આ મહિલા ૨૦ વર્ષથી તળાવમાં જ રહે છે

    ૨૩-જૂન-૨૦૧૮

 
આશ્ર્ચર્યજનક રીતે એક મહિલા છેલ્લાં ૨૦ વર્ષથી ૧૨ કલાક પાણીમાં જ વિતાવે છે. ૬૦ વર્ષની પટુરાની નામની આ મહિલા બંગાળના કરવા જિલ્લાના ગોવાઈ નામના ગામમાં રહે છે. તેના ઘરની પાછળ તળાવ છે, જેમાં તે સૂરજ ઊગે તે પહેલાં પહોંચી જાય છે અને આથમ્યા બાદ જ પરત આવે છે. તે અઠવાડિયે એક જ દિવસ જમે છે. ૨૦ વર્ષ પહેલાં તેની તબિયત ખરાબ થઈ હતી. તેની ચામડીમાં બળતરા ઊપડી હતી. તે તળાવમાં જઈ બેસી ગઈ અને તેને રાહત થઈ, પરંતુ જ્યારે તે બહાર આવી ફરી પાછી તેની ચામડીમાં બળતરા થવા લાગી. પરિણામે તેણે તળાવમાં જ જીવન પસાર કરવાનું નક્કી કર્યંુ અને આજે પણ રોજના ૧૨થી ૧૪ કલાક તળાવમાં જ બેસી રહે છે. કોઈ વ્યક્તિ આટલો બધો સમય પાણીમાં બેસી રહે તો તેને ચામડીના અનેક રોગો થાય છે, પરંતુ પટુરાની એકદમ સ્વસ્થ છે. ગામલોકો આને ચમત્કાર ગણી રહ્યા છે.