જાગો - પ્લેસમેન્ટ એજન્સીનો ખોટો ભરોસો અને ગ્રાહકની અવદશા! જાણવા જેવી છે

    ૧૨-જૂન-૨૦૧૮૧૦૦ ટકા નોકરીની ગેરંટી, આવા પ્રકારની જાહેરાત આપણને રોજિંદી ન્યૂઝપેપરમાં જોવા મળે છે. પ્લેસમેન્ટ એજન્સી પણ નોકરીની ગેરંટી આપીને સમય આવતાં ફરી જાય છે. આવા કિસ્સાઓ જ્યારે ગ્રાહક ફોરમોમાં આવવા લાગ્યા તો ગેરંટી શબ્દ પર ફોરમોએ સવાલ ઉઠાવ્યો. જે-જે એજન્સીઓએ ગેરંટી કહીને નોકરી આપી નહીં તેઓને કોર્ષની પૂરી રકમ પાછી આપવા સાથે સમય નષ્ટ હોવાને લઈને વળતરના પણ આદેશ કર્યા. આથી હવે પ્લેસમેન્ટ એજન્સીઓએ ગેરંટીની જગ્યાએ જોબ આસિસ્ટેન્સ લખવાનું શરૂ કર્યું છે.

એવું નથી કે સારી એજન્સી કામ કરતી નથી પરંતુ સાવધાન થવાની વાત ત્યારે આવે છે કે જ્યારે બેરોજગાર સો ટકા ગેરંટીના ચક્કરમાં ફસાઈ જાય છે. નોકરીની ગેરંટી આપી શકાય, કેમ કે દરેક નોકરી માટે અલગ-અલગ યોગ્યતા હોય છે અને કાયદાની દૃષ્ટિએ પણ નોકરી માટે મજબૂર કરી શકાય નહીં. બીજી વાત, આવા વાયદાના લિસ્ટમાં તેઓની શરત એવી હોય છે કે જેને ધ્યાનથી વાંચ્યા વિના તમે ફસાઈ શકો છો.

વિજય નામના વ્યક્તિએ આવા પ્રકારના વાયદા પર દસ હજાર રૂપિયા જમા કરાવી પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું. વર્ષનો કમ્પ્યુટરનો કોર્સ પૂરો થયા પછી તેને ઇન્ટરવ્યૂ માટે મોકલાયો. ત્યાં નોકરી ટિકટિંગ કરી હતી જેના ટિકટિંગનો કોર્સ કરેલા ઉમેદવાર પણ હતા. બીજી વખત તેને રિસેપ્શન પર કામ કરવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તે અંગ્રેજીમાં બરાબર વાત કરી શકતો હતો. આવી રીતે તેને સાત જગ્યા પર મોકલવામાં આવ્યો. એજન્સી તરફથી કહેવામાં આવ્યું તમે યોગ્ય નથી.

આવા પ્રકારની અસંખ્ય જાહેરાત આપણને ઇન્ટરનેટ પર જોવા મળે છે. નાણાં જમા કરાવ્યા પછી આપણને આવી વેબસાઇટનો પત્તો મળતો નથી. સામાન્ય વ્યક્તિને સમજમાં આવતું નથી કે ફરિયાદ ક્યાં કરે. ગુગલે એક કિસ્સામાં ફોરમ સામે સ્પષ્ટ કર્યું છે કે તે એક સર્ચ ઉપકરણ છે અને જે કોઈ પોતાની જાહેરાત આપે છે તેની જવાબદારી તેની હોતી નથી. તે ગ્રાહકોની જવાબદારી હોય છે કે નાણાં આપતાં પહેલાં વેબસાઇટની સંપૂર્ણ જાણકારી મેળવે. વર્ષ ૨૦૦૦માં બનેલાઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદાહેઠળ ઇમેઇલથી કરેલ વ્યવહારને કાનૂની ઓળખ અપાઈ છે, પરંતુ વેબસાઇટ બંધ થઈ જવા પર ધરપકડ કઠિન છે.

આનાથી મોટો વ્યવસાય ઘરેલુ નોકર અપાવવાનો થઈ રહ્યો છે. તમે ફક્ત ફોન નંબર જાણતા હોવ છો. ૩૦થી ૪૫ હજાર રૂપિયા સુધી ખર્ચ કરી તમને નોકર મળે છે, પરંતુ કમનસીબ કે તે એક અઠવાડિયામાં ભાગી જાય છે. તમને આપેલી રસીદ પરથી તમે કોઈ સ્લમ કે ઝૂંપડપટ્ટી વિસ્તારની કોઈ ગંધાતી ગલીના નાકે નાની જગ્યામાં એક ટેબલ અને નોકર મળે છે તે કંઈ પણ કહેવાનો સાફ ઇન્કાર કરી દે છે. એક છોકરી પાસે ઘણાં સીમકાર્ડ હોય છે જે વિવિધ એજન્સીઓ માટે કામ કરે છે આથી તેને પકડવી મુશ્કેલ હોય છે. ગ્રાહક ફોરમે ફોન નંબરના માધ્યમથી આવી એજન્સીઓ વિરુદ્ધ આદેશ આપ્યો છે. તપાસ કર્યા પછી સામે આવ્યું છે કે આવી એજન્સીઓ ઘરની વ્યવસ્થા જોઈ નોકરી સપ્લાય કરે છે. અવ્યવસ્થિત વ્યવસાયવાળા પરિવારમાં ચોરી કરી ભાગવું સહેલું છે. વ્યવસ્થિત અને કડક પરિવારોમાં પગાર વધુ માંગવામાં આવે છે અને ત્યાં ચોરી-ચપાટી કે કોઈ ગડબડ કરવાનું જોખમ પણ એજન્સી ઉઠાવતી નથી. આશ્ર્ચર્યજનક સચ્ચાઈ સામે આવી છે કે જ્યાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય તેઓનાં નાના બાળકો ભીખ માંગવા માટે સડક કિનારે બેઠેલી ભિખારણનાં ખોળામાં બેસેલાં જોવા મળ્યા છે જે સાંજ પડતાં પાછાં આપી દેવામાં આવે છે. ઘણા કિસ્સામાં તો એજન્સીઓ દ્વારા લગાવવામાં આવેલાં નોકર ઘરવાળાંની હત્યા કરવામાં પણ જરાય સંકોચ રાખતા નથી અને કીમતી સામાન લઈ રફુચક્કર થઈ જાય છે. તમામ જાણકારી એજન્સીઓ માટે દલાલી કરવાવાળી મહિલાઓ પાસેથી પ્રાપ્ત થઈ છે.

કેટલીક સાવધાની જરૂરી

() પ્લેસમેન્ટ એજન્સીનો સંપર્ક કરતા પહેલાં તેના કાર્યાલયનું સરનામું, કામકાજની જાણકારી જરૂરથી લેવી, કાર્યાલયે રૂબરૂ જઈ જરૂરી જાણકારી મેળવવી.

() શરતો ધ્યાનથી વાંચીને સહી કરવી. પણ જાણી લેવું કે નોકરી અપાવવાની ગેરંટી કાનૂની આપી શકાય નહીં પરંતુ જો કોઈ વાયદો કરે છે અને પૂરા કરતા નથી તો ગ્રાહક ફોરમમાં જઈ શકાય છે.

() ઘરેલુ નોકર માટે ફક્ત ફોન પર ભરોસો કરવો નહીં, ફોન નંબરની તપાસ કરવી અને પોલીસ તપાસ વિના નોકર રાખવો નહીં કેમ કે કોઈ ખોટું થવા પર પોલીસની તપાસ રિપોર્ટ વિના તમે કંઈ પણ કરી શકશો નહીં. ફ્રોડ એજન્સી ચલાવવાવાળાની ફરિયાદ લેતા પહેલાં પોલીસનો પ્રથમ પ્રશ્ર્ન હોય છે.

() જો તમારી પાસે યોગ્ય સરનામું હોય તો તમે એજન્સી વિરુદ્ધ પણ સેવામાં ખામી બદલ ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરી શકો છો.

- ચેતન ટેલર