રીતે પહાડીઓમાં પરત ફરી ગઈ હતી. માનસિંહ તેમનો પીછો કરી શક્યો. વસ્તુત: યુદ્ધનો અંત ગોગુંદામાં આવ્યો. ત્યાં મુગલ સેનાની ભયંકર દુર્દશા થઈ હતી. અને તેમને ભૂંડી રીતે પરાજીત થઈ પરત ફરવું પડ્યું હતું. રીતે ૧૮ જૂનના રોજ અમનૌરના મેદાનમાં એક યુદ્ધ લડાયું હતું, જેનો અંત સપ્ટેમ્બરમાં ગોગુંદામાં આવ્યો. જ્યાં મુઘલ સેનાને પરાજિત થઈ પરત ફરવું પડ્યું હતું. મહારાણા પ્રતાપ વિજયી બન્યા હતા. તેમના જતાં પ્રતાપે ગોગુન્દા પર પુન: અધિકાર મેળવી લીધો હતો.