ભય્યુજી મહારાજે પોતાને ગોળી મારી કરી લીધી આત્મહત્યા! જાણો કોણ હતા?

    ૧૨-જૂન-૨૦૧૮ 

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં આજે ભય્યુજી મહારાજે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. જો કે આત્મહત્યા કરવા પાછળાનું કારણ હજી સુધી બહાર નથી આવ્યું

મધ્યપ્રદેશમાં ભય્યુજી મહારાજને રાજ્યકક્ષાનો હોદ્દો આપવામાં આવ્યો હતો. હમણા થોડા સમય પહેલા જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમને આ હોદ્દો આપ્યો હતો.

૧૯૬૮માં જન્મેલા ભય્યુજી મહારાજનું સાચું નામ ઉદયસિંહ દેસમુખ હતું. તેઓ કપડાની એક બ્રાંડ માટે એક સમયે મોડલીંગ કરતા હતા. ભય્યુજી મહારાજ દેશના દિગ્ગજ તેનાઓના સંપર્કમાં હતા. ભય્યુજી શુજાલપુરના જમીનદાર પરિવારના હતા.

ભય્યુજી મહારાજને આમ તો ૨૦૧૧ સુધી બહુ ચર્ચામાં ન હતા પણ ૨૦૧૧માં થયેલું અણ્ણાઅ હજારેનું આંદોલન યાદ છે. તેમનું અનશન યાદ છે? અણ્ણાનું અનશન પૂર્ણ કરાવવા તે સમયે કેન્દ્ર સરકારે આ ભય્યુજી મહારાજને મોકલ્યા હતા. અને અણ્ણાએ ભય્યુજીના હાથી જ્યુસ પીને અનશન પૂર્ણ કર્યું હતું.

નરેન્દ્ર મોદી જ્યારએ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સદ્ભાવના ઉપવાસ પર બેઠા હતા. તે સમયે પણ આ ભય્યુજી મહારાજને જ નરેન્દ્ર મોદીના ઉપવાસ તોડાવવા નિમત્રંણ આપવામાં આવ્યું હતું..

ભય્યુજી મહારાજનું સદગોરૂ દત્ત ધાર્મિક ટ્રસ્ટ પણ હતું. આ ટ્રસ્ટા દ્વારા તેમના અમેક સેવાકાર્યો ચાલતા હતા.