રાજકારણના રંગ : જમ્મુ કાશ્મીર રાજ્યમાં "શિશુપાલ-શિરચ્છેદ હવે અનિવાર્ય છે..!

    ૨૭-જૂન-૨૦૧૮


 

મહાભારતનો જાણીતો પ્રસંગ છે. જ્યારે શિશુપાલે ભર રાજસભામાં ભગવાન શ્રીકૃષ્ણને અપમાનિત કરવા માટે ગાલી-ગલોચની ઝડી વરસાવી, ત્યારે ધીરોદાત્ત રાજપુરુષને છાજે તેમ શ્રીકૃષ્ણએ શિશુપાલનાં તમામ અપમાનોને મોટું મન રાખી ગળી ખાધાં ! પરંતુ આમ છતાંય ઉદ્દંડ-અભિમાની અને આતતાયી બની ચૂકેલા શિશુપાલે ૯૯ પછી એકસોમી ગાળ શ્રીકૃષ્ણને જેવી ભાંડી કે શ્રીકૃષ્ણ ભગવાને તેમનું સુદર્શનચક્ર ચલાવીને શિશુપાલનો શિરચ્છેદ કરી નાખ્યો !

ગત ૧૯ જૂન, ૨૦૧૮ - મંગળવારે બરાબર રીતેશ્રીકૃષ્ણ-પરંપરામુજબ, ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરની મુફ્તિ મંહમદ સઈદ અને મહેબૂબા મુફ્તીની આગેવાનીવાળી પી.ડી.પી.-ભાજપાની યુતિ સરકારને સવા ત્રણ વર્ષ અગાઉ આપેલો ટેકો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લીધો. પરિણામે મહેબૂબા મુફ્તીને પદત્યાગ કરવો પડ્યો અને તેને પગલે શ્રી મોદીજીના નેતૃત્વવાળી ભારતીય-સંઘ સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રાજ્યપાલનું શાસન લાદીને મહેબૂબારૂપીઆતતાયી શિશુપાલનો રાજ્યપાલ શાસનરૂપી સુદર્શન-ચક્ર ચલાવી રાજકીય શિરચ્છેદ પણ કરી નાખ્યો !

અખબારી અહેવાલો પ્રમાણે કેટલાક કથિત બૌદ્ધિક કલમબાજોએ અને કેટલાક રાજકીય આગેવાનોએ, જમ્મુ-કાશ્મીરની પી.ડી.પી.-ભાજપા સરકાર તૂટી પડતાંરાજકીય કજોડાનો અંત’ - ‘ભાજપા દ્વારા મહેબૂબાને તીન તલાક’ ‘અપવિત્ર ગઠબંધન તૂટી પડ્યું !’ જેવા અવિચારી અને લાંબા ગાળાનાં રાષ્ટ્રીય હિતોને હાનિકારક નિવેદનો કર્યાં ! પરંતુ સમજવું અનિવાર્ય છે કે આજથી સવા ત્રણ વર્ષ પહેલાં યોજાયેલી જમ્મુ-કાશ્મીર રાજ્ય વિધાનસભા ચૂંટણીનાં પરિણામોથી ત્રિશંકુ વિધાનસભાની પરિસ્થિતિ ઊભી થયેલી. જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રની મુખ્યધારાના બે પક્ષો ભાજપા અને કોંગ્રેસને અનુક્રમે ૨૫ અને ૧૨ બેઠકો મળી હતી, જ્યારે કાશ્મીરઘાટીના સ્થાનિક પક્ષો પી.ડી.પી. અને નેશનલ કોન્ફરન્સને અનુક્રમે ૨૮ અને ૧૫ બેઠકો મળી હતી. બેઠકો અન્ય નાના પક્ષો - અપક્ષોને ફાળે ગયેલી. કાશ્મીર ઘાટીમાં ત્યાંની બંને સ્થાનિક પાર્ટીઓ મુસ્લિમબહુલ ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે સમય સમય પર તકવાદી વૃત્તિ-વલણ દાખવતી આવી છે. નેશનલ કોન્ફરન્સના ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા, અટલજીની એન.ડી.. સરકારનો ભાગ હતા ત્યારે, તેઓ પાકિસ્તાન વિરોધી અને ભારત તરફી નિવેદનો કરતા રહ્યા. પરંતુ યુપીએની સરકાર આવતાં અબ્દુલ્લાઓની ફેમિલી-પાર્ટી જેવી નેશનલ કોન્ફરન્સનો સૂર બદલાઈ ગયો ! હવે અબ્દુલ્લા પિતા-પુત્રો શેખ અબ્દુલ્લાની ભારત વિરોધી ભાષા બોલતા થઈ ગયા છે અને પાકિસ્તાનના પ્રચારમંત્રીની નાપાક ભૂમિકા ભજવી રહ્યા છે !

આવું પી.ડી.પી. અને મુફ્તી પરિવારની ફેમિલી-પાર્ટી - પી.ડી.પી. માટે પણ કહી શકાય. પી.ડી.પી.ની જેહાદીઓ તરફની કૂણી લાગણી અને પાકિસ્તાન તરફી વૃત્તિ-વલણ ઓપન-સિક્રેટ જેવી વાત છે. આમ છતાંય સત્તા મેળવવા માટે પી.ડી.પી. પણ ભાજપા સાથે હાથ મિલાવવા તૈયાર થઈ ગઈ !

ભાજપે ગઠબંધન ધર્મ નિભાવ્યો પીડીપી ષડયંત્રો ચાલુ રાખ્યા

જમ્મુ-કાશ્મીર-લદ્દાખ ક્ષેત્રનું બનેલું રાજ્ય અનુક્રમે હિન્દુબહુલ, મુસ્લિમબહુલ અને બૌદ્ધબહુલ છે. વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પછી પી.ડી.પી. અને ભાજપાની સરકાર બને અનિવાર્ય જનાદેશ હતો. સ્થિતિમાં ભાજપાને સત્તાથી બહાર રખાય તો, હિન્દુબહુલ જમ્મુક્ષેત્રની ઉપેક્ષા થાય અને પી.ડી.પી.ને સત્તાથી બહાર રખાય તો કાશ્મીર-ઘાટી સરકારમાં પ્રતિનિધિત્વ વગરની બની રહે. સ્થિતિમાં બે ધ્રુવો જેવી પરસ્પર વિરોધી રાજકીય વિચારધારાને વરેલા બન્ને રાજકીય પક્ષોએ, જનાદેશના નવા પ્રકાશમાં પોતપોતાના કોર-એજન્ડાને બાજુએ મૂકી, કોમન મિનિમમ પ્રોગ્રામને આધારે ગઠબંધન સરકારની રચના કરી. વખતે મુફ્તી મહંમદ સઈદ અને ત્યાર પછી આવેલાં મહેબૂબા મુફ્તીએ શ્રી મોદીજી અને તેમના નેતૃત્વ નીચેની એન.ડી.. સરકારની પ્રશંસાના પુલ બાંધેલા !

ભાજપાના આલોચકો-વિશેષ કરી કથિત સેક્યુલર-બૌદ્ધિક બ્રિગેડ માટે ભાજપાનો જમ્મુ-કાશ્મીર રાજ્ય સરકારમાં પ્રવેશ ભવિષ્ય માટે ભાજપાનુંઅંગદ-કદમથઈ શકે તેવી શક્યતાથી મંડળી ઈર્ષ્યા અને આઘાતથી છટપટી ઊઠી ! ભાજપાએ પી.ડી.પી સાથે ગઠબંધન રચી કાશ્મીર ઘાટીના લોકોના કલ્યાણ માટે અને તેમને શેષભારતની મુખ્ય ધારામાં લાવવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે, એક સોચી-સમજી રણનીતિના ભાગરૂપે, ગણતરીપૂર્વકના જોખમકારક છતાંય લાંબા ગાળાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં લઈ ગઠબંધન-સરકારની રણનીતિ અમલમાં મૂકેલી.

પરંતુ કમનસીબે મહેબૂબા મુફ્તીએ બેવડી ચાલ ખેલવાનો પ્રયાસ ચાલુ રાખ્યો, પરંતુ આવી સંકુલ અને અટપટી પરિસ્થિતિમાં પણ ગઠબંધન સરકારનો જમ્મુ-કાશ્મીર રાજ્યમાં હિંમતભર્યો પ્રયોગ પણ બહુ સૂચક હતો !

મહેબૂબાએ તેમના મર્હૂમ પિતા મુફ્તી મહંમદ સઇદની શકૂની ચાલ આગળ વધારી

છેલ્લે પવિત્ર રમઝાન મહિનામાં એકતરફી શસ્ત્રવિરામની કેન્દ્ર સરકાર પાસે જાહેરાત કરાવીને મહેબૂબા મુફ્તિએ અટલજીનીજમ્મુરિયત-કાશ્મીરિયત અને ઇન્સાનિયતની નીતિને આગળ વધારવાનો દંભ ચાલુ રાખ્યો પરંતુ બીજી તરફ પાકિસ્તાની એજન્ટો, અલગાવવાદીઓ, જેહાદી આતંકવાદીઓ, વહાબી ઇસ્લામીઓને કાશ્મીર ઘાટીમાં વકરવા દેવામાં અને તેમના ઇશારે પથ્થરબાજી કરતા કાશ્મીરઘાટીના છોકરાઓને ઉશ્કેરવાનું, તેમની વિરુદ્ધના કેસ પાછા ખેંચવાનું, ભારતીય લશ્કરના સંયમી વ્યવહારની સંપૂર્ણ ઉપેક્ષા કરીને ભારતીય સૈન્યની બેઇજ્જતી કરવા માટે, મહેબૂબા મુફ્તિએ તેમના મર્હૂમ પિતા મુફ્તી મહમંદ સઈદનીશકુનિ-ચાલને આગળ વધારી...

છેલ્લે શ્રીનગરમાં ધોળે દિવસે કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર સુજાત બુખારી અને તેમના સરકારી અંગરક્ષકોની નિર્મમ હત્યાનો મામલો અને ઔરંગઝેબ નામધારી સૈનિકનું અપહરણ કરીને, પોતાના વતન-પરિવાર સાથે ઇદ મનાવવા જતાં રસ્તામાં તેની નિર્મમ હત્યા કરીને ઇસ્લામિસ્ટ જેહાદીઓએ તેમની નાપાક ખૂનરેજીનું ખપ્પર એવું તો ભર્યું કે, તે શહીદોના બલિદાની રક્તથી છલકાઈ ગયું...! કહો કે પાપનો ઘડો ઊભરાઈ ગયો ! સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ શિશુપાળની ૯૯ ગાળો સહન કર્યા પછી, જ્યારેઆતતાયી શિશુપાલેલક્ષ્મણરેખા ઓળંગી એકસોમી ગાળ દીધી, કે ભારતીય જનતા પક્ષે રાજ્યપાલ શાસન દ્વારા જેહાદી આતંકવાદીઓ તરફી મહેબુબા સરકાર પર સુદર્શન-ચક્ર ચલાવવાની રણનીતિ, રાષ્ટ્રના લાંબા ગાળાના વ્યાપક હિતમાં અમલમાં મૂકી. તેને પરિણામે સપ્તાહે ભારતીય સૈન્યનો જુસ્સો પણ વધ્યો છે. તો આસેતુ-હિમાચલ સમગ્ર રાષ્ટ્રમાં ઇદની સાથે દિવાળી જેવો ખુશમિજાજ માહોલ પણ સર્જાયો ! તો પાકિસ્તાન અને તેના નાપાક ઇરાદાઓને પાર પાડનાર, દેશની અંદરના અને દેશ બહારના ભારતવર્ષના શત્રુઓમાં ફફડાટ પેસી ગયો છે !

સંદર્ભમાં વર્ષો પહેલાં, અટલજીએઓર્ગેનાઈઝરસાપ્તાહિકમાં આપેલ એક ઇન્ટરવ્યુની યાદ પ્રાસંગિક બની રહેશે. ઇન્ટરવ્યુનું શીર્ષક હતું : "ભારતીય જનસંઘ અને ભારતમાં વસતા મુસલમાનો (‘સાધનાસાપ્તાહિકે ડિસેમ્બર ૧૯૬૩માં તત્કાલીન ભારતીય જનસંઘનું, અખિલ ભારતીય અધિવેશન - જે અમદાવાદમાં કાંકરિયા નજીક ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાયેલ, તે નિમિત્તે વિશેષાંક પ્રકટ કરેલો અને અંકના સંપાદનમાં આજનાનિરીક્ષકના તંત્રી વરિષ્ઠ પત્રકાર અને તે વખતનાસાધનાના કિશોરવિભાગના સંપાદક શ્રી પ્રકાશભાઈ શાહ અને સુશ્રી સુવર્ણાબહેન ભટ્ટે ભારે જહેમત સાથે અટલજીના ઉપરોક્ત ઇન્ટરવ્યૂનો ગુજરાતીમાં અનુવાદ પણ કરેલો...) ઉપરોક્ત ઇન્ટરવ્યુમાં અટલજીએ પત્રકારના પ્રશ્ર્નના ઉત્તરમાં જણાવ્યું કે, ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ને દિવસે મઝહબ આધારિત અલગ પાકિસ્તાન-દેશને વિભાજિત કરી ખંડી લીધા બાદ પણ, હિંદુબહુલ શેષભારતે સ્વતંત્ર-સાર્વભૌમ બંધારણીય લોકશાહી પ્રજાસત્તાક ગણતંત્રનો ઉદારદિલથી સ્વીકાર કરી, મુસ્લિમો સહિત, ભારતમાં રહેનાર સહુ કોઈ નાગરિકોને, ધર્મ-મઝહબ-ઉપાસના પદ્ધતિની તેમની આગવી ઓળખ અકબંધ રાખીને, સમાન નાગરિક અધિકારો આપ્યા છે. નાગરિક અધિકારો ભારતીયસંઘ-રાષ્ટ્ર - રાજ્ય પ્રત્યે નિષ્ઠા, વફાદારી અને મહોબ્બત‚પી ફરજ દ્વારા પ્રાપ્ત થઈ શકે. લિબર્ટી બેજવાબદાર લાઇસન્સ હોઈ શકે નહીં. ભારતમાં વસતા મુસલમાનોની નિષ્ઠામાં આપણે ભરોસો રાખી રહ્યા છીએ, અને ભારતીય જનસંઘના દ્વાર મુસ્લિમો સહિત સહુ ભારતીયો માટે એટલે ખુલ્લાં પણ છે. પરંતુ ભારતમાં વસતા મુસ્લિમોની નિષ્ઠાનો આધાર હોઈ શકે કે, જમ્મુ-કાશ્મીર રાજ્ય સંબંધમાં રાજ્યના મુસલમાનો અને શેષભારતના મુસલમાનો, પંડિત નહેરુજીના વખતથી પેટ ચોળીને ઊભી કરાયેલી પીડા જેવી કાશ્મીર સમસ્યાના ઉકેલ માટેની પ્રક્રિયામાં ભારતમાં વસતા મુસલમાનો ભારતીય રાષ્ટ્ર-રાજ્યનાં વ્યાપક હિતો સાથે રહેવા માંગે છે કે, ભારતમાં રહીને પણ પાકિસ્તાનના હિતમાં વર્તે-પ્રવર્તે છે ? યક્ષપ્રશ્ર્નના સમુચિત પ્રત્યુત્તર દ્વારા નક્કી થઈ શકશે કે, ભારતમાં વસતાં મુસલમાન-આપણા ફેલોસિટિઝન્સની નિષ્ઠા કોની સાથે છે ? છે દેશભક્તિનો કસોટીનો પથ્થર ! જે રાષ્ટ્રનિષ્ઠા‚પી સોનું અસલી છે કે નકલી ? એની પરખ કરાવી દેશે !

આજે કથિત કાશ્મીરીયતને નામે કાશ્મીર ખીણમાં વહાબી ઇસ્લામ- આઈએસઆઈએસ ના ઝંડા લહેરાવાય છે, તે ઇતિહાસના આયનામાં જોતા નવાઈની વાત નથી. કારણ કે ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં જ્યારે હિન્દુઓ વ્યાપકપણે સંઘર્ષ અને બલિદાન આપી રહ્યા હતા ત્યારે, મુસ્લિમોનો મોટો વર્ગ પાકિસ્તાન મેળવવા માટેડાયરેક્ટ એક્શનને નામે હિન્દુઓની વ્યાપક કત્લેઆમમાં મદમસ્ત હતો. વિધિની વક્રતા છે કે, બલૂચિસ્તાન, વાયવ્ય સરહદ પ્રાંતના લોકો જેઓ પાકિસ્તાન નહોતા ઇચ્છતા, તેમને પરાણે પાકિસ્તાનમાં ઉલઝવું પડ્યું. જ્યારે અસલી મુસ્લિમ લીગી પાકિસ્તાનીઓ તો ૧૯૪૭માં દેશવિભાજન પછી શેષ ભારતમાં રહી પડ્યાં ! ‘જે.એન.યૂ. બ્રાન્ડ ભારત કે ટુકડે ટુકડે ગેંગજેવાઓ - ઇસ્લામી જેહાદીઓથી આપણે કાશ્મીર અને શેષભારતને બચાવવું અનિવાર્ય છે.

કાશ્મીરને જગતનું છાપરું કહ્યું છે. એવું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. જ્યાં ભારતની સરહદ અન્ય પાંચ મહત્ત્વના દેશોને મળે છે. તેનું લશ્કરી વ્યૂહાત્મક, ભૂરાજકીય મહત્ત્વ જોતાં, કાશ્મીર-ભારતમાતાના મુકુટમણિની સુરક્ષામાં કદાપિ ગાફેલ રહી શકાય...!

પ્રા. હર્ષદ યાજ્ઞિક