દાંત દુઃખે છે? પયોરિયા છે? આ રહ્યો આયુર્વેદિક ઉપાય…

    ૧૨-જૂન-૨૦૧૮ 
() દાંતમાં ચસકા મારતા હોય તો લવિંગનું તેલ લઈ તેનું પૂમડું બનાવી મૂકવું. ટીંચર આયોડિન પણ લગાવી શકાય છે.

() પાયોરિયામાં અઘોળ દિવેલમાં ૧૦ વાલ કપૂર નાખી ખરલ કરવું. તેને ઘૂંટી શીશીમાં ભરવું તથા આંગળીથી પેઢા ઉપર ઘસવું. જેથી દાંતમાંથી ખૂબ ચીકાશ નીકળે છે અને પાયોરિયા મટે છે.

(૪) આ રોગમાં તુલસીના પાનની લૂગદી ઘસવાથી પણ રોગ મટે છે.

(૫ )સૂંઠ, મરી, પીપર, હરડે, આમળાં, બહેડા, તજ, તમાલપત્ર, એલચી, સિંધવ, કઠ આટલાં દ્રવ્યો સમાન ભાગે લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તેમાં કપૂર તથા ૫થી ટીપાં લવિંગનું તેલ મેળવી ઘૂંટી લઈ બાટલીમાં ભરવું. મંજન નિયમિત રીતે દાંત ઉપર ઘસવાથી દાંતના તમામ રોગોમાં ખૂબ ફાયદો જણાશે.