UC ન્યૂઝ મારફતે ચીન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં પોતાની મરજી મુજબની સરકાર બનાવી શકે ખરું ?

    ૨૮-જૂન-૨૦૧૮   

 
 
ચીની કંપની અલીબાબાની UC ન્યૂઝ એપ પર આરોપ છે કે, તે ભારતની સામાન્ય ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે છે. તેને લઈને આશંકાઓ જતાવાઈ રહી છે કે જે રીતે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં વાતાવરણ ઊભું કરી તેમના પક્ષમાં મતદાન કરાવવામાં આવ્યું હતું, તેવી જ રીતે ભારતમાં ચીન આ ન્યૂઝ એપ મારફતે ચૂંટણીઓને પ્રભાવિત કરી શકે છે અને પોતાના મન મુજબની સરકાર બનાવી શકે છે. ૨૦૦૪માં સ્થપાયેલી આ કંપની ચીનની સૌથી મોટી અને ભારતની બીજા નંબરની સૌથી મોટી ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કંપની છે.
 
ઉલ્લેખનીય છે કે, રુસ પર અમેરિકાની ચૂંટણીઓમાં ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષે વાતાવરણ ઊભું કરવાના આરોપ લાગી ચૂક્યા છે. ચૂંટણીપ્રચારના મહત્ત્વના સમયે ડેમોક્રેટિક પક્ષના હિલેરી ક્લિન્ટનના ઈમેલ લીક થઈ જવાની ઘટનાથી તેમની ઉમેદવારીને મોટો ફટકો પડ્યો હતો અને તે ચૂંટણી હારી ગયા. હિલેરી આ ઈમેલ લીક કરી દેવા માટે રુસને જવાબદાર ઠેરવે છે.
 
ભારતમાં UC ન્યૂઝના ૧૩ કરોડ ગ્રાહકો છે
 
ચીનની આ UC ન્યૂઝ એપ ખૂબ જ તીવ્ર ઝડપે ભારતને પોતાના ભરડામાં લઈ રહી છે. હાલ આ ન્યૂઝ એપને ભારતનાં ૧૩ કરોડો લોકો વાપરે છે. દૈનિક જુવે છે, પરંતુ હવે તેની કોશિશ આગામી વર્ષ સુધી ૨૦ કરોડ લોકોને પોતાની એપ વાપરતા કરવાની છે. ત્યારે સવાલ એ થાય કે આનો ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ સાથે શો સંબંધ હોવાનો ? આંકડા પર નજર નાખીએ તો અસર પડી શકે છે એમ સમજવું અઘરું નથી. ચીનની UC ન્યૂઝ એપ ૧૩ કરોડ ભારતીયો જુએ છે. તેના પર આવતા સાચા-ખોટા સમાચારો અને માહિતી વાંચે છે અને શેર પણ કરે છે. ૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટીને લગભગ ૧૭ કરોડ મતો મળ્યા હતા. આ જ મતોના દમ પર ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી શકી હતી. આગળ જણાવ્યું તેમ UC ન્યૂઝએ હવે આગામી વર્ષ સુધી ૨૦ કરોડ ગ્રાહક બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યંુ છે અને તે થઈ પણ જશે એટલે કે ભારતમાં એક ચીની કંપનીના ગ્રાહકોની સંખ્યા સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવનાર પક્ષના મતદારો કરતાં પણ ત્રણ કરોડ વધુ હશે.
 
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારને કુલ ૩.૫ કરોડ મળ્યા હતા. આજની તારીખમાં જોઈએ તો ચીનની UC વેબ અને ન્યૂઝના ગ્રાહકોની સંખ્યા યોગી સરકારને મળેલા મતોથી ચાર ગણી વધુ થઈ જાય છે.
 

 
 
તમારી અનેક ખાનગી જાણકારીઓ પર નજર
 
જ્યારે પણ આપણે UC ન્યૂઝની એપ ડાઉનલોડ કરીએ છીએ તો તેનું સર્વર આપણા ફોનની IMEI એટલે કે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઓળખ સંખ્યાનો નંબર, આપણા હેન્ડસેટનો પ્રકાર, મોબાઈલ ઓપરેટીંગ સિસ્ટમ, આપણા મોબાઈલ પર ડાઉનલોડ થયેલી બીજી એપની જાણકારી આપણું IP એડ્રેસ પણ મેળવી લે છે. UC ન્યૂઝે પોતાના કાનૂની દસ્તાવેજ પોલિસીમાં આ ઘોષિત કરી રાખ્યું છે. સવાલ એ થાય છે કે, એક ન્યૂઝ એપને વપરાશકર્તાનાં IMEI નંબર, અન્ય કઈ કઈ એપ વાપરી રહ્યો છે અને IP એડ્રેસ જેવી ચીજોની શી જ‚રિયાત હોઈ શકે ? કંપની ભલે આ માહિતીનો દુરુપયોગ ન કરવાની વાત કરે, પરંતુ ભારત સાથે ચીનનો દુશ્મનાવટભર્યો વ્યવહાર જોતાં ચીન આ મામલે સખણું રહે તે વાતમાં માલ નથી. બેશક ચીન આ માહિતીનો ભારત વિરુદ્ધ દુરુપયોગ કરશે ને કરશે જ. આમ પણ વર્તમાન સરકાર જે રીતે ચીનને પડકાર ફેંકી તેને તેની જ ભાષામાં જવાબ આપી રહી છે, ત્યાર બાદ હાલની સરકાર ચીનની આંખમાં કણાની માફક ખૂંચી રહી છે. વિરોધ પક્ષના નેતાઓ છેક પાકિસ્તાનમાં જઈ મોદીને હટાવવા તેમની જાહેરમાં મદદ માગે છે. રાહુલ ગાંધી ચીનના પ્રતિનિધિઓ સાથે ગુપ્ત ભેદી બેઠકો યોજે છે. આ બધી વાતો વર્તમાન સરકાર વિરુદ્ધ કોઈ ષડયંત્ર થઈ રહ્યું હોવાનો અંદેશો આપી રહી છે.
માત્ર ફોન જ નહીં તમે કોમ્પ્યુટર પર પણ શું જુઓ છો, શું કામ કરી રહ્યા છો અને બનાવવા ફાઈલ્સ જે કુકીઝ ફાઇલ્સ તરીકે ઓળખાય છે. તે પણ UC વેબનું સર્વર રેકોર્ડ કરે છે. આ રીતે જોઈએ તો હાલ ચીની કંપનીઓ પાસે ૧૩ કરોડ ભારતીયોની એટલી વધુ ખાનગી માહિતી પહોંચી ગઈ છે કે પરિણામે તે વપરાશકર્તાને લઈ, તેની વિચારધારા ને તેના રાજનૈતિક ઝુકાવને લઈને ચોક્કસ અનુમાન લગાવી શકાય છે. ત્યારે એવું કહેવાનું વધુ પડતું નથી કે ખંધુ ચીન આ સૂચના-માહિતીનો ઉપયોગ ભારતના તેની મરજી મુજબની ખાસ પાર્ટીની મત અપાવવા ભયંકર હદે દુરુપયોગ કરી શકે છે.
 
દર બીજા ભારતીયના હાથમાં ચીનનો ફોન
 
ચીન આવું કરી શકે છે, કારણ કે એક અનુમાન મુજબ ભારતમાં ચાઈના ફોનની ભાગીદારી ૬૧.૭ ટકા છે. એટલે કે દર બીજો ભારતીય ચીનની બનાવટનો ફોન વાપરે છે અને દરેક ચાઈનીઝ ફોનમાં UC બ્રાઉઝર અને UC ન્યૂઝ સાથે મફતમાં આવે છે. ત્યારે કહી શકાય કે ચીન પાસે ભારતીય યુવા મતદારોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધારણા કરતાં ઘણી વધુ છે.
હમણાં કેમ્બ્રિજ અનાલિટિકા નામની કંપની પર રાજનૈતિક અભિયાન માટે ૮.૭ ફેસબૂક પ્રોફાઈલ્સનો ડેટા ચોરવાનો આરોપ લાગ્યો હતો. આમાં ભારતીય લોકો પણ સામેલ હતા. આ માટે ફેસબૂકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને માફી માંગવી પડી હતી.
કોઈ દેશની ચૂંટણીઓમાં વિદેશી તાકાતોનો હાથ અને હસ્તક્ષેપ હોવાનો તાજો જ દાખલો આયરલેન્ડ છે. અહીં ગર્ભપાત કાયદાને લઈ વિવાદ થતાં તેના પર મતદાન કરવાની જાહેરાત થઈ હતી ન માત્ર આયરલેન્ડ, બહારથી પણ જાહેરાતો મારફતે જનમતને પ્રભાવિત કરવા જોરદાર અભિયાન ચાલ્યું હતું. પરિણામે આયરલેન્ડ જેવા કટ્ટર ઈસાઈ દેશમાં પણ જૂના કાયદાની વિરુદ્ધમાં બંપર મતદાન થયું હતું અને આયરલેન્ડ સરકારે કાયદો રદ કરવાની ફરજ પડી હતી. આ મામલે ટ્રાન્સપરન્ટ રિફન્ડેબલ ઇનિશિએટિવના કૉ-ફાઇન્ડર કેગ ડાયર કહે છે કે, જેમ જેમ આયરલેન્ડમાં મતદાનની તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ ફેસબૂક પર મતદારોને પ્રભાવિત કરનારી જાહેરખબરો વધતી ચાલી હતી. આયરલેન્ડની બહારથી લોકોનું વલણ બદલવા આ પ્રકારની જાહેરાતો થઈ રહી હતી. આયરલેન્ડની આ ખબર ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે કારણ કે ભારતમાં ફેસબૂક વાપરનારાઓની સંખ્યા વિશ્ર્વમાં સૌથી વધુ છે.
 
ચીનની આ UC ન્યૂઝ એપ પોતાના સમાચારોમાં ક્યારે પણ ભારતનો પૂરો નકશો બતાવતી નથી. જમ્મુ-કાશ્મીરને ભારતના નકશામાં બતાવતી નથી. કેટલાય વાચકોએ આ અંગે વિરોધ પણ નોંધાવ્યો છે. પરંતુ UC બ્રાઉઝર પર તેનો કોઈ જ પ્રભાવ પડ્યો નથી. ચીને પોતાની આ એપ પર ભારત વિરુદ્ધ લખવાની ખુલ્લી છૂટ આપી છે. ચીન પાકિસ્તાનના ન્યૂઝ વખતે જે સંયમ દાખવવામાં આવે છે તે ભારત સંબંધિત ન્યૂઝમાં દેખાતો નથી. ભારતમાં કોમી વેમનસ્ય ફેલાય તેવા ન્યૂઝની અહીં ભરમાર જોવા મળે છે. આમ ભારત વિરુદ્ધ ચીન UC ન્યૂઝ મારફતે મોટુ ષડયંત્ર કરી રહ્યું છે તે માનવાનાં પૂરતાં કારણો છે. ખૂબ મોડું થઈ જાય એ પહેલાં સરકારે UC ન્યૂઝ એપ અંગે સાવધાન થઈ જવાની જરૂર છે. ઇન્ટરનેટ અને મોબાઈલ પ્રેમી ભારતીય નાગરિકો અને ખાસ કરીને યુવા પેઢીએ ચીનના આ ષડયંત્ર અંગે જાગૃત થઈ જવાની જ‚ર છે. નહિ તો બની શકે કે આપણા દેશમાં સરકાર કોઈ એક પક્ષ કે ગઠબંધન-મહાગઠબંધનનું હોય, પરંતુ તેનું સંચાલન બેઇજિંગ કે ઇસ્લામાબાદથી થઈ રહ્યું હોય.