તમિલનાડુમાં વેદાંતા કંપની વિરુદ્ધ હિંસક આંદોલન પાછળ ચર્ચનો હાથ?!

    ૨૨-જૂન-૨૦૧૮

 
તમિલનાડુના તુતુકુડીમાં સ્ટરલાઈટ કંપની વિરુદ્ધ લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે અમેરિકન ભંડોળ પર ઈસાઈ સંગઠનોએ અફવાઓને હવા આપી આખા આંદોલનને હિંસાના રસ્તે વાળી દીધું હોવાનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આવો, જાણીએ આ આખા વિવાદને અને ઓળખીએ તેની પાછળના હાથને...
તમિલનાડુમાં વેદાંતાની સ્ટરલાઈટ કોપર કંપનીનો હાલ જે હિંસક વિરોધ થઈ રહ્યો છે તે ચિંતાજનક છે. એવું મનાઈ રહ્યું છે કે આ કંપની વિરુદ્ધ ઈસાઈ મિશનરીઓ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે. આ આંદોલનમાં અનેક લોકોના જીવ ગયા બાદ દક્ષિણ તમિલનાડુ વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. કહેવાય છે કે, શાંતિપૂર્વક ચાલતા આંદોલનના અચાનક હિંસક ‚પ ધારણ કરવા પાછળ ઈસાઈ મિશનરીઓનો હાથ છે. ઈસાઈ મિશનરીઓના અનુયાયીઓ આંદોલનકારીઓમાં ભળી જઈ હિંસાત્મક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચર્ચે તેના અનુયાયીઓનું આંદોલનસ્થળે પહોંચાડવા માટે સમગ્ર તમિલનાડુમાં વાહનોની વ્યવસ્થા ઊભી કરી હતી.
 
જેને લઈને આ આંદોલન છેડાયું છે તે વેદાંતાની સ્ટરલાઈટ કોપર કંપની દર વર્ષે ૪ લાખ ટન તાંબુ શોધી કાઢે છે. પરંતુ આંદોલનને કારણે તેનું આ શોધકાર્ય થંભી ગયું છે. આ સંયંત્રને ૨૭ માર્ચથી ૧૫ દિવસ સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ ખૂલી શક્યું નથી. ૧૯૯૩માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ આ પરિયોજના મંજૂર કરી હતી. કરુણાનિધિએ પણ આ પરિયોજનાનો વિરોધ નહોતો કર્યો. બધું જ સમુંસૂથરું ચાલી રહ્યું હતું. પરંતુ થોડા સમય પહેલાં અચાનક કેટલાક લોકો-સંગઠનોએ વાયુ પ્રદૂષણ, ઘટતાં જળસ્તર અને સંયંત્રનો જે કચરો પાસેની નદીમાં જાય છે તેના પરિણામે નદી પ્રદૂષિત બની છેનું કહી વિરોધ કરવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે અહીંનું પાણી હવે પીવાલાયક રહ્યું નથી. ખેતી માટે પણ ઉપયોગી રહ્યું નથી. પરંતુ કંપનીની દલીલ છે કે અમે પ્રદૂષણ નિયમ બોર્ડ દ્વારા બનાવેલી તમામ શરતોનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ આંદોલનકારીઓ કંપની પ્રત્યે વધુ ને વધુ આક્રમક બની રહ્યા છે. જેઓને ચર્ચ ઉશ્કેરી રહ્યું હોવાની વાતો વહેતી થઈ છે.
 

 
 
ચર્ચ કેમ વિકાસયોજનાનો વિરોધ કરી રહ્યું છે ?
 
આખરે ચર્ચ શું કામ તમિલનાડુ વિકાસયોજનાઓ અને ઉદ્યોગોનો વિરોધ કરી રહ્યું છે ? આંદોલનને ચર્ચનો ટેકો હોવાની વાત તમિલનાડુનું જાસૂસી તંત્ર કેમ ભાખી શક્યું નહીં ? આ સમસ્યાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે ૯ ફેબ્રુઆરી, ૨૦૧૮ પહેલાં અહીં બધું જ સામાન્ય હતું. કોઈને આ કંપની સામે વાંધો ન હતો. પરંતુ ત્યાં જ સ્ટરલાઈટના પ્રબંધને તેના સંયંત્રનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો. સ્થાનિક ગ્રામીણોએ આનો થોડો વિરોધ પણ કર્યો, પરંતુ પોલીસના હસ્તક્ષેપ બાદ મામલો ત્યાં જ થંભી ગયો. વળી પાછું ૨૦૧૮માં કેટલાંક તમિલ સંગઠનો અચાનક આ પ્લાન્ટના વિરોધમાં ઊતરી આવ્યાં. આમાંના મોટાભાગનાં સંગઠનોની વિચારધારા સ્પષ્ટ ‚પથી અલગાવવાદી હતી. આંદોલન દરમિયાન ઠેર-ઠેર લિટ્ટે અલગાવવાદી સંગઠનના મૃત નેતા પ્રભાકરનનાં ચિત્રો લાગ્યાં. આની પાછળ સ્થાનિક નેતા ફાતિમા બાબુ અને ટીવી પર ઈસાઈ મતનો પ્રચાર કરતા મોહન લાઝારસ હોવાનું ખૂલ્યું હતું.
 
તો આ બધાંમાં પોતાની ખોવાયેલી ધરી પરત મેળવવા હવાતિયાં મારતા કોમ્યુનિસ્ટ પક્ષને પણ આ આંદોલનમાં પોતાને નવો અવસર દેખાયો. અને આ આંદોલનમાં કૂદી પડ્યા. આંદોલનકારીઓને ભડકાવવા પ્રસારિત થતું હતું કે, આ યોજના એક ઉત્તર ભારતથી પ્રભાવિત યોજના છે. અને કેન્દ્ર સરકાર આ યોજનાને તામિલ લોકોના માથે મારી રહી છે. આમ કરી આ લોકો કેન્દ્ર સરકારને બદનામ કરવા માંગતા હતા. આંદોલનને ગતિ પકડતું જોઈ અભિનેતામાંથી નેતા બનેલા કમલ હસનને પણ આ આંદોલનમાં પોતાનું રાજનૈતિક ભવિષ્ય દેખાયું. આમ આ આંદોલન ધીરે ધીરે હિંસક ‚પ લેતું ગયું અને તાજેતરમાં થયેલા પોલીસ ગોળીબારમાં કેટલાક લોકોએ પોતાના જીવ ખોયા. તમિલનાડુના મુખ્યમંત્રી કે. પલાનીસ્વામી કહે છે કે પોલીસને સ્વબચાવમાં ગોળીઓ છોડવી પડી છે અને આ હિંસા પાછળ અમારા રાજનૈતિક વિરોધીઓ અને સંગઠનનો હાથ છે. હિંસક આંદોલનને કારણે સંયંત્ર બંધ થતાં સંયંત્રના ઉત્પાદન પર આધાર રાખતા વ્યાપારીઓ અને ટ્રાન્સપોર્ટર માટે મુસીબત ઊભી કરી છે. તુતુકોડી, સ્ટીવડોર્સ એસોસિયેશનના ચિદમ્બરમ્ પોર્ટ પરના આ સંયત્રના એકમ જણાવે છે કે, સંયત્ર બંધ થતાં હજારો લોકોની રોજી રોટી પર અસર પડી છે. બીજાં અન્ય કેટલાક સંગઠનોએ પણ આ સંયત્ર બંધ કરવાનો વિરોધ કર્યો છે.
 

 
 
વાત માત્ર પર્યાવરણ બચાવવાની જ નથી
 
જો આ બાબત પર્યાવરણ સાથે સંકળાયેલી હોત તો વાત અલગ હતી, પરંતુ અહીં પડદા પાછળ અનેક દળો અને અજ્ઞાત સંગઠનો કામ કરી રહ્યાં હતાં. તેમનો એક જ ઉદ્દેશ્ય હતો કે ગમે-તેમ કરી આ સંયત્રને બંધ કરાવવું. આ વાત હવે ઉઘાડી પડી ગઈ છે કે ઈસાઈ મિશનરીઓ જ આંદોલનકારીઓને ઉશ્કેરી રહી હતી. થોડા સમય અગાઉ અમેરિકન ડોલર પર નભતી કેટલીક ઈસાઈ મિશનરીઓથી કુડનકુલમ પરમાણુ સંયંત્ર વિરુદ્ધ આંદોલન છેડ્યું હતું. એ આંદોલન પણ ઉપરથી જનઆંદોલન લાગતું હતું, પરંતુ હકીકત એ હતી કે, અમેરિકા સમર્થિત ઈસાઈ મિશનરીઓ નહોતા ઇચ્છતા કે રુસની મદદથી આ પરમાણુ સંયત્ર બને.
 
સ્ટરલાઈટનો વિવાદ હોય કે પછી કુડનકુલમના રુસી પરમાણુ સંયત્રનો બન્ને મામલા પાછળ ઈસાઈ મિશનરીઓનું જે ભેદી યોગદાન છે એ બાબત પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ઈસાઈ મિશનરીઓ દેશના વિકાસમાં આડખીલી‚પ બની રહી છે અને વિકાસ યોજનાઓ વિરુદ્ધ લોકોને હિંસક બનવા ઉકસાવી રહી છે.